________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
जनवरी-२०१७ છે. આ ઢાળમાં પણ જિનાલયના મૂળનાયકના નિર્દેશ સિવાય કોઈ પણ ઐતિહાસિક સામગ્રી નથી.
ત્રીજી ઢાળમાં શ્રી નેમિનાથ પ્રભુના ચૈત્યની વર્ણના છે. અહીં “યાદવ” શબ્દપ્રયોગ શ્રીનેમિનાથ પ્રભુને ઉદ્દેશીને વપરાયો છે. તે જ રીતે ગિરિવર સંગ’ શબ્દ દ્વારા કવિએ આ જિનાલય ગિરિશિખર પર હોવાનો સ્પષ્ટ અણસાર આપ્યો છે. પ્રાણીઓના કરુણ ચિત્કારથી લગ્નમંડપથી પાછા ફરી ગયેલા નેમિકુમારને પ્રાર્થના કરતી રાજુલની હદયવ્યથાનું વર્ણન કરતાં આ ઢાળના કેટલાક પધો કવિની કવિત્વશક્તિનો પરિચય કરાવે છે. તો ચોથા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચૈત્યની વર્ણના પ્રસંગે મેરૂસમાન ઉન્નત જિનાલયના શિખરની, મૂળનાયકના ડાબા હાથે રહેલ વીરપ્રભુના બિંબની, રંગમંડપની ભવ્ય કોતરણીની વર્ણનાને આપણે ચોથી ઢાળની ઐતિહાસિક વિગતો કહીશું. આ જ ઢાળના બીજા અમુક પધોમાં સુપાર્શ્વનાથ પ્રભુજીના જીવનચરિત્રનું કંઈક ચિત્રણ જોવા મળે છે.
પછીની ઢાળના પ્રારંભિક પધોમાં કવિએ પાંચમાં ચૈત્યના મૂળનાયક ચક્રવર્તી શ્રી શાંતિનાથ પ્રભુની વર્ણના આલેખી છે. વિશેષે તો આ ઢાળમાં કવિએ ચક્રવર્તીની ઋદ્ધિનું ખૂબ જ સરળ શબ્દોમાં બયાન કર્યું છે. અહીં પ્રયોજાયેલ વાર-વહુ શબ્દ વારાંગનાના અર્થમાં વિશેષ ધ્યાનાર્હ છે.
કાવ્યની છેલ્લી ઢાળ મહાલંતડેની છે. અહીં મહાલતડેની જેમ બીજા ચરણને અંતે સુણિ સુંદરે એવું પદ હોવું જોઇએ. આ રાગની મળતી અન્ય દેશીઓમાં બન્ને(૧ તથા ર) ચરણને અંતે કોઈને કોઈ શબ્દ જોવા મળે છે. દા.ત.
નિલુડી રાયણ તરૂ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાયકે ગુણમંજરી, ઉજ્વળ ધ્યાને ધ્યાઇએ સુણ સુંદરી, એહી જ મુક્તિ ઉપાય રે ગુણમંજરીયાના
જો કે આવું જ હશે તેવું અમારૂ કહેવું નથી પણ અન્ય પ્રત મળે તો તે અંગે વિશેષ જાણકારી મળે. આ ઢાળમાં કવિએ અનુક્રમે છઠ્ઠા શ્રી નેમિનાથ પ્રભુના, સાતમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના, આઠમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના તથા નવમાં શ્રીવાસુપૂજ્ય સ્વામી પ્રભુના ચૈત્યના મૂળનાયક પ્રભુનું ખૂબ જ સંક્ષેપમાં વર્ણન ક્યું છે. અહીં પણ ઢાળમાં ઐતિહાસિક કહી
For Private and Personal Use Only