SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિજયલક્ષ્મીસૂરિ રાસ પ્રસ્તાવના સંશોધક-મુનિશ્રી સુયશચંદ્રવિજયજી વિજયલક્ષ્મીસૂરિ-કૃતિગત પરિચય ભટ્ટારક વિજયાણંદસૂરિજીની ઉજ્વળ પરંપરામાં ભટ્ટારક શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિદ્વાન તેમજ પ્રભાવક આચાર્ય હતા. તેમનો જન્મ મારવાડના પાલડી ગામે પોરવાલશ્રેષ્ઠિ હેમરાજની પત્નિ આણંદના પુત્રરત્ન રૂપે થયો. બાળક ગર્ભમાં આવ્યું ત્યારે માતાએ સ્વપ્નમાં સ્વર્ણનો મેરૂપર્વત જોયો. ‘તમારો પુત્ર રાજાઓને પણ વંદનીય બનશે' એવું સ્વપ્ન ફળ સદ્ગુરૂ ભગવંત પાસેથી જાણી માતા-પિતા બાળકનું રત્નની પેઠે પાલન કરવા લાગ્યા. એકવાર ૬ વર્ષના પુત્રને લઇ હેમરાજ તીર્થયાત્રા કરતા રાજનગર (અમદાવાદ) આવ્યા અહિં દેવદર્શન કર્યા બાદ વ્યાખ્યાન શ્રવણ કરવા માટે પિતા-પુત્ર ઉપાશ્રયમાં ગયા ત્યારે ત્યાં બેઠેલા શ્રીસંઘે હેમરાજના તે પુત્રના લક્ષણો પરથી તેને ઉત્તમ જાણી પિતા પાસે તે બાળક ગુરુભગવંતને વ્હોરાવવા વિનંતી કરી. પિતાએ પણ અહોભાગ્ય સમજી શ્રી સંઘની વિનંતી સ્વીકારી તે બાળક ગુરૂભગવંતને સોંપ્યુ. ઝમાબાઈ નામની શ્રાવિકા તે બાળકની આહારાદિકની વ્યવસ્થાનું ધ્યાન રાખતી. થોડા સમય બાદ બાળકને વધુ વિદ્યાભ્યાસ કરાવવા માટે શ્રીસંઘે સુરત આ.શ્રી. વિજયસૌભાગ્યસૂરિ પાસે મોકલ્યો. ગુરૂભગવંત પાસે રહી તે બાળક આવશ્યક, કોશ, વ્યાકરણ, જ્યોતિષ, ન્યાય વિગેરે વિષયના ગ્રંથો ભણી તેમાં પ્રવિણ થયો. બાળકને સાથે લઇ વિહાર કરતા ગુરુ વિજયસૌભાગ્યસૂરિ એક વાર સીણોર પધાર્યા બાળકને દીક્ષા યોગ્ય જાણી સૂરિજીએ શ્રીસંઘને તે બાળકનો દીક્ષામહોત્સવ કરવા પ્રેરણા કરી. શ્રીસંઘે ઘરે ઘરે બાળકના વારણા કરાવ્યા. છીતા વસનજી તથા છીતા સાહે જેવા શ્રાવકોએ વરઘોડા-પ્રભાવના વિગેરે કાર્યો કરવા દ્વારા તે બાળકના દીક્ષા મહોત્સવમાં ઘણું દ્રવ્ય ખર્યું સં. ૧૮૧૪ના મહા સુદ ૫ ના શુક્રવારે ગુરુ સૌભાગ્યવિજયજીએ દીક્ષા આપી તે બાળકનું સુવિધિવિજય એવું નામ પાડ્યું. દીક્ષા બાદ ૪ મહિનામાં જમુનિસુવિધિવિજયને નિર્મળ ચારિત્રપરિણતિવાળા For Private and Personal Use Only
SR No.525309
Book TitleShrutsagar 2016 04 Volume 02 11
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy