________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજનું શિક્ષણ અને
સાહિત્ય જગતમાં યોગદાન
ડૉ. રેલ્વકા પોરવાલ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધિના શિખરે બિરાજમાન કરવામાં જૈન સાધુઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું. તેમાં આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું પ્રદાન સવિશેષ કહી શકાય કારણ કે તેમણે ગુજરાતી સાહિત્યને ૧૦૦ થી વધુ અણમોલ ગદ્યપદ્ય કૃતિઓની ભેટ ધરી. તેમનું લેખન બોધદાયક, પ્રકૃતિ વર્ણનથી ભરપુર અને હૃદયના ઊંડાણમાંથી ઉદભવેલું હતું. નાના-મોટા મળી ૧૪૦ જેટલા પુસ્તકોમાં જૈન તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, પૂર્વાચાર્યો, યોગ, અધ્યાત્મજ્ઞાન, ચોવીસી, ભજનસંગ્રહો વગેરે અખૂટ જ્ઞાન ખજાનો ભર્યો છે.'
ગુજરાતી ભાષામાં ઇતિહાસ અને પુરાતત્ત્વના ગ્રંથોની ભેંટ પણ બહુમૂલી કહી શકાય કારણકે એમના ગ્રંથોના સંદર્ભ મોટા મોટા વિદ્વાનોએ પણ પોતાના પુસ્તકોમાં આપ્યા છે. એમાંના બે-ત્રણ નામ આ પ્રમાણે છે - જૈન ધાતુપ્રતિમા લેખ સંગ્રહ, જૈન શ્વેતાંબર ગ્રંથ ગાઇડ, ભારતની પ્રાચીન-અર્વાચીન સ્થિતિ અને વિજાપુર બૃહત્ વૃત્તાંત. આ સિવાય વિવેચનોમાં ઇશાવાસ્ય ઉપનિષદ અને આનંદઘનપદ ભાવાર્થમાં આત્માની ઉચ્ચદશામાં થતાં અનુભવી અનેરી ભાત પાડે છે.
એમનું સંસારી નામ બહેચર. દીક્ષા પહેલા જ સર્વ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. મહેસાણાની યશોવિજય પાઠશાળામાં રહી અધ્યયન અને અધ્યાપનની સાથે ઇતર પ્રવૃત્તિમાં હિંદુ લોકોને સત્ય રાહ ચીંધી ધમતર કરતા રોકતા હતા. છપ્પનિયા દુકાળ સમયે ફંડ ફાળા એકત્ર કરી પશુઓ માટે ઘાસચારા અને લોકો માટે અન્નક્ષેત્રની વ્યવસ્થા કરાવી.
ગુરુદેવે ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સમાજના દરેક વર્ગને શિક્ષણ મળે તે માટે તેમણે સમાજના આગેવાનોને પ્રેરણા કરી અનેક ગામોમાં શાળાઓ ખોલાવી - વિજાપુર, પ્રાંતિજ, અમદાવાદ, સુરત, વલસાડ, બગવાડા વગેરે. ગુરુદેવને વિચાર આવ્યો કે - “જો મારા હરિજનબંધુઓ એ શાળામાં ન જાય તો તેઓ શિક્ષણથી વંચીત રહેશે. માટે તેમણે વિજાપુર અને પ્રાંતીજમાં અંત્યજો માટે શાળા ચાલુ કરાવી જેથી ગામમાં કોઈ બાળક શિક્ષણ વગરનો ન રહે.”
For Private and Personal Use Only