________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
दिसम्बर-२०१६ વીરલા જ આપે છે. જેને જૈન ધર્મની ઉન્નતિ કરવાનો વિચાર નથી અને જે જૈન ધર્મના ઉદ્ધાર માટે આત્મભોગ આપવા તૈયાર નથી, તે તીર્થકરોની આરાધનામાં શું સમજે ? જેઓની નસેનસમાં જૈન ધર્મની ઉન્નતિ કરવા માટે શૂર વ્યાપતું નથી, તેવા જનોનો ધર્મ નિરર્થક છે.
જેમના પૂર્વજોએ જૈન ધર્મના ઉત્કર્ષ માટે તન, મન અને ધન અર્પણ કર્યા હતાં. હજારો દુઃખો સહન કરી જૈન ધર્મની ઉન્નતિ માટે આખી જિંદગી ભેખ લીધો હતો તેમના વંશજો આજે સાવ નિસ્તેજ અને નિષ્ક્રિય થઈ ગયા છે. તેઓની આવી સ્થિતિ જોઈને આંખમાંથી દળ-દળ આંસુ નીકળે છે.
પૂર્વાચાર્યોએ એક શ્વાસોચ્છવાસ પણ નકામો ગાળ્યો નહોતો. જૈન ધર્મની ઉન્નતિ માટે મેદાનમાં યા હોમ કરીને પડ્યા હતા. હજારો દુઃખો સહન કર્યા હતાં. નિરાંત વાળીને જરા માત્ર પણ બેઠા નહોતા. કંચન અને કામિનીથી ન્યારા રહી જૈન ધર્મનાં બીજો બધે વાવ્યાં હતા. અનેક આફતો અને મુશ્કેલીઓ આવવા છતાં પોતાનો ધર્મ ફેલાવવામાં પાછી પાની કરી નહોતી. એમના વંશજો અત્યારે કેવી સાંકડી સ્થિતિમાં આવી પડ્યા છે તે વિચારતાં મોટો નિઃશ્વાસ મૂકવો પડે છે.
તત્વજ્ઞાનની પ્રાપ્તિ અને જમાનાને જાણ્યા વિના સાધુઓમાં અને સાધ્વીઓમાં નવો જુસ્સો આવવાનો નથી. “વાતો કરે વડાં થવાનાં નથી.” ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. જાગ્યા ત્યાંથી પ્રભાત માનો. તમારી શક્તિઓ પુનઃ પ્રાપ્ત કરવા જૈન ગુરુકુળની યોજનાને વધાવી લો. હવે તો બસ ઘણું થયું. આંખો ઉઘાડો અને કાર્ય કરવા લાગી જાઓ. તમારી પાસે જે છે તે સર્વ જનોદ્ધાર માટે છે એમ સંકલ્પ કરો.
જૈનોની શિથિલતાનો લાભ લઈ અન્ય કોમો આગળ પડતી દેખાય છે. આ સમયે જ્ઞાનશૂન્ય કેટલાક જૈનો નકામી તકરારોમાં લાખો રૂપિયાનો ધુમાડો કરે છે અને માંહોમાંહેની ચડસાચડસીમાં લાખો રૂપિયા વેડફી નાખે છે. આ કારણે જ જેનોની સ્થિતિ દરરોજ ઉન્નતિનાં શિખરથી એક બે પગથીયાં નીચે ઊતરતી ઊતરતી છેક તળેટીમાં આવી પહોંચી છે. જૈન બંધુઓએ યાત્રા કરવા માટે દરરોજ ઉન્નતિના શિખરે પાંચ-છ પગથીયાં તો ચઢવું જ જોઈએ.
જેનો જો દયા કરવા ધારતા હોય અને ચાર ખંડમાં દયા વધારવા માગતા હોય તો તેમણે જરૂર ગુરુકુળ સ્થાપવું જોઈએ. વિ.સં. ૧૯૬૬માં હું અમદાવાદથી વિહાર કરીને વડોદરા તરફ જતો હતો. આ સમયે બારેજાની પાસે વગડામાં એક ખ્રિસ્તીઓનું મકાન હતું. આ મકાનમાં હિન્દુઓના આશરે પાંચસો છોકરાઓ
For Private and Personal Use Only