________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧
श्रुतसागर - २८ સોમપુરાની પુરી વાત સાંભળ્યા વિના જ ભંડારીજીએ આજ્ઞા આપી કે મંદિર અપૂર્વ અને ભવ્ય બનવું જોઇએ.
રાણકપુરનું મંદિર ત્રણ મજલાનું ભવ્ય મંદિર છે તે જંગલમાં ઝાડીઓની વચ્ચે હોવાને કારણે દૂરથી નજરે પડતું નથી જ્યારે કાપરડાજીનું ચાર માળનું મંદિર સપાટ પ્રદેશમાં હોઇ યાત્રિકો ઘણા દૂરથી જોઇને મંદિરની ધજાના દર્શનનો લાભ લે છે.
મૂળનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજી ઉત્તર સન્મુખ છે. પૂર્વમાં શાન્નિનાથજી, અભિનંદન સ્વામી દક્ષિણમાં, પશ્ચિમમાં મુનિસુવ્રત સ્વામી, બીજા માળે - શ્રી ઋષભદેવ, શ્રી અરનાથ, શ્રી વીરપ્રભુ અને શ્રી નેમિનાથજી છે. ત્રીજા માળે - શ્રી નમિનાથ, શ્રી અનંતનાથ, શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી છે. ચોથા માળે - શ્રી પાર્શ્વનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી શીતલનાથ, શ્રી પાર્શ્વનાથજી અને સંપ્રતિ મહારાજાના સમયના શ્રી શાંતિનાથજી છે, આ પણ ચમત્કારિક છે. આ જિનપ્રસાદની ઊંચાઈ ૯૮ ફૂટની છે. તીર્થ યાત્રા કરવા લાયક પરમ આનંદ અને શાંતિનું ધામ છે. આ ચૌમુખી જિનાલયનું બાંધકામ તથા શિલ્પ અદ્વિતીય અને અપૂર્વ છે.
સૈકાઓ બાદ વિ. સં. ૧૯૭પના મહાસુદિ પના દિને જિનાલયનો જિર્ણોદ્ધાર શાસન સમ્રા શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાના પ્રયાસોથી થયો હતો. તેમના જ હસ્તે આ તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઇ. દર વર્ષે ચૈત્ર સુદ પના દિને અહીં વિરાટ મેળો ભરાય છે.
પ્રતિમાજીના પરિકરમાં નીચે પ્રમાણે લેખ છે : संवत १६७८ वर्षे वैशाख सित १५ तिथौ सोमवारे स्वाती महाराजाधिराज महाराज श्री गजसिंह विजयराज्ये उकेशवंशे राय लाखण सन्ताने भंडारी गोत्रे अमरापुत्र भानाकेन भार्या भक्तादेः पुत्ररत्न नारायण-नरसिंह-सोढा पौत्र ताराचंदखंगार-नेमिदासादि परिवारसहितेन श्रीकर्पटहेटके स्वयंभू पार्श्वनाथ चैत्ये श्रीपार्श्वनाथ [વરિત પ્રતિકિત]
संवत १६८८ वर्षे श्री कापडहेडा स्वयंभू पार्श्वनाथस्य परिकरः कारितः प्रतिष्ठितः श्री जिनचंद्रसूरिभिः।।'
(અનુસંધાન પેજ નં. ૨૯)
१. श्री कापरडाजी तीर्थ पृ.८
For Private and Personal Use Only