SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 21 श्रुतसागर दिसम्बर-२०१६ એમણે સંવત્ ૧૯૨૧ થી ૧૯૨૮ સુધી દેશાવરોમાં ફરીને જૈન સાહિત્યની બહુમૂલ્ય હસ્તલિખિત ગ્રંથોની પ્રતો મેળવવાનું કાર્ય કર્યું અને સંવત ૧૯૨૮ બાદ મેળવેલા ગ્રંથોને શુદ્ધ કરી. ફરી લખાવી સામાન્ય માણસ સમજી શકે તે માટે મૂળ શ્લોકોનો અર્થ અને જરૂરી હોય તો મૂળ ગ્રંથોનું સરળ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું અને ત્યાર બાદ ગ્રંથોને છાપવાનું કાર્ય શરૂ કર્યું. “આ કાર્યમાં ખૂબજ સમય અને રકમનો વ્યય થાય, વળતર મળશે કે નહીં પણ મારે તો જ્ઞાનભંડારમાં દટાઈ રહેલા ગ્રંથોને સમાજ સમક્ષ અને લોકો સમજી શકે એવી લોકભાષામાં રજૂ કરવા છે.” એવી એકમાત્ર ભાવના સંવત્ ૧૯૩૨ થી ૧૯૩૭ ના સમયગાળા દરમ્યાન ભીમશીભાઈએ પ્રકરણરત્નાકરના દળદાર ૪ ભાગ આપ્યાં. જે જૈન સમાજમાં ખૂબજ લોકપ્રિય થયાં. તેની સાથે પાંડવચરિત્રનો બાલાવબોધ, સાથે પ્રતિક્રમણ સૂત્ર, વિવિધ પૂજા સંગ્રહ, સૂયગડાંગ સૂત્ર, સમ્યકત્વમૂલ બારવ્રતની ટીપ આદિ ગ્રંથો પણ છાપ્યાં. સમાજના રૂઢીચુસ્ત વર્ગનો વિરોધ ચાલુ રહ્યો. ખૂબજ દબાણો આવ્યાં છતાં હિંમતથી તેનો સામનો કરી પ્રકાશન કાર્ય ચાલુ રાખ્યું. છપાવેલ ગ્રંથો વિશેષ લોકપ્રિય બને તે માટે શાસ્ત્રો લિપિમાં (દેવનાગરી લિપિ, ગુજરાતી ટાઈપ) છપાવ્યાં. સુંદરમાં સુંદર ટાઈપમાં મોટા સુવાચ્ય વર્ણોમાં પાક્કા પુંઠાવાળા દળદાર આકારમાં ગ્રંથો છપાવ્યાં. પરિણામે એમણે પ્રકાશિત કરેલાં ગ્રંથો લોકોમાં ખૂબજ પ્રચલિત થયાં. શ્રી વિધિપક્ષગચ્છીય શ્રાવકના દેવસિકાદિક પાંચેય પ્રતિક્રમણ સૂત્ર એમણે સંવત્ ૧૯૪૫ માં પ્રકાશિત કર્યા. જૈન શાસ્ત્રોમાં અઘરા વિષયોને બાળજીવો આસાનીથી સમજી શકે તે માટે કથાઓ અને ચરિત્રોના પ્રસંગો પણ ઘણાં આવતાં હોય છે. ભૂતકાળમાં જૈન મહાત્માઓએ અનેક મહાપુરુષોના જીવનવૃત્તાંતોને વિવિધ રાસા દ્વારા પણ લખેલ છે, જેમાં તે વખતની લોકભાષામાં જ તેમની રચના થયેલી છે. તેમાં નવે રસનાં વર્ણનો હોય છે. શા ભીમશી માણેકે આવાં ઘણાં રાસાઓ પ્રકાશિત કર્યા છે. જેમ કે ધન્નાશાલીભદ્રનો રાસ, શ્રી સમરાદિત્ય કેવલીનો રાસ, જેમનાં વચનો આજે પણ પૂજ્ય ગુરૂભગવંતો ચાતુર્માસ દરમ્યાન કરે છે. અંચલગચ્છની ગુરૂપઢાવલીને સૌપ્રથમ પ્રકાશિત કરવાનું શ્રેય શ્રી ભીમશી માણેકને જાય છે. એ પટ્ટાવલીનો આધાર લઈને જર્મન વિદ્વાન્ ડૉ. જહોનસને અંગ્રેજીમાં તેનું પ્રકાશન કર્યું છે. તેઓ કહેતાં કે, ‘જેમ સૈન્ય, કિલ્લા અને કોષાદિક એ રાજ્યનાં અંગો છે. તે અંગો જેટલા પ્રમાણમાં સબળ હોય તેટલા પ્રમાણમાં રાજ્યની પ્રબળતા અને For Private and Personal Use Only
SR No.525317
Book TitleShrutsagar 2016 12 Volume 07
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy