SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर - ३६ બીજો એક પ્રશ્ન એ હતો કે મોટા શહેરમાં વધુ અભ્યાસ અર્થે જનારા બાળક માટે રહેવા-જમવાની વ્યવસ્થા શી રીતે કરવી? ગુરુદેવ બુદ્ધિસાગરસૂરિજીએ જૈન શ્રેષ્ઠીઓને વિનંતી કરી અને અમદાવાદ, વડોદરા, વગેરે નગરોમાં શ્રેષ્ઠીઓએ ત્વરિત નિર્ણય લઇને બોર્ડિંગ સ્કુલો તૈયાર કરાવી જેનો આજે પણ ઘણા વિદ્યાર્થીઓ લાભ લે છે. ગુરુદેવે પાલિતાણામાં વ્યવસ્થા અને ફંડના અભાવે બંધ પડવાની સ્થિતિમાં આવી ગયેલ શ્રી યશોવિજય જૈન ગુરુકુળને નવજીવન બક્યું. ભવિષ્યની પ્રજા શિક્ષણ પામી તેજસ્વી થાય એ માટેના આ સર્વ પ્રયત્નો તેમણે કર્યા. આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરિજી વર્ગભેદમાં માનતા ન હતા. મહેસાણાના સૂબાને વિનંતી કરીને ૩પ૦૦૦/- નું ફંડ એકત્ર કરી હાઇસ્કુલની સ્થાપના કરાવી. તેઓ સ્ત્રી શિક્ષણના ખૂબ જ હિમાયતી હતા. તેમણે કર્મયોગ ગ્રંથમાં ખાસ બહેનો માટે લખ્યું છે કે - “સ્ત્રી જ ધર્મ, કોમ તથા સમાજને ઉપર લાવવા શક્તિમાન છે. જો જૈન કોમમાં શ્રીમતી એનીબેસંટ જેવી વિદૂષી કર્મયોગિનીઓ નહીં પાકે તો જૈન સમાજની પ્રગતિ રૂંધાશે” આમ ગુરુદેવે નારીશક્તિથી જ સમાજ અને દેશ આગળ વધી શકે એમ આજથી ૧૦૦ વર્ષ પહેલાં જ કહ્યું હતું. તે સમયના નાના મોટા રાજવીઓ ગુરુદેવના સંપર્કમાં રહેતા અને તેમનો ઉપદેશ ગ્રહણ કરતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે ગુરુદેવની કીર્તિ સાંભળી અને તેમને મહેલમાં પધારવા આમંત્રણ આપ્યું. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી, મહારાજા ગાયકવાડના નિમંત્રણનો સ્વીકાર કરી લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા પધાર્યા. અહીં ગુરુજીએ બે કલાક વ્યાખ્યાન આપ્યું. એ પ્રવચનમાં એમણે આત્માની ઉન્નતિ, રાજા-પ્રજાનો ધર્મ, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, સાધુ ધર્મ, વ્યવહારિક અને આધ્યાત્મિક ઉન્નતિ જેવા વિષયોને આવરી લીધા. આ પ્રવચનમાં તેમણે આત્મિક ગુણોના વિકાસ માટે માનવી એ શું કરવું તે સવિશેષપણે સમજાવ્યું. સદ્ગુણોથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે. આત્માની ઉચ્ચદશા પ્રાપ્ત કરવી હોય તો અશુભ કર્મ બાંધવા નહિ તથા જે અશુભ કર્મનો બંધ થયો હોય તેને સમતાભાવથી ખપાવવા. વડોદરાના રાજમહેલમાં યોજેલ એ ખાસ સભામાં દરબારના પંડિતો, શાસ્ત્રીઓ, For Private and Personal Use Only
SR No.525286
Book TitleShrutsagar Ank 2014 01 036
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2014
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy