________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરભાવમાં પડવાથી હાનિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી
રાગદ્વેષરૂપ પરભાવમાં પડવાથીમનનીચંચળતાથાય છે. પરભાવમાં પડવાથી ઇર્ષા, દ્વેષ, નિન્દા, ખટપટ, ખંડન મંડન, અને પરના દોષ દેખવાનો દૃષ્ટિનોવ્યાપાર વગેરે દુર્ગુણો ઉત્પન્ન થાય છે અને તેથી વાસ્તવિક શાન્તિ પ્રાપ્ત થતી નથી. સાધુઓ પરભાવમાં પડીને રાગદ્વેષ વિકલ્પ સંકલ્પ શ્રેણિમાં ન પડાય તેની કાળજી રાખે છે અને સ્વસ્વભાવમાં રમણતા કરવા માટે મનુષ્યોના પરિચયથી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આત્મજ્ઞાનપૂર્વક વૈશ્ચયિક ચારિત્ર્ય પરિણતિવડે પરિણમિતસાધુ, વ્યવહાર ધર્મ ક્રિયાઓને સ્વાધિકાર પ્રમાણે કરતો છતો પરભાવ રમણરૂપવિકલ્પ સંકલ્પ પ્રપંચ ન પડાય તેનો ઉપયોગ રાખે છે અને પરભાવ રમણ વિકલ્પ સંકલ્પના કારણોના સમૂહ મધ્યે સ્થિત છતાં પણ તેમાં નૈશ્ચયિકચારિત્રપરિણતિ બળવડે પરભાવમાં પડી શકતો નથી. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા કરવી એ સમાધિજ છે.
નિર્ભય સ્વરૂપ આત્મા છે. ભય એ આત્માનો શુદ્ધ ધર્મ નથી તેથી ગમે તેવી અવસ્થામાં પોતાના આત્માને નિર્ભય રાખવો. દેહ અને દૃશ્ય પદાર્થોમાં હું એવી સ્ફુરણા ઉઠે છે તેમાંથી હું એવી વૃત્તિ કાઢી નાખવાથી આત્માની શુદ્ધતાનો અનુભવ આવે છે. દુનિયાથી કદિ બીવું નહિ. પોતાના આત્મધર્મનો ખ્યાલ કરવો એજ ઉત્તમ લક્ષ છે. જ્ઞાનીને અનેક વિપત્તિયો આવે છે પણ તે વિપત્તિયોને ગણતો નથી, કારણ કે વિપત્તિયોથી પોતે ઘડાય છે અને પોતાના જ્ઞાનને પક્વ કરી શકે છે. જ્ઞાનવડે અનેક પદાર્થો દેખી શકાય છે તેથી જ્ઞાનીને આનન્દ થાય છે. બાહ્યની ગમે તેવી વિપત્તિના પ્રસંગમાં પોતાના આત્માને બાહ્યની અસર થતી નથી એમ દૃઢ ભાવ ધારવો. પોતાના સંબંધી અર્થાત્ બાહ્યથી શરીરના સંબંધને લેઇ નામોચ્ચારણ પૂર્વક કોઇ ગમે તે બોલે તે વખતે એવી રીતે વિચાર કરવો કે નામ અને રૂપથી હું ભિન્ન છું. જે જે નામો પાડેલાં છે તે મારાં નથી. જે જે રૂપી પદાર્થો છે તે મ્હારા નથી. નામ અને રૂપથી હું ભિન્ન છું. નામ અને રૂપથી ભિન્ન એવા મારા સ્વરૂપને દુનિયા જાણી શકતી નથી. જે મ્હને ખરી રીતે જાણે છે તે તેને જાણે છે. જે આત્માને જાણે છે તે પોતાને તથા પરને જાણે છે તેથી તે આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની નામ રૂપના પ્રપંચમાં અહંવૃત્તિ ધારતો નથી અને તે અહંવૃત્તિનો પરજીવો પર આક્ષેપ કરતો નથી. જે આત્માને જાણે છે તે બાહ્ય વસ્તુઓમાં વા બાહ્ય પ્રપંચોમાં રાચતો માચતો નથી. હું આત્મા છું, સત્તાએ સિદ્ધનો ભ્રાતા છું. સત્તાએ મ્હારામાં
For Private and Personal Use Only