________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજિતનાથજિન જન્માભિષેક કલશ
સંપા. સા. શ્રી ગુણદક્ષાશ્રીજી કૃતિ પરિચયઃ- આ કૃતિમાં પ.પૂ. કવિશ્રીએ સંસ્કૃત ગુજરાતીનું સાયુજ્ય કરીને માતા વિયાને પિતા જિતશત્રુ રાજાના કુંવર બીજા તીર્થપતિ શ્રી અજિતનાથ દાદાના જન્માભિષેકનું વર્ણન કર્યું છે. રચનાકાળ કૃતિમાં આપ્યો નથી પરંતુ અનુમાનથી 18મી સદીનો સંભવ છે. સર્વ પ્રથમ- ચ્યવન-ચૌદસ્વપ્ન-ઇન્દ્રાભિષેક-પ્રિયંવદા દવારા બધાઈ અને અંતે કલશ આ ક્રમથી કૃતિ મનોહર લાગે છે. સંસ્કૃત-ગુજરાતીના મિશ્રીતભાષામાં રચિત હોવા છતાં તેનું ગેય મીઠું ને મધુર લાગે છે. જેમકે “તત્રાતિ અરિકરિ કેસરી જિતશત્રુ નરપતિ નામ તસ્યાતિ પ્રમદા પ્રેમ ખાણી રાણી વિજય નામ” આ કૃતિ અદ્યાપિ અપ્રકાશિત હતી. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબામાંથી હસ્તપ્રત મળી છે. તેઓનો આભાર. કૃતિમાં પાઠ જ્યાં બ્રેકેટમાં છે તે પ્રતમાં પણ લાલ રંગથી બ્રેકેટ સાથે આપેલ છે. અહીં પણ તે જ પ્રમાણે મૂકેલ છે.
કર્તા પરિચયઃ- અનેક સ્તવન, સ્તુતિ, સઝાય અને પૂજા આદિના રચયિતા એવા પૂ. શ્રી રૂપવિજયજી મહારાજથી આજે કોણ અજાણ છે. તેઓ દ્વારા રચિત લોકભોગ્ય દેશી ભાષાનું સુમધુર સાહિત્ય આજે વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પ્રતિક્રમણમાં સઝાયો ગવાય છે. દેરાસરોમાં સ્તવનો, પૂજાઓ આદિ દ્વારા રૂપવિજયજી મહારાજ આજે ઘર-ઘરમાં ને ઘટ-ઘટમાં ગાજતા અને ગુંજતા જોવા મળી રહ્યા છે. વિશેષમાં પ્રાયઃ ૧૮૦ વર્ષથી વધુ પ્રાચીન અમદાવાદમાં પ.પૂ.પં. રૂપવિજયજી મહારાજ ડહેલાનો જૈન ઉપાશ્રય આજે પણ શોભી રહ્યો છે. એ જ રૂપવિજયજી દ્વારા પ્રસ્તુત કૃતિની રચના થવા પામી છે.
પ્રત પરિચયઃ- આ.શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત પ્રત ક્રમાંક ૪૧૪૫૭ ના આધાર પર આ કૃતિનું સંપાદન કરેલ છે. આ પ્રતની સ્થિતી મધ્યમ અને સંપૂર્ણ છે. કિનારી વધુ વપરાશને કારણે થોડી ખંડિત થયેલી જણાય છે. પત્ર સંખ્યા ૧ થી ૩, પ્રતની લંબાઈ-પહોળાઈ ૨૬૮૧૩ સે.મી. અને એક પાનામાં લાઈન સંખ્યા ૧૨ છે. એક લાઈનમાં અક્ષરોની સંખ્યા પ્રાયઃ ૩૮ છે. પ્રતિલેખન પુષ્પિકો ન હોવાથી પ્રતના લેખક વગેરેની માહિતી ઉપલબ્ધ નથી. પ્રતનો સમય વિક્રમની ૨૦વી સદી કહી શકાય. અક્ષર બહુ સુંદર નહીં અને બહુ ખરાબ પણ નહીં, પ્રમાણમાં વંચાય તેવા મોટા અને સારા છે. હુંડીમાં કૃતિનો નામોલ્લેખ જોવા મળે છે. વિશેષ પાઠ, અંક તથા દંડ લાલ સ્યાહીથી ઉલ્લિખિત છે.
For Private and Personal Use Only