________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખરો એ પ્રેમ પ્રેમીનો
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી
અમીની આંખ જોવાથી, હૃદય તળપી રહે મળવા સમર્પણ સર્વનું જેમાં, ખરો એ પ્રેમ પ્રેમીનો. સુખે સુખી દુઃખે દુઃખી, વિપત્તિમાં રહે સાથી નથી જ્યાં સ્વાર્થનો છાંટો, ખરો એ પ્રેમ પ્રેમીનો. રોગરગમાં વસે પ્રેમી, હૃદયનો ભેદ નહિ ક્યારે ખડાં રોમો દિઠે થાવે, ખરો એ પ્રેમ પ્રેમીનો. કરે નિષ્કામથી સઘળું, ગણે નહિ માહરૂં કે તાહરું ભલામાં ભાગ લેવાનો, ખરો એ પ્રેમ પ્રેમીનો. દગાબાજી નથી કિંચિત્, નથી પરવા નથી લજ્જા અભેદોપાસના વર્તે, ખરો એ પ્રેમ પ્રેમીનો. જણાવાનું ખરૂ નક્કી, ત્યાજાવાનું બુરૂ બાકી ભજાવાની પ્રભુ ભક્તિ, ખરો એ પ્રેમ પ્રેમીનો. મળે તે સંપીને ખાવું, વપુથી ભેદ નહિ મનમાં વિચારોનો સુધારો જ્યાં, ખરો એ પ્રેમ પ્રેમીનો. ફરે બ્રહ્માંડ જો સઘળું, તથાપિ સ્નેહ નહીં છુટે છુટે જો પ્રાણ શી પરવા, ખરો એ પ્રેમ પ્રેમીનો. નથી ન્હાના નથી મોટા, સદા જ્યાં ઐક્યતા છાજે રીસાવાનું ગયું સ્વપ્નું, ખરો એ પ્રેમ પ્રેમીનો. શરીરો ખાખ જો થાવે, થએલા પ્રેમની વૃદ્ધિ બધું પરમાર્થનું કરવું, ખરો એ પ્રેમ પ્રેમીનો, છુપાતા દોષના ઢગલા, ગુણોનો થાય ફેલાવો અનુપમ સુખનું ઝરણું, ખરો એ પ્રેમ પ્રેમીનો. વિષય ભિક્ષા ટળે ઈચ્છા, નથી જ્યાં વાસના હોળી સદા સાત્વિકતા પ્રગટે, ખરો એ પ્રેમ પ્રેમીનો. મળ્યું કે ના મળ્યું તો શું, નથી સન્માનની ઈચ્છા બુધ્યબ્ધિ તન્મયીમૂર્તિ, ખરો એ પ્રેમ પ્રેમીનો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
||૧||
11211
11311
||૪||
પા
:
11511
11911
!!!
શાળા
119011
||૧૧||
119211
।।૧૩।।
(કર્મયોગ કર્ણિકામાંથી સાભાર)