________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાણા તીર્થના કેટલાક પ્રાચીન લેખો
મુનિશ્રી સુયશચંદ્રવિજયજી રાજસ્થાન એટલે તીર્થોની ભૂમિ. અમારો આ વખતનો વિહાર રાજસ્થાનમાં હતો. નવી ભૂમિની સ્પર્શનાનો આનંદ પણ હતો. તેથી જ તે-તે પ્રાંતના વિભિન્ન તીર્થ સ્થાનોના, ત્યાં રહેલા જિનાલયોના, ઉપાશ્રયો તેમજ જ્ઞાનભંડારોના ઈતિહાસને વાંચી ત્યાંની પ્રાચીન સમૃદ્ધિ અંગેની કેટલીક અટકળો વિચારી રાખી હતી. તે સંબંધિ સાહિત્ય પણ ભેગુ રાખ્યું હતુ. પરંતુ રાજસ્થાનમાં પ્રવેશતા જ પ્રાચીનતા અંગેનો અમારો અભિગમ મૂળથી બદલાઈ ગયો. જ્યાં ભવ્ય દરવાજાફરતા કોટથી શોભતા નગરો હતા ત્યાં અત્યારે શહેરીકરણ થયેલું દેખાયું.
પ્રાચીન ઇંટ-ચૂનાના બનાવેલા જિનાલયો જિર્ણોદ્ધાર પામી નવા આરસના સ્થાપત્યમાં ફેરવાયેલા જોયા. ઉપાશ્રયોની હાલત ક્યાંક મરમ્મતના અભાવે કાં તો ખંડેરમાં ફેરવાયલી હતી કાંતો આમૂલચૂલ પરિવર્તન પામી ભવ્ય છતાય વસવાટના અભાવે ભેંકાર રાજમહેલ જેવી લાગી. અને જ્ઞાનમંદિરો તો ક્યારે નાશ પામ્યા કે ક્યાં ફેરવાઈ ગયા તેની તો ત્યાંના સ્થાનિક લોકોને પણ ખબર નથી તો અમને ય શું ખબર પડે? કાળના બદલાતા પ્રવાહમાં કેટલુ બધુ બદલાય જાય તેની ખરી સમજણ આ બધુ જોતા-અનુભવતા પડી. અહીં આપણે આવા બદલાતા પ્રવાહમાં પણ જેમણે પોતાની પ્રાચીન ધરોહરને સાચવી રાખી છે તે નાણા જિનાલય સંદર્ભે થોડુ જાણીશું.
નાણા-દિયાણા-નાંદિયા, જીવિસ્વામિ વાંદિયા' આ લોકોક્તિ અનુસાર જીવિતસ્વામિજીની પ્રતિમાથી શોભતું નાણાનું મહાવીરસ્વામી પ્રભુનું જિનાલય વિદ્વાનોના મતે ૧૬મી સદી પૂર્વેનું સ્થાપત્ય છે.
જિનાલયની વિશાળતામાં જ તેની પ્રાચીનતાની છાપ દેખાય આવે છે. શિખર અને ઘુમ્મટ બન્નેનો આકાર ઊંચો હોઇ ઘણો ભવ્ય લાગે છે. મૂળનાયક તરીકે સં. ૧૫૦૫ની મહાવીરસ્વામીની પ્રાયઃ ૫૧ ઈંચની ભવ્ય પ્રતિમા છે. તે સિવાય પણ ગોખલામાં, ગૂઢમંડપમાં, પ્રદક્ષિણામાં પણ કેટલાક જિનબિંબો પ્રતિષ્ઠિત છે.
પ્રાચીન અવશેષોમાં વર્ષો પૂર્વે અહીં ગામની બહારની નદીમાંથી મળી આવેલા કેટલાક પબાસણો, પરિકરો તથા તોરણાદિ અવશેષો છે. જો કે વહિવટદારોની અણસમજને કારણે તે અસ્તવ્યસ્ત પડ્યા હતા. ઐતિહાસિક દૃષ્ટિએ તે સ્થાપત્ય
For Private and Personal Use Only