SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७६ दिसम्बर २०१३ સંપૂર્ણ દેરાસર ફરતે કલાત્મક જાળીવાળા કઠેડાઓ ને લીધે દેરાસરની શોભામાં અભિવૃદ્ધિ થઇ છે. દેરાસરમાં પ્રવેશ કરતાં બંસીપહાડના ગુલાબી પત્થરનું શિલ્પક્લાયુક્ત પ્રવેશદ્વાર, મન હરી લે તેવું આકર્ષક છે. પ્રવેશદ્વારના ઉપરના ભાગમાં શ્રી હીરસૂરીશ્વરજીની પ્રતિમા વિરાજિત કરેલી છે. જિનાલયનો આકર્ષક દેખાવ, પ્રતિષ્ઠિત સુંદર પ્રતિમાઓ, નૂતન મંડપમાં પ્રસ્થાપિત ચિત્રપો અને ગુલાબી પત્થરનું કોતરણીયુક્ત પ્રવેશદ્વાર આદિથી અંતરમાં પ્રસન્નતા વ્યાપી જાય છે અને મનમોરલો ઝૂમી ઉઠે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir યાત્રિકોની સગવડ માટે જૂની ધર્મશાળાને નવું રૂપ આપવામાં આવ્યું છે. તેમજ નવી ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. યાત્રિકો માટે કાયમી ભાતાખાતું તેમજ ભોજનશાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ધર્મારાધના માટે ઉપાશ્રય છે અને વ્યાખ્યાનખંડ પણ છે. વ્યાખ્યાન ખંડમાં જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજીનું પૂરા કદનું તૈલચિત્ર શ્રી ઉના સંધે આચાર્યશ્રી શીલચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તૈયાર કરીને મૂક્યું છે. અજાહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ખૂબ જ પ્રાચીન હોઇ તેની આસપાસ અનેક ચમત્કારિક દંતકથાઓ/ઘટનાઓ ગૂંથાએલ છે. શ્રી તીર્થંકર પરમાત્માના અતિશયો જ એવા પ્રકારના હોય છે કે તેઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં એક યોજન સુધી સર્વ દિશાઓમાં દરેક પ્રકારની આધિ-વ્યાધિ-ઉપાધિ વગેરે આપમેળે નાશ પામે છે. અમંગળ દૂર થાય છે, ચારે દિશાઓમાં આનંદ-મંગળ ફેલાય છે. આ બધો પ્રભાવ પરમાત્માની કરુણાનો છે. પાર્શ્વનાથ પ્રભુજીના જન્મપૂર્વે ય તેઓશ્રીના માત્ર નામસ્મરણથી અનેક જાતના વિઘ્નો તરત જ નાશ પામતાં હતાં. શ્રી અજાહરા પાર્શ્વનાથ પરમાત્માના દર્શન માત્રથી અજયપાલ રાજાના શરીરમાં રહેલા અનેક રોગો નાશ પામ્યા હતા. અને પાર્શ્વપ્રભુના હવણ જળના છંટકાવથી કોઢ જેવો અસાધ્ય રોગ પણ સર્વથા દૂર થયો હતો. શ્રી અજાહરા દાદાના હવણ જળને આ નગરીના લોકો ‘અમીજળ’ તરીકે ઓળખે છે. આ ગામની મુખ્ય વસતિ કોળી અને ખારવા (માછીમાર) જાતિની ગણાય છે. ગામમાં વસતા કોમી જ્ઞાતિની રતન નામની વિધવા બાઈના છોકરાને પ્લેગની ગાંઠ નીકળી હતી. અન્ય ઉપચારો ન કરતાં શ્રદ્ધાપૂર્વક ‘અમીજળ’નો છંટકાવ બરાબર નવ દિવસ કર્યો. બરાબર નવમા દિવસે ગાંઠ ફૂટી, અને છોકરાને તદ્દન સારું થઇ ગયું. એક વખત સંધ્યા સમયે દેરાસરના શિખરના અગ્રભાગ ઉપર એક તેજસ્વી દીવો જોવામાં આવ્યો. આ વાત પંચતીર્થીના મહેતાજીને જણાવવામાં આવી. મહેતાજી અને સાથે બે-ત્રણ વ્યક્તિઓએ શિખર પર જોઇને જોયું તો ત્યાં દીવો For Private and Personal Use Only
SR No.525285
Book TitleShrutsagar Ank 2013 12 035
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy