SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अप्रैल · २०१३ સંઘની તપાસ કરી, પણ વાત સાચી ન નીકળતાં કુતુબુદ્દીને દીવાનને આદેશ આપ્યો કે આવી ખોટી વાત કરનાર દંડને પાત્ર છે, એમને દંડ આપો. રાજાના માણસોથી પકડાઇ જવાના ડરે ગુપ્તસ્થાનમાં સંતાયેલા ચૈત્યવાસી દ્રમકપુરીય આચાર્યને રાજપુરૂષો પકડી, રાજસભામાં હાજર કર્યા, સાચું પૂછવામાં આવતાં જવાબ ન આપી શકવાથી અધિકારી જનોએ આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ તેમજ લાખ્ખો હિંદુ-મલેચ્છ વિગેરે સભાસદોની હાજરીમાં જ લાકડીના પ્રહાર, મુઠીના પ્રહારથી દંડ ફટકારી, બંદીખાનામાં નાંખી દીધા, બાદશાહ તરફથી આ. જિનચંદ્રસૂરિને સ્વચ્છ વિહારની અનુમતિ પ્રાપ્ત થઇ. પણ આ બનાવથી આ. જિનચંદ્રસૂરિજીને બહુ માનસિક પરિતાપ થયો. દયાળુ સ્વભાવના આચાર્ય મહારાજે દ્રમકપુરીય આચાર્યને છોડાવવા માટે સાધુરાજ તેજપાલ, ખેતસિંહ, સંઘપતિ ઠક્કર અચલસિંહ, તેમજ ઠક્કુર ફેરુ આદિને બોલાવ્યા, દ્રમકપુરીય આચાર્યને છોડાવ્યા વગર આ સંઘ આગળ નહીં વધે, માટે ક્રમકપુરીયાચાર્ય ને છોડાવી લાવો, એવો નિશ્ચય જણાવ્યો ત્યારે સાધુરાજ તેજપાલ, ઠકુર અચલસિંહ, અને ઠકુર ફેરુ વિગેરે પ્રધાન શ્રાવકોએ દ્રમકપુરીય આચાર્યને છોડાવી પૌષધશાળામાં ઉતાર્યા. આ ઘટના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે. કે સુલતાન કુતુબુદ્દીનની રાજ્ય સભામાં ફેરુનું સ્થાન બહુ આદરપૂર્ણ અને વિશિષ્ટ હતું. ગુર્નાવલીમાં ફેરુનો છેલ્લો ઉલ્લેખ વિ. સં. ૧૩૮૦નો મળે છે. ગુર્નાવલીમાં જણાવ્યા અનુસાર દિલ્લી-નિવાસી, શ્રીમાલ કુળમાં જન્મેલા, જિનશાસનની શોભામાં અભિવૃદ્ધિ કરનાર શેઠ સાધુ હરુના દિકરા સાધુ રાયપતિએ શત્રુંજય-ગીરનાર આદિ તીર્થયાત્રાનો સંઘ કાઢ્યો હતો. આ સંઘના વર્ણનમાં દિલ્લી નિવાસી મુખ્ય શ્રાવકોની નામાવલીમાં પણ ઠક્કર ફેરુનો નામોલ્લેખ મળે છે. એટલે ઠક્કુર ફેરુ વિ. સં. ૧૩૮૦ સુધી નિશ્ચિત પણે હયાત હતા. સૌ-પ્રથમ ઠક્કુર ફેરુને સાહિત્ય જગતમાં લાવવાનું પુણ્યકાર્ય મોહનલાલ દલીચંદ દેસાઇ એ કર્યું, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (વિ.સ.૧૯૮૯માં પ્રકાશિત)માં પેજ નં.૪૩૧-૪૩૨ પર ઠક્કર ફેરુનો ઉલ્લેખ મળ્યો. શ્રી દેસાઇના મંતવ્ય અનુસાર ઠક્કુર ફેરુએ જ્યોતિષસાર, દ્રવ્ય પરીક્ષા, અને રત્નપરીક્ષાની રચનાની સાથે તેના પર વૃત્તિઓ પણ કરી. આમ શ્રી ફેરુ વિક્રમની ૧૪મી સદીમાં એક વિશિષ્ટ શ્રાવક-શ્રમણોપાસક For Private and Personal Use Only
SR No.525277
Book TitleShrutsagar Ank 2013 04 027
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy