________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर • ३३
- પદ્ય દ્વારા રજુ કરી છે, પરંતુ દરેક ચરાના ચોથા અને પાંચમા અક્ષર એકત્રિત કરવાનું ત્યાં સુચન નથી. એ તરફ મારું ધ્યાન વિકલ્લભ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ સૂચવ્યું હતું જે બદલ હું એમનો આભારી છું.
વિવેકવિલાસના નીચે લખેલા"जीववत् प्रतिमा यस्य वचो मधुरिमाञ्चितम्। देहं गेहं श्रियस्त्वं स्वं वन्दे सूरिवरं गुरुम् ।।"
- પદ્યમાંના પ્રત્યેક ચરણનો પ્રથમ અક્ષર લેવાથી “જીવદેવ” એવું નામ બને છે. આ પ્રમાણે આપણા જૈન સાહિત્યની અનેકવિધ વિશિષ્ટતાઓમાંથી એકનો ઉલ્લેખ કરી હું રાલ તો વિરમું છું, જો કે સાથે સાથે એટલું ઉમેરું છું કે બીજી વિશિષ્ટતાઓનો હવે પછી નિર્દેશ કરવા વિચાર રાખું છું.
(જન સત્યપ્રકાશ વર્ષ-૧, અંક નં.જાંથી સાભાર)
સુવાક્યો
મહેનતનો રંગ મંદીના રંગ કરતાં વધારે લાંબો ટકે છે. અને વધારે ઊજળો ઊપસે છે. છે જ્યાં આપવાનું વધારે છે અને લેવાનું ઓછું છે ત્યાં
સંબંધોને જામતાં બહુ વાર નથી લાગતી. જ પરિસ્થિતિ વાદળ જેવી છે, સૂર્યને ઢાંકી દે છે પરંતુ વાદળો વરસી જાય છે કે હટી જાય છે પછી સચ્ચાઈનો સૂર્ય પ્રગટે છે. આવું ઘર્ષ એ આપણી સમજણ છે. રસ્તો ક્યાંય જતો નથી. એના પર ચાલનારા જ ક્યાંક પહોંચતા હોય છે. અડચણને આત્મવિશ્વાસથી પાર કરવામાં માણસાઈનું મહત્ત્વ છે. જિગરનું જોમ સાચા અને સારા પ્રારબ્ધની નિશાની છે.
For Private and Personal Use Only