SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 20 December-2016 ભાગ મુસ્લિમોના રાજ્યમાં નષ્ટ થયો. તેમજ તે જાળવવા પ્રત્યેની બેદરકારી પણ કારણરૂપ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી તેમજ શ્રી હેમચંદ્રાચાર્યે સાડા ત્રણ કરોડ પ્રમાણ શ્લોક રચ્યાં પણ તેમાંથી ઘણું થોડું મળે છે. મહાસાગરમાંથી એક બિંદુરૂપ ગ્રંથો બચ્યાં છે. તેને સાચવવા જોઈએ, સદુપયોગ કરવો જોઈએ અને સામાન્ય માનવી સમજી શકે તેવા અર્થ સાથે છપાવવા જોઈએ. એ માટે એમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો. એમણે એ જમાનામાં પ્રચલિત મૃત્યુ પાછળ જમણવારના કઢંગા રિવાજ સામે લોકોને સમજાવી અને લક્ષ્મીનો સદુપયોગ કરી જ્ઞાનામૃતનું જમણ આપવા સમજાવ્યાં. અધ્યયન કરવા યોગ્ય ગ્રંથોનું વાંચન કરી લોકો લાભ લે તેવી ભાવના જાગૃત કરી પરિણામ સ્વરૂપે શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના ઘણા લોકો ગ્રંથો છપાવવામાં મદદરૂપ થયાં. શા ભીમશી માણેકના સમયમાં પ્રિન્ટીંગ પ્રેસનું આગમન નવું હતું. તેઓ મુદ્રણકળાનું મહત્વ સમજી શક્યા અને ભારતભરમાં વેરવિખેર પડેલ હસ્તલિખિત સાહિત્યને મુદ્રિત કરવું જરુરી છે એમ જાણ્યું. નહિતર કાળના પ્રવાહમાં જે કાંઈ બચેલું જ્ઞાન છે તે પણ નષ્ટ થઈ જશે. ગુજરાતની મુદ્રણકલાની સ્થાપનાનું વર્ષ સંવત્ ૧૮૬૮ છે. સંવત્ ૧૮૭૮ માં મુંબઈ સરકારે મુદ્રાલય શરૂ કર્યું આ મુદ્રણયંત્રકલાના હિમાયતી ભીમશીભાઈ લખે છે. “હાલના સમયમાં જીર્ણોદ્ધાર કરવા જેવા સાધનો મળી આવે છે તેવા આગળ કોઈ વખતે પણ ન હતાં. પ્રથમ ગ્રંથોનો જીર્ણોદ્ધાર તાલપત્ર પર થયેલો દેખાય છે ને ત્યાર પછી કાગળ ઉપર થયો છે એ અદ્યાપિ સિદ્ધ છે. ચાલતા સમયમાં જ્ઞાનવૃદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન મુદ્રાયંત્રકલા છે એ કળાનો મૂળ પાયો જો કે યુરોપ દેશમાં અન્ય ધર્મીઓના હાથેથી પડ્યો છે તો પણ એ સર્વ લોકોને અતિ ઉપયોગી હોવાથી તેનો તિરસ્કાર ન કરતાં જ્ઞાનવૃદ્ધિની ઈચ્છા કરનારા મનુષ્યોએ અંગીકાર કરવો જોઈએ. પુસ્તક મુદ્રિત કરવાની ઉત્કૃષ્ટ અને સહેલી રીતને ગ્રહણ કરી લેવી જોઈએ. તેમાં કોઈ દોષ નથી પરંતુ મોટું પુણ્યાનુબંધી પુણ્ય છે. કારણ કે જે પરોપકારબુદ્ધિથી પૂર્વાચાર્યોએ જે ગ્રંથો લખ્યાં છે તેને છાના રાખી મૂકવા તે કરતાં જે તે પ્રકારે ગ્રંથો છપાવીને પ્રસિદ્ધ કરવા જોઈએ જેથી અનેક ભવ્ય જીવો જ્ઞાનને પામે અને જ્ઞાનની વૃદ્ધિ થાય.” ન પોતાની આ વાત સમાજના વિદ્વાનો અને ગુરૂભગવંતોના ગળે તેઓ ઉતરાવી શક્યા તેથી આગળ જતાં તેમને સમાજ તરફથી ઘણો સહયોગ મળ્યો. છતાં તેમનો વિરોધ કરનારો પણ રૂઢીચુસ્ત મોટો વર્ગ હતો. For Private and Personal Use Only
SR No.525317
Book TitleShrutsagar 2016 12 Volume 07
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy