SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ५६ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सितम्बर २०१३ ૧૭. પાર્શ્વનાથ વીવાહલુ – કર્તા પેથો આ કૃતિ ૨૦૬ ગાથાની છે. જૈ. ગૂ. ક. (ભા, ૩, ખં. ૧, પૃ. ૪૮૪)માં આની વિ. સં. ૧૫૮૧ની એક હાથપોથી નોંધાયેલી છે એટલે એનાથી મોડી આ કૃતિ રચાઈ નથી એમ બે ધડક કહી શકાય, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને-જેમનો ઐતિહાસિક પુરુષ તરીકે સૌ કોઇ સ્વીકાર કરે છે તેમને ઉદ્દેશીને આ કૃતિ રચાયેલી છે. ૧૮. વેણીવત્સરાજ વીવાહલુ – કર્તા ડાંમરર (દામોદર) આ કૃતિનો આદિમ અને અન્તિમ ભાગ જૈ. ગૂ. ક. (ભા. ૩, ખં. ૨, પૃ. ૨૧૨૪-૫) માં અપાયેલો છે. અહીં નોંધાયેલો તમામ કૃતિઓમાં આ એક જ અર્જુન કૃતિ છે. એ દામોદર બ્રાહ્મણે રચી છે. એની વિ. સં. ૧૬૦૭ની એક હાથપોથી અને બીજી વિ. સં. ૧૯૨૭ની હાથપોથી પૃ. ૨૧૨૫માં નોંધાયેલી છે. આવી અજૈન પ્રાચીન કૃતિઓ બીજી કઇ કઇ છે તેની તપાસ કરવી બાકી રહે છે. ૧૯. શાન્તિનાથવિવાહલોધવલ - કર્તા બ્રહ્મ વિનયદેવસૂરિ સોળમાં તીર્થંકર શાન્તિનાથનો વિવાહ એ આ તેમ જ વીસમી કૃતિનો વિષય છે. જૈ. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૬૧૧)માં આની પહેલી અને છેલ્લી ચચ્ચાર લીટીઓ અપાયેલી છે. એની રચના ઉત્તરજ્જીયણની વૃત્તિ વગેરેને આધારે કરાયેલી છે એવો અંતમાં ઉલ્લેખ છે. વિશેષમાં એમાં કર્તાએ પોતાને માટે ‘બ્રહ્મ' એનો નિર્દેશ કર્યો છે. ‘સોલમ જિનવરનું ધવલ રચિતુ હઉં સારું' એમ કર્તાએ પ્રારંભમાં નિવેદન કર્યું છે. ૨૦. શાન્તિનાથવીવાહલુધવલપ્રબન્ધ - કર્તા આણન્દપ્રમોદ હર્ષપ્રમોદના શિષ્ય આણન્દપ્રમોદે આ કૃતિ વિ. સં. ૧૫૯૧માં રચી છે. એમાં એકંદર ત્રેસઠ ઢાલ છે. શરૂઆતની છ લીટીઓ અને ૬૩મી ઢાલની અરાઢ લીટીઓ જૈ. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૬૦૨-૩)માં અપાયેલી છે. વિશેષમાં પૃ. ૬૦૩-૪માં ‘નવરસરંગસાગર નામા ધવલપ્રબંધ શાંતિનાથ વીવાલું' એવો ઉલ્લેખ છે. For Private and Personal Use Only ૨૧. સુપાર્શ્વજિન વિવાહલો – બ્રહ્મ વિનયદેવસૂરિપ આ કૃતિનો ગ્રન્થાગ્ર ૫૮૧ શ્લોક જેટલો છે. એની પહેલી બે કડી અને ૧. જૈ. ગૂ. ૭. ભા. ૧, પૃ. ૧૬૧, ૨. જૈ. ગૂ. ક. ભા. ૬, પૃ. ૫૧૨, ૩. જૈ. ગૂ. ક. ભા. ૧, પૃ. ૩૩૦, ૪. જૈ. ગૂ. કે. ભા. ૧, પૃ. ૩૧૬, ૫. જૈ. . ક. ભા. ૧, પૃ. ૩૨૯
SR No.525282
Book TitleShrutsagar Ank 2013 09 032
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy