________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
29
श्रुतसागर
नवम्बर-२०१६ જ્ઞાનભંડાર અમદાવાદ દ્વારા ઝેરોક્ષ સ્વરૂપે થયેલ છે. પ્રકાશન વર્ષ ઉપલબ્ધ નથી. વિવિધતીર્થ કલ્પનું પુનઃ પ્રકાશન આશાપુરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર અમદાવાદ દ્વારા ૨૦૬૬ માં ઝેરોક્ષ સ્વરૂપે થયેલ છે.
વિજ્ઞપ્તિ લેખ સંગ્રહનું પુનઃ પ્રકાશન જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા થયેલ છે. પ્રકાશન વર્ષનો ઉલ્લેખ નથી. અકલંક ગ્રંથત્રયનું પુનઃ પ્રકાશન શ્રી ભવાની મુર્તિપૂજક જૈન શ્વેતાંબર સંઘ કોલકાતા દ્વારા વિ.સં ૨૦૬૦ માં થયેલ છે. કથાકોષ. પ્રકરણનું પુનઃ પ્રકાશન પ્રાકૃત ભારતી અકાદમી પુર દ્વારા ઈ.સ. ૨૦૦૮. ઉપસંહાર –
આ ગ્રંથમાળાએ પ્રાચીન ધરોહરમાં શ્રેષ્ઠ ગ્રંથરત્નોને આધુનિક શાસ્ત્રીય પદ્ધતિથી સંશોધિત અને સંપાદિત કરીને પ્રકાશિત છેલ્લી સદીમાં કરેલા અને આ ભગીરથ કાર્ય માટે સમાજના પ્રતિષ્ઠિત મુખી બાબૂ રાયબહાદુર શ્રી ધનપતસિંહજી સિંઘીનો ઉદાર સહયોગ મળેલ છે. “સિંઘી જૈન ગ્રંથમાળા”ની સ્થાપના કલકત્તામાં થયેલ છે. પરંતુ કાલાન્તરે આ કાર્યમાં કહૈયાલાલ મુશીજીનો પણ ખુબ સાથ સહકાર મળવાના કારણે તેના દ્વારા સ્થાપિત “ભારતીય વિદ્યા ભવન”માં આ ગ્રંથમાળાનું કાર્ય સમાહિત થયેલું.
૧૯૪૪માં રાયબહાદુર શ્રી ધનપતસિંહજી સિંઘીના દેહાવસાન બાદ કાર્યમાં થોડી મુશ્કેલી આવેલી પરંતુ તેમના સુપુત્રી શ્રી રાજેન્દ્ર સિંહજી અને નરેન્દ્ર સિંહજી સિંધીની સ્મૃતિમાં તેમની ભાવનાને સમજી આ કાર્ય જિનવિજયજીના જીવનકાળ પર્યત ચાલુ રહ્યું. સમર્પિત વ્યક્તિઓના ચાલ્યા ગયા બાદ આવી યોજનાઓનો અંત થઈ જાય છે. મુનિજી અને મુંશીજીના ગયા બાદ વિરામ લાગી જાય. પરંતુ ૬૦થી વધારે પુસ્તકોનું પ્રકાશન થઈ ચુક્યું હતું અને આ ગ્રંથમાળાએ આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. જે આપણા જૈન સમાજ માટે ગૌરવની વાત છે.
છેલ્લા ૩૦-૪૦ વર્ષોથી શોધક વિદ્વાન વર્ગને આ ગ્રંથમાળાનાં ગ્રંથનો અભાવ ખટકી રહ્યો છે અને ઘણા ગ્રંથો અપ્રાપ્ય થઈ ગયા છે વળી કેટલાક મહત્વપૂર્ણ ગ્રંથ તો સુવ્યવસ્થિત પુસ્તકાલયોમાં પણ ઉપલબ્ધ નથી થતાં.
ઉપરોક્ત ગ્રંથમાળા જે હેતુથી જૈન ધર્મનાં પ્રાચીન પુસ્તકોનાં પ્રચાર-પ્રસાર માટે સ્થપાઈ હતી, તે ખરેખર પ્રશંસનીય છે. આ ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત અમૂલ્ય સાહિત્ય સમાજના ઉત્કર્ષ અને પોષણ માટે પીરસાઈ રહ્યું હતું. સમય જતાં તેમના દ્વારા પીરસાતા આધિદૈવિક-આધિભૌતિક-આધ્યાત્મિક જ્ઞાનની ઉણપ આજના સમાજમાં વરતાઇ રહી છે.
For Private and Personal Use Only