________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
May-2016
હાલો.૨
શુભવીરવિજયજી કૃત
શ્રી વીરજિન હાલરડું માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણું રે, બોલે હાલો હાલો હાલરવાના ગીત; સોના રૂપાને વલી રતને જડીયું પારણું રે, રેશમ દોરી ઘુઘરી વાજે છમછમ રીત, હાલો હાલો હાલો વાલા નંદન વીરને રે.... પોઢો પોઢો મારા પુત્ર પનોતા પારણે રે, માતા ત્રિશલા બોલે વાલા રાજકુમાર; મુજને વાલા છો મારા વિચામાનું ઠામ, વીરલા વ્હાલા છો મારા આતમના આધાર... સોહે મુખડું જાણે શરદ પૂનમનો ચંદ્રમા રે, મૃગદીય ન્યણાં દીસે હેજાલા હુંશિયાર; લંછન જમણી જંઘે ચિન્હ સિંહ શોભતો રે. જેહ મેં પહેલે સપને દીઠો રાત મઝાર. દીઠા ચઉદ સુપન તે ચક્રી કે જિનરાજને રે, વીત્યા બારે ચક્રી ને અધ ચક્રીરાય; ગણધર વચને ઓળખ્યા ચોવીશમાં ભગવંતને રે, છો તમે ત્રણજ્ઞાની પ્રભુ ભવ દરિયાની પાલ. તનું સહસ આઠ લખ ગુણ ગણ તારણ કાજ, મારી કુખે આવ્યા ત્રણ ભુવન સૂરરાજ; મારી કુખ તણી તે ઘણી વધારી લાજ, હું તો પુણ્ય પનોતી ઈન્દ્રાણી થઈ આજ. ગર્ભે વર્ધમાનજી તેથી સૌ વાનો વધે રે, ઉઘડ્યા ભાગ્યજીવન વુક્યા અમરત મેહ; આંગણે આંબો મોર્યો, ઉજવાલ્યો કુળ બારણે રે, દીપે સોનાવરણી સુંદર તારો દેહ.
હાલો.૩
હાલો.
હાલો. ૫
હાલો.૬
For Private and Personal Use Only