________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદીપુર ચૈત્યપરિપાટી
ગણિ સુયશચંદ્રવિજય આગળ આપણે જોઈ ગયા છીએ કે ચૈત્યપરિપાટી સાહિત્ય એ ખાસ કરી ઐતિહાસિક તથ્યોને રજુ કરતી ગુર્જરભાષા પ્રધાન પધરચના છે. તે-તે ગામના જિનાલયોની, ત્યાંના મૂળનાયકની, અન્ય દેવી-દેવતાદિ મૂર્તિના પરિમાણની, જિનાલયના પ્રતિષ્ઠાપક ગુરુભગવંતની કે જિનાલય નિર્માણ કરાવનાર શ્રેષ્ટિ વિગેરેના પરિવારજનોની નોંધ આ કાવ્યપ્રકારમાં વિશેષ રજુ કરાય છે. પ્રસ્તુત કૃતિ આવી જ એક ચૈત્યપરિપાટી સંજ્ઞક રચના છે પણ અહીં કાવ્યમાં કવિએ ઐતિહાસિક પદાર્થોની ગુંથણી ન કરતાં કેટલાંક તાત્ત્વિક પદાર્થોની જ ગોઠવણ કરી છે. તેથી વિષયની દ્રષ્ટિએ કૃતિ મહત્વપૂર્ણ હોઈ, અહીં તેનું પ્રકાશન કરાયું છે. ખાસ કરીને સંપાદન માટે કૃતિની zerox આપવા બદલ શ્રીમહાવીર વિધાલય મુંબઈના ટ્રસ્ટીઓનો ખૂબ-ખૂબ આભાર.
નડૂલાઈનું મૂળ નામ હતું નારદપૂરી.* પણ આજે તો તે નારલાઈ, નાડલાઈના નામે પ્રસિદ્ધ છે. સંવત્ ૧૬૬૫માં જ્યારે મેરૂવિજયજી મહારાજ અહીં યાત્રા કરવા પધાર્યા, ત્યારે અહીં પ્રાચીન કુલ ૯ જિનમંદિરો હતાં. તેમાંના કેટલાકનો સમયાંતરે જીણોદ્ધાર થયો, તો કેટલાક નવા બન્યાં એમ જુના-નવા થઈ વર્તમાનમાં ૧૧ જિનાલયો આ ગામને શોભાવી રહ્યાં છે. હવે સૌ પ્રથમ આપણે કાવ્યનો ટૂંકો પરિચય મેળવીશું. ચૈત્યપરિપાટી પરિચય
માં સરસ્વતીને તથા ગુરુભગવંતને વંદના કરવા પૂર્વક કવિએ પ્રથમ ઢાળમાં સૌ પ્રથમ શ્રી આદિનાથ પ્રભુના પ્રાસાદની વર્ણના પ્રારંભી છે. જો કે ઐતિહાસિક વિગતોનું આલેખન સાવ નહિંવત્ જેવું છે. બલકે વિશેષે કરી આદિનાથ પ્રભુના ચરિત્રની વાતો જ કાવ્યમાં વર્ણવાઈ છે. બીજી ઢાળમાં કવિ બીજા શ્રીઅજિતનાથ પ્રભુના ચૈત્યની વર્ણના કરતાં પૂજા પદ્ધતિનું તથા પૂજા દ્રવ્યોનું તેમાંય ખાસ પુષ્પોની વિવિધ જાતિનું સુંદર વર્ણન રજુ કરે *ટિપ્પણ પ્રસ્તુત કૂતિમાં નડુલાઈ (નારલાઈ) માટે નારદપુરી શબ્દ પ્રયોજાયો છે. બીજા કેટલાક સ્થળે નાહુલ (નાડોલ) માટે નારદપુરી એવો ઉલ્લેખ મળે છે.
For Private and Personal Use Only