________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવાણી
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી સત્તાએ સર્વ પ્રાણીઓમાં પરમાત્માને દેખવા એ કંઇ બાળકોનો ખેલ નથી. મહાજ્ઞાનીઓ આવી દૃષ્ટિ ધારણ કરીને ખરેખરી અભેદોપાસના સેવવા સમર્થ થઇ શકે છે. આવી ઉત્તમ અભેદોપાસનામાં તન્મય થઇ જવાથી લૌકિક નીતિયો, રીતિયો, લૌકિક વિચારો અને આચારોમાં ભેદ, ખેદ અને ક્લેશનો નાશ થાય છે. અને હૃદયની સ્ફટિકની પેઠે નિર્મલતા થાય છે. વેદાન્તદર્શન સર્વત્ર સર્વને બ્રહ્મ ભાવનાથી દેખવાનો ઉપદેશ આપે છે.
શ્રી મહાવીરપ્રભુએ ઉપદેશેલી અભેદોપાસના સર્વત્ર સત્તાની અપેક્ષાએ પરમાત્મત્વ દેખવાનો ઉપદેશ આપે છે. જૈનદર્શન આવી રીતે સાપેક્ષપણે સર્વત્ર પ્રાણીઓમાં પરમાત્માને દેખવાની સાથે પ્રતિશરીર ભિન્ન-ભિન્ન આત્માનું વ્યક્તિગત અસ્તિત્વ સ્વીકારે છે સર્વજીવો સત્તાએ પરમાત્માઓ છે. અને સર્વજીવોએ પરમાત્મસત્તાને પોતાનામાં દેખવી, અનુભવવી, પોતાનામાં અને અન્યજીવોમાં સત્તાએ પરમાત્માપણું દેખવું, માનવું, ધ્યાવું એ ખરેખરી અભેદોપાસના સેવવા યોગ્ય છે.
સત્તાગ્રાહક સંગ્રહનદૃષ્ટિથી સર્વ પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માઓ રહ્યા છે એવું જ્યારે ભાન થાય છે ત્યારે સર્વજીવોની સાથે ઉત્તમ, ઉદાર, શુદ્ધ પ્રેમ ભાવથી વર્તવાનું મન થાય છે. ખરેખરૂં ઉદાર ચરિત્ર પણ આવી દૃષ્ટિથી પ્રગટ થાય છે. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં પરમાત્માઓને સત્તાએ દેખનારા જ્ઞાનીઓના હૃદયમાંથી રાગદ્વેષ ટળે છે અને સર્વત્ર સર્વથા પરમાત્મ સત્તાને દેખતાં આખી દુનિયા જાણે પોતાનું કુટુંબ હોય એમ ભાસે છે. કહ્યું છે કે સર્ચ નિન: પૂરો વેતિ, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुंबकम्।।
ખરેખર સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મત્વ દેખવાથી સંકુચિત સેવા ભક્તિનો પરિણામ ટળે છે અને તેના ઠેકાણે વિશાલ દૃષ્ટિથી સેવા ભક્તિનો પરિણામ જાગ્રત થાય છે. જે જીવો પરમાત્માઓ થયા છે અને જેઓમાં સત્તાએ પરમાત્મત્વ રહ્યું છે અને ભવિષ્યમાં ગમે ત્યારે પણ જેઓ પરમાત્મપણું પ્રગટ કરશે એવા પ્રાણીઓમાં રહેલી પરમાત્મસત્તાની ભક્તિ સેવા કરવાનું મન થાય છે.
જેઓમાં સત્તાએ પરમાત્મ સત્તા રહી છે તે જીવને મૂકીને જડમાં પરમાત્મત્વ માની શકાતું નથી. સર્વત્ર સર્વથા જીવોના ઔદયિક ભાવ તરફ દૃષ્ટિ ન રાખતાં
For Private and Personal Use Only