________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर - ३५
૭ દેખાયો નહિ. પરંતુ નીચે આવીને જોતાં દીવો ફરી દેખાયો. નીચે ઊભેલા લોકોને તો એ દીવો સતત દેખાતો હતો.
વિ. સં. ૧૯૫૪ માં જ્યારે જીર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું ત્યારે શિખરને અગ્ર ભાગે માંચડા ઉપર પાલિતાણાના કાર્યકરો કામ કરતા હતા. અચાનક અવાજ સંભળાયો “સાવચેત થાઓ, નીચે ઊતરો”. આ સાંભળી કારીગરો નીચે ઊતર્યા કે તરત જ માંચડો તૂટી પડ્યો.
એકાદ-બે નહિ પરંતુ આવી તો અનેક ઘટનાઓ બની છે અને બનતી રહે છે. લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે શ્રી પાર્શ્વનાથ પરમાત્મા. જ્યાં પાર્શ્વનાથ દાદાનું ધામ હોય ત્યાં ભક્તોની સંખ્યા અસીમ હોય. આ દાદાનાં નામો અનેક, પ્રતિમાઓ અનેક અને દાદાનાં મહિમાવંતા તીર્થસ્થાનો પણ અનેક છે.
આ તીર્થનો ઇતિહાસ ગૌરવંતો છે. પ્રાચીન કાળમાં અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન હતું. તેમાં પુરંદર, કીર્તિધ, સુકોશલ, નઘુષ વગેરે મહાપ્રતાપી રાજવીઓ થયા. નઘુષ રાજાને રઘુ નામનો પુત્ર હતો અને રધુ રાજાને અજયપાળ અર્થાત્ અનરણ્ય નામનો પુત્ર હતો.
મહારાજા અજયપાળ પરમ જિનભક્ત હતો. તે એકવાર શ્રી શત્રુંજય ગિરિવરની યાત્રાએ નીકળ્યો હતો. દીવ બંદર આવતાં તેના દેહમાં અસહ્ય પીડા ઉત્પન્ન થઇ, અજયપાળ રાજા અસહ્ય પીડાના કારણે દીવ બંદરે થોડો વખત રોકાઈ ગયા.
આ સમયે રત્નસાર નામના સાર્થવાહન વહાણો સમુદ્રના તોફાનોમાં અટવાઇ ગયાં હતાં, સાર્થવાહ રત્નસાર સહિત વહાણમાં રહેલા માણસો વેપારીઓના જીવ અદ્ધર થઇ ગયા હતા. રત્નસારે જીવ બચાવવા પરમાત્માનું અપૂર્વ શ્રદ્ધા સાથે ધ્યાન ધર્યું. તેની શ્રદ્ધા અને ભક્તિના કારણે આકાશવાણી સંભળાઈ. “જે સ્થળે તારું વહાણ થંભ્ય છે. તેનું કારણ ભાવિ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના પ્રભાવથી તારું વહાણ વંધ્યું છે. અને તે પ્રતિમા તારા વહાણ નીચે છે. આ પ્રતિમા પૂર્વે એક લાખ વર્ષ ધરણેન્દ્ર પૂજી હતી, તે પછી છસો વર્ષ કુબેરે પૂંજી, ભક્તિવાળા વરુણદેવતાએ પોતાના ભુવનમાં લઇ જઇ સાત લાખ વર્ષ સુધી પૂંજી હતી, આવી મહાપ્રભાવિક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને બહાર કઢાવ” (શ્રી અજાહરા પાર્શ્વનાથ ચરિત્ર, પૃ. ૧૪૮)
પદ્માવતી દેવીએ જણાવ્યું કે આ પ્રતિમા શ્રી અજયપાળ રાજાને આપવાની છે. અજયપાળ રાજાને આ પ્રતિમાના દર્શન માત્રથી સર્વ રોગો દૂર થશે. આ પ્રતિમા અજયપાળ રાજાના ભાગ્યથી અહીં આવેલી છે. અજયપાળ રાજા ત્યાં નગર સ્થાપન કરી મોટું વિશાળ મંદિર બંધાવશે. એ મંદિરમાં મોટા મહોત્સવપૂર્વક
For Private and Personal Use Only