________________
Shri Mahavir Jain Aradhana Kendra
SHRUTSAGAR
www.kobatirth.org
8
ગુરુવાણી
જ્ઞાન અને ક્રિયાના સહયોગથી મોક્ષપ્રાપ્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OCTOBER-2014
આચાર્ય પદ્મસાગરસૂરિ
* રૂપી પદાર્થોની પાછળ અરૂપી તત્ત્વ કામ કરી રહેલ છે. અરૂપી આત્મા વગર રૂપી શરીરની કિંમત કંઈ જ નથી. જે નથી દેખાતું તે જોવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સાથે ક્રિયા, સ્વાધ્યાય અને ધ્યાનની આવશ્યકતા છે.
* ક્રિયામાં રસમગ્ન બનવા માટે જ્ઞાનના અભ્યાસની જરૂર છે. આત્માની વાત અભ્યાસથી જાણવાની-સમજવાની જરૂર છે. ‘સૂત’ શબ્દના અનેક અર્થ થાય છે તો તે શબ્દના અર્થનું જ્ઞાન હોય તો ક્રિયામાં અનેરો આનંદ પ્રગટે છે. શબ્દ અને અર્થને લક્ષમાં રાખીએ તો દરેક ક્રિયા સુંદર ફળ આપે છે.
* જીવનમાં લક્ષ ન હોય તો કટોકટી પ્રસંગે માનવ હામ હારી જાય છે, દામ ખોઈ નાખે છે અને તેના કામનાં કોઈ ઠેકાણાં હોતાં નથી તેથી તે થાકી જાય છે જે એકને (આત્માને) જાણે છે તે બધાને જાણે છે. લક્ષથી માણસ જીવનમાં આગળ વધી જાય છે.
* જેની આંખો સ્થિર નથી તે નિશાનને વીંધી શકતો નથી. ભણવા બેસો ત્યારે મનને સ્થિર કરીને ભણશો તો જ્ઞાન યાદ રહી જાય છે. દુધ પણ સ્થિર રહે તો દહીં બની શકે છે. જ્યાં સ્થિરતા છે ત્યાં જમાવટ છે, માટે લક્ષની આવશ્યકતા પ્રથમ છે.
ૐ ધર્મને જીવનનું લક્ષ બનાવો. તેનું જ્ઞાન મેળવો. તદાનુસાર ક્રિયા કરો તો જીવન ધર્મમય બની કલ્યાણકારી બનશે. રસપૂર્વકની ક્રિયાથી ધર્મમાં રુચિ જાગ્રત થાય છે. દોડાદોડ કરી જે તે ક્રિયા કરવાથી ધર્મમાંથી રસ ઓછો થઈ જાય છે.
* જીવનમાં ધર્મ સમજીને વિચારીને કરવાનો છે. લક્ષસહિત કરેલ ધર્મ ક્રિયાના મિશ્રણથી રસમય તેમજ ફળદાયી બને છે.
* પ્રભુ સાથેનાં લગ્ન અખંડિત છે. જ્યાં નથી વિયોગ કે વિરહ. સંસારનાં લગ્ન ખાંડનાં રમકડાં સમાન છે.
For Private and Personal Use Only
* જ્ઞાનને લક્ષમાં લઈ ક્રિયા કરવાથી એક શ્વાસોચ્છ્વાસમાં મેરુપર્વત જેટલા કર્મોનો નાશ કરે છે. આમ જ્ઞાન પ્રકાશ છે. તે પ્રકાશ અનેક ક્રિયામાં જોડે છે ને જ્ઞાન તથા ક્રિયાના સહયોગથી મોક્ષપ્રાપ્તિ થાય છે.