________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर • ३२
૧૨. નેમવિવાહ – કર્તા કેવળચંદ આ સૌથી અર્વાચીન કૃતિ છે. એ તેતાલીસ ઢાલમાં કેવળચંદે રચી છે. આની પહેલી બે કડી અને છેલ્લી સાત કડી જૈન ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૩૭૯)માં અપાયેલી છે. આ તેમ જ એની પછીની ચાર કૃતિઓ નેમિનાથને અંગેની છે.
૧૩. નેમિનાથધવલવિવાહલુ - કર્તા બ્રહ્મ વિનયદેવસૂરિ આ કૃતિ ચુમ્માલીસ ઢાલમાં રચાયેલી છે. જે. ગુ. ક. (ભા. ૩, ખ. ૧, પૃ. ઉ૦૬)માં એની વિ.સં ૧૯૧૫માં લખાયેલી હાથપોથીની નોંધ છે એટલે આ કૃતિ મોડામાં મોડી આ વર્ષમાં રચાઇ હશે. એના ક્તએ વિ.સં. ૧૯૩૨માં સુપાર્શ્વજિનવિવાહલો અને એ સત્તરમી સદીમાં શાન્તિનાથવિવાહલોધવલ રચેલ છે.
૧૪. નેમિનાથવિવાહલો - કર્તા ઋષભવિજય આ કૃતિમાં સત્તર ઢાલ છે. એની પહેલી કડી છેલ્લી પાંચ કડીઓ દેશી’ એવા ઉલ્લેખપૂર્વક જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૨૯૨)માં અપાયેલી છે. એ ઉપરથી ઋષભવિજય તે વિજયાનન્દસૂરિના વંશજ રામવિજયના શિષ્ય થાય છે અને આ કૃતિ વિ. સં. ૧૮૮૬માં રચાઇ છે એ બાબત જાણી શકાય છે.
૧૫. નેમિનાથવિવાહલો – કર્તા મહિમસુન્દર ખરતરગચ્છના સાધુ કીર્તિના શિષ્ય મહિમસુન્દરે આ કૃતિ વિ.સં. ૧૯૬૫માં રચી છે.
૧૭. નેમિનાથવિવાહલો - કર્તા વીરવિજય આ કૃતિની પહેલી ઢાલની બે કડી અને છેલ્લી-બાવીસમી ઢાલની છ કડી જૈ. ગૂ. ક. (ભા. ૭, નં. ૧, પૃ. ૨૧૪-૫) માં છપાયેલી છે. આ કૃતિની બાવીસ ઢાલ છે. આની છેલ્લી ઢાલમાં ‘તસ શિષ્ય ગરબિ દેશિમાંહે લાલ, ગાયો નેમવિવાહ ઉછાહે લાલ' એ પંક્તિમાં સૂચવ્યા મુજબ આ કૃતિને નેમિનાથવિવાહગરબો પણ કહેવામાં આવે છે. શુભવિજયના શિષ્ય વીરવિજયે આ કૃતિ વિ.સં. ૧૮૬૦માં (નભ-ભોજન-ગજ-ચન્દ્ર) રચી છે.
શ્રી નેમીસર ભગવાનો વિવાહલો' એ નામથી આ કૃતિ શિલાલેખમાં છપાઇ છે. ૧. જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૩૮૨, ૪. . ક.માં કર્તાનું નામ કેવળદાસ અમીચંદ તરીકે નોંધેલ
છે. ૨. જે. ગુ. ક. ભા. ૧, પૃ. ૩૨૩, ૩. જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૯૩, ૪. જે. ગુ. ક. ભા. ૭, પૃ. ૨૨૬.
For Private and Personal Use Only