________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુરુવાણી
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી
પ્રભુનો સાચો ભક્ત પ્રભુના વિરહમાં કેવો વિહ્વળ બની જતો હોય છે, પ્રભુ સાક્ષાત નથી, સીમંધરસ્વામી દૂર છે. આ કાળે તો પ્રભુ પ્રતિમા જ સાક્ષાત ભગવાનની ગરજ સારે છે, તે પ્રતિમા પણ ન હોય તો શું થાય? વર્તમાનમાં થયેલ ચોરીથી સમજી શકાય છે. ગર્ભમાં રહેલ પ્રભુએ માતાની વેદના સાંભળેલ તેમ ભક્તોની વેદના સાંભળી પ્રભુ પાછા આવી પણ ગયા. સાચા અંતરની સંવેદના હોય તો શું નથી થતું! એવી જ સંવેદના સભર એક કૃતિ અત્રે પ્રસ્તુત કરીયે છીયે.
પ્રભુ વિરહોદ્દાર
શિખરિણી
રૂચેના બીજે તો, પ્રભુ તુજ વિના કોઈ સ્થલમાં, મતિને આંખો તું, મુશિર તુંહિ સર્વ તુંહિ છે. મલો વ્હેલા પ્યારા, તુંહિ તુંહિ સ્મરું સર્વ સમયે. બધાનો બેલી તું, પ્રભુ! તુજ વિના દુઃખવસમાં. નિહાળું આકાશે, તુજ ગુણ સ્મરી પ્રેમમય થૈ, નિહાળું જો તિચ્છું, ઉપવન ગિરિ વૃક્ષ નદીઓ. સકલમાં શોધું હું, પ્રભુ! પ્રભુ! સ્મરી એક દિલથી, અરૂપી જ્યોતિનું, સહજ ઉપયોગે દિલધર્યો. હવેથી ના ચાલે, પ્રિય મુજ પ્રભો! એક ઘડીએ, નિરાગીને સેવી, સહજપદની ઋદ્ધિ વરવી. અમારા સિદ્ધાંતો, કદિ નહિ ફરે કાર્ય કરશે, ભલા ભાવે મળવું, નિજ વપુ રહ્યો નાથ નિરખી. ખરી શ્રદ્ધા યોગે, અનુભવ થયો શુદ્ધ પ્રભુનો, થશે ના તું દૂરે, શુભ બળથકી સ્વૈર્ય વધશે. ટળે કર્મો સર્વે, પ્રભુ મુજ કરે શિઘ્ર ચઢશો, વહો “બુધ્યબ્ધિ” ની હૃદય સ્ફુરણા મુક્તિ પથમાં.
ૐ શાન્તિઃ ૐ શાન્તિઃ ૐ શાન્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૧
૨
૩
૪
સંવત્ ૧૯૬૮ ચૈત્ર સુદિ ૯, પાદરા.