________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
December-2016 ખ્રિસ્તી બનાવેલા હતા. આમાંથી આશરે પચાસેક છોકરાઓ હું ચાલતો હતો ત્યાં આવી પહોંચ્યો.
આ છોકરાઓને પૂછયું કે તમે કોણ છો ? તેઓએ કહ્યું કે અમે ખ્રિસ્તી છીએ. મેં કહ્યું કે તમે તો હિંદુઓનાં સંતાન હતાં. ત્યારે તે છોકરાઓએ કહ્યું કે અમારા પ્રાણ બચાવનારા ખ્રિસ્તીઓ છે. તેમણે અમને કારમાં દુકાળમાંથી ઉગાર્યા છે. હિંદુઓ અને જૈનોને ધિક્કાર છે કે તેઓ પોતાની જાતને બચાવી શકતા નથી. ટીલા ટપકાં, નદીસ્નાન વગેરેમાં ધર્મ માને છે અને મનુષ્ય જાતને બચાવવામાં ધર્મ માનતા નથી. હવે અમને કહેવાથી શું વળે? હવે તો અમે બધાંને ખ્રિસ્તીઓ બનાવવા માટે પ્રાણ આપીશું. - હમણાં જ વિ.સં. ૧૯૬૭ના માગશર સુદ દશમના રોજ વલસાડથી વિહાર કરીને પારડી જતાં વચ્ચે એક ખ્રિસ્તીઓનું મકાન આવ્યું હિંદુઓમાંથી ખ્રિસ્તીઓ બનેલા ઘણા છોકરાઓ મને જોવા ભેગા મળ્યા. એ બધા મારી સામે જોઈને હસવા લાગ્યા. મેં પૂછ્યું કે તમે કોણ છો ? એના જવાબમાં એમણે કહ્યું કે અમે ખ્રિસ્તી છીએ. મેં એમને કહ્યું કે તમે હિંદુઓ હતા, ત્યારે શા માટે ખ્રિસ્તી બન્યા?
એ બાળકોએ કહ્યું કે ખ્રિસ્તી ધર્મ જ ખરો ધર્મ છે અને બીજા ધર્મો ખોટા છે. મેં એમને કહ્યું કે તમે હિંદુ ધર્મના પુસ્તકોનો અભ્યાસ કર્યો હોત તો આવું બોલત નહિ. તમે હિંદુ માતાઓના પેટમાં ઊછર્યા છો. જો અમે વહેલાસર ચેત્યા હોત તો તમને ધર્મભ્રષ્ટ થવા દેતા નહિ.
મારો આ જવાબ સાંભળી છોકરાઓએ કહ્યું કે તમે કેમ વહેલાસર ચેત્યા નહિ ? એમની વાત સાંભળીને મારા મનમાં ઘણું લાગી આવ્યું. મારી સાથે ચાલતા વલસાડ અને પારડીના શ્રાવકો તથા અમારા વિદ્યાર્થીઓને પણ મનમાં ઘણું લાગી આવ્યું.
હે પ્રિયજનો! જુઓ! આપણે કેટલા બધા પાછળ પડી ગયા છીએ ! આનું મુખ્ય કારણ એ છે કે, બ્રહ્મચર્ય ગુણ વડે યુક્ત એવા ગુરુકુળથી સાચા જનો આપણે તૈયાર કરી શક્યા નથી. હે જૈન યાત્રાળુઓ! તમે ખરી યાત્રા કરવા ધારતા હશો, તો ધર્મોન્નતિનું કારણ એવા બ્રહ્મચર્યને ધારણ કરતા જૈન યુવાનો તૈયાર કરશો. આ માટે જૈન ગુરુકુળ સ્થાપવાનો જે વિચાર જણાવ્યો તેને આપ સહુ દિલના પૂરા ઉમંગથી વધાવી લેશો. - દુર્લભધર્મ ઈ.સન ૧૯૮૧ વર્ષ-૧ અંક-૩માંથી સાભાર
(વધુ આવતા અંકે)
For Private and Personal Use Only