________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ન્યાયનો વિકાસ
વીરનિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ દાર્શનિક ગ્રંથકારો અને ગ્રંથોનો
ટૂંક પરિચય
-પૂ. મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી, શિરપુર એક સમય એવો હતો કે જેમાં શ્રદ્ધાવાદને બહુ મહત્ત્વ અપાતું અને જનતાને કહેવામાં આવતું કે – નિયોનપર્યનુયોનિઈ મુનેર્વ: મુનિનું વચન તર્ક અને પ્રશનથી પર છે. વળી, પુરાણં માનવો ધર્મ:, સા વેશવિત્સિતમ્ | નાજ્ઞાસિદ્ધાનિ વત્વરિ, ન દન્તવ્યનિ દેતુમિ પુરાણ, મનુએ બતાવેલ ધર્મ, (છએ) અંગ સહિત વેદ અને વૈદક, એ ચાર વાનાં આજ્ઞાસિદ્ધ છે. તેને તર્કો વડે હણવાં નહિ.” આવા શ્રદ્ધાવાદથી ભોળી જનતા એટલી તો ભોળવાઈ ગઈ હતી કે શાસ્ત્રવાક્યનું નામ સાંભળ્યું કે તેનો કંઈ પણ ઉપાય ચાલતો નહિ. આ વાદનું એટલું તો જોર હતું કે તર્કવાદીને રહેવું પણ કઠિન થઈ પડતું, શ્રદ્ધાવાદીઓ તર્કવાદી સાથેનો સર્વ સંબંધ છોડી દેતા હતા. શ્રદ્ધાવાદથી લાભ છે કે નુકસાન એ વાત બાજુએ મૂકીએ તો પણ માનવની સ્વાર્થવૃત્તિએ તે વાદથી ઘણો જ અનર્થ પેદા કર્યો હતો. હિંસામય યજ્ઞયાગાદિ આ વાદથી જ જન્મ પામ્યા હતા. એ અનર્થ એટલે સુધી પહોંચ્યો હતો કે અશ્વમેધ યાગ અને નરમેધ યજ્ઞ કરાતા, લોહી અને ચામડાની (રક્તવતી અને ચર્મણ્યતી) નદીઓ વહેતી હતી.
આ સમયે જનતાને તર્કવાદની ખાસ આવશ્યકતા હતી. તર્કવાદ સિવાય આ અનર્થના જડ-મૂળ નિકળે તેમ ન હતાં. તેવા સમયે પરમકૃપાળુ ભગવાન મહાવીરસ્વામીજી ઉત્પન્ન થયા. તેમણે યુક્તિવાદનો સૂર્ય ઉગાડ્યો અને તર્કવાદીઓને પ્રોત્સાહન આપ્યું. તેઓશ્રી તર્કવાદીઓના પુરોગામી બન્યા, ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રો કેવળ શ્રદ્ધાવાદથી-વેદવચનમાં યુક્તિના અભાવથી આત્મા, સ્વર્ગ, પુણ્ય, પાપ, પરભવ આદિમાં શંકિત થયા હતા તે સર્વને 1 તર્કવાદથી સમજાયેલ શ્રદ્ધાવાદ એ કલ્યાણસાધનનો રાજમાર્ગ છે. તે માર્ગનો પંથ કેવળ
તર્કવાદથી પણ નથી કપાતો તેમ કેવળ શ્રદ્ધાવાદથી પણ નથી કપાતો. એ બને, રથના એકેક ચક્ર જેવા છે. “વખ્યાં વત્તતિ રથ: એ પ્રમાણે બને ચક્રો મળે તો જ આ ધર્મરથ ચાલે છે.
For Private and Personal Use Only