________________
Shri Mahavir Jain Aradhana Kendra
SHRUTSAGAR
www.kobatirth.org
5
શ્રુતદેવીને
પદો ત્હારાં સદા પૂજું, અવજ્ઞા ભીતિથી ધ્રૂજું; સદા સેવક બન્યો તારો, કૃપા લાવી ગણો મ્હારો. ભલી પૂજા કરૂં ત્હારી, હૃદય મૂર્તિ બની મ્હારી; હૃદયને ઠારનારી તું, ઉપાધિ ટાળનારી તું. હને દેખે સકલ રોમો, ખડાં થાતાં હૃદય હર્ષે; હૃદયમાં વાસ કરવાથી, અનુભવ વૃષ્ટિયો વર્ષે. ન્હને સેવે મળી શાન્તિ, હૅને સેવે ટળી ભ્રાન્તિ; થયું અદ્ભુત આનન્દે, પડું ના દ્વૈતના ફન્દે. અહો તું પ્રાણથી પ્યારી, જઉ તુજ પર સહુવારી; અભયનિઃખેદ ધરનારી, સહજ આનન્દ કરનારી. સદા મશ્કુલ થયો તુજમાં, અનન્ય પ્રેમ છે તુજમાં; સદા એ મન્ત્રથી ધ્યાવું, સ્મરણમાં તેજને લાવું. ધરે તું બ્રહ્મલીપીને, નિરક્ષર ભાવ જીપીને; સદાની શાન્તિ કરનારી, હૃદયક્ષેત્રે વિચરનારી. સહજ સમ્યક્ત્વ દેનારી, મધુરા બોલ કહેનારી; થઈ પ્રત્યક્ષ તું દેવી, હૃદયથી મ્હેં તને સેવી. અનુપમ વર્ણ ધરનારી, કરી ત્હારી ભલી યારી; અનુપમ ધર્મની ક્યારી, ધરી પ્રીતિ સદા ત્હારી. સદાનો તુજ પૂજારી, ખુમારી ચાખતો ન્યારી; ઉલટ આંખે સહુ દેખું, અલખનિજ વ્યક્તિને પેખું. સદાની બ્રહ્મ ખુમારી, ચઢી તે નહિ ઉતરનારી; બુધ્યબ્ધિ હર્ષ કલ્લોલે, સ્તવે શ્રુતદેવતા બોલે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી
For Private and Personal Use Only
July-Aug-2015
૧
૨.
૩
૪
૫
૬
૮
૯
૧૦
૧૧