________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવાનંદિત ગચ્છની એક ધાતુપ્રતિમાનો લેખ
આચાર્ય શ્રી સોમચંદ્રસૂરિ
સાધુ ભગવંતોને સંસ્કૃત, પ્રાકૃત વિગેરેના અધ્યયનની જેમ વિહાર પણ એક અધ્યયન માટેનું સાધન છે. જુદા-જુદા ક્ષેત્રોમાં વિહાર કરતા જુદા-જુદા સ્વભાવની વ્યક્તિઓનો, તે-તે ક્ષેત્રની બોલી-રહેણીકરણીનો, તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય થાય છે. પ્રસ્તુત લેખમાં વિહાર દરમ્યાન વિભિન્ન ચૈત્યોના દર્શન કરતા જે અભ્યાસ યોગ્ય નોંધો મળી તે વિર્ગના ઉપયોગને માટે રજુ કરીશું, તેમાં સૌ પ્રથમ દેવાનંદિતગચ્છ સંબંધિ ઐતિહાસિક ધાતુપ્રતિમા લેખ જોઇશું.
દેવાનંદિતગચ્છ :- આ ગચ્છની શરૂઆત ક્યારે થઇ તેની સ્પષ્ટ નોંધ ક્યાંય મળતી નથી પરંતુ પૂ. ત્રિપુટી મહારાજ ‘જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૨' માં પ્રસ્તુત ગચ્છ સંબંધી જે વિગત નોંધે છે તેનો વાચકોની જાણ માટે અક્ષરશઃ ઉતારો કર્યો છે. ‘આ ગચ્છનાં દેવાનંદિત અને દેવાનંદ એમ ૨ નામો છે. પુષ્પિકાઓમાં આ ગચ્છ માટે શ્વેતાંબર મહાગચ્છ મહાવીર પ્રણિત નંદિતગચ્છ એવું વિશેષણ મળે છે. આથી નક્કી થાય છે કે આ ગચ્છ શ્વેતાંબરગચ્છ છે.
આની ઉત્પત્તિ માટે સ્પષ્ટ કોઇ હકીકત મળતી નથી એટલે વિશે સંશોધન કરવાની જરૂર છે. આમ છતા આ ગચ્છ માટે અમે ચાર અનુમાન કર્યા છે. ૧. વનવાસી ગચ્છના અંતિમ આચાર્ય શ્રીવિમલચંદ્રસૂરિના ગુરૂભાઇના શિષ્યની પરંપરામાં દેવાનંદગચ્છ વડગચ્છનો સગોત્રીય ગચ્છ હશે.
૨. આચાર્ય ઉદ્યોતનસૂરિએ વડ નીચે એક જ મુહૂર્તમાં ૮ સાધુઓને આચાર્ય પદવી આપી તે પૈકીના એક આચાર્યની આ પરંપરા હશે.
૩. દેવાનંદગચ્છ અને દેવાચાર્યગચ્છ એક હશે. આ રીતે પણ દેવાનંદગચ્છ વડગચ્છો અગોત્રીય હશે.
૪. આચાર્ય અભયદેવસૂરિની પરંપરામાં ૪૧મી પાટે આચાર્ય દેવાનંદ થયા છે તેમના નામથી તે ગચ્છ હશે.’
જૈન પુસ્તક પ્રશસ્તિ (સંપા. જિનવિજયજી) સંગ્રહમાં દેવાનંદિતગચ્છના ઉલ્લેખવાળી ૨ પુષ્પિકાઓ*છે તે સિવાય પ્રાયઃ ધાતુ પ્રતિમા લેખસંગ્રહોમાં આ ગચ્છના ઉલ્લેખવાળા કોઇ લેખો હશે ખરા. આવી થોડી સામગ્રી એકત્રિત કરી આ ગચ્છ સંબંધી વિશેષ માહિતી મેળવી શકાય.
પ્રસ્તુત લેખ ટાણાના ચંદ્રપ્રભસ્વામીના ચૈત્યની ધાતુ પ્રતિમાનો છે. લાંછન
For Private and Personal Use Only