________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન શાસ્ત્રોને પ્રકાશિત કરનાર શા ભીમશી માણેક
ડૉ. રશ્મિ ભેદા પત્રકાર એ હોય કે જે પોતાના લેખન તથા પ્રકાશન દ્વારા લોકજાગૃતિ લાવે અને વર્તમાન જેનોમાં કાંઈક પણ જાગૃતિ – બોધ આપવાની શરૂઆત કરનાર છે શા ભીમશી માણેકનું પુસ્તક પ્રકાશન. આપણે એને પત્રકારત્વનું પરોઢ કહી શકીએ. જ્યારે જૈન શાસ્ત્રો માત્ર તાડપત્ર પર જ લખાય, પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતનો વિચાર સાધુ અને શ્રાવકોના મોટા સમુહમાં પ્રવર્તતો હતો, તેવા કાળે જૈન સાહિત્યને છપાવવાની પહેલ કરવી એ બહુ મોટું સાહસ હતું. ઓગણીસમી સદીના અંતમાં મુદ્રણકલાની શરૂઆત થઈ અને પછી વીસમી સદીમાં મુદ્રણકલાનો વિશેષ આવિષ્કાર થયો. તે કલાનો આશ્રય લઈ ધર્મપુસ્તકો છપાવવામાં પહેલ કરનાર કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના બંધુ શા ભીમશી માણેક હતાં.
ડૉ. કુમારપાળ દેસાઈના શબ્દોમાં જૈન પત્રકાર એટલે શું? તો પત્રકાર એવો હોય જેની પાસે વિરલ અને વિશિષ્ટ એવા જૈનદર્શનમાંથી સાંપડેલી આગવી દૃષ્ટિ હોય, જિનશાસનના વ્યાપક તત્ત્વોનું એની આંખમાં અંજન હોય, જેના ધર્મ પાસેથી પ્રાપ્ત જીવનકલા હોય અને એમાં નિહિત મૂલ્યો માટેની નિષ્ઠા હોય. આવી જ નિષ્ઠા હતી કચ્છ મંજલ રેલડિયાના સપૂત શ્રી ભીમશી માણેકની કે જેના માટે સમગ્ર જૈન સમાજ ગૌરવ લઈ શકે છે. સામાન્ય રીતે એવી છાપ હોય છે કે વાણિયાઓ લક્ષ્મીદેવીના ઉપાસકો છે સરસ્વતીદેવીના નહીં. પણ આ વણિકપુત્રે જૈન સાહિત્યના પ્રસાર અને ઉત્થાનમાં એવું યોગદાન આપ્યું કે જૈન સમાજે તેમને “જૈન શ્રુતપ્રસારક” નું બિરુદ આપ્યું. - જૈન સાહિત્ય જાળવવાના અને પ્રસારના ઉમદા ધ્યેયને વરેલ આ માનવીના જીવન વિશે વિશેષ માહિતી મળતી નથી, એટલે એમણે પ્રકાશિત કરેલ સાહિત્યનું વિવેચન કરતાં એમના જીવન અંગેની જાણકારી લઈશું. જૈન શ્રતનો બહુ મોટો ભાગ નાશ પામ્યો છે તે નાશ પામવાનાં કારણો અનેક છે પણ આજે તેનો જેટલો અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે છે જેનોની શ્રુતભક્તિ. આ અંગે શા ભીમશી માણેક લખે છે, “જૈન સમાજ પર ઉપકાર કરી પૂર્વના મહાન આચાર્યો અને વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યાં, પરંતુ તેમાંનો મોટો
For Private and Personal Use Only