________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रुतसागर २७
१३
હતા, આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ મહારાજના અગ્રગણ્ય શ્રાવકોમાં એમનું સ્થાન હતું. પોતાના હૃદયમાં રહેલું આત્મીય ગુરુભગવંત પ્રત્યેનું બહુમાન યુગપ્રધાન ચોપાઈના શબ્દોમાં ઉતરી આવ્યું છે.
પોતાના ભાઈ અને પુત્રના બોધ માટે કરેલી દ્રવ્યપરીક્ષાની રચનાથી શ્રી ફેરુનું સ્વજન-વાત્સલ્ય પણ જણાઈ આવે છે. તત્કાલીન શાસકો ઉપર માત્ર આચાર્ય ભગવંતોનો જ નહીં પણ શ્રી ફૈરુ જેવા વિશિષ્ટ કોટિના શ્રાવક જનનો પણ અનોખો પ્રભાવ રહ્યો છે. એ શ્રી ફેરુના જીવન પ્રસંગથી જાણી શકાય છે.
જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઇ પણ લખાઇ ગયું હોય તો મિચ્છામિદુક્કડમ્ માંગુ છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિપ્રાય
તમારા તરફથી મોકલેલ શ્રુતસાગરના અંકો મળ્યા. શ્રુતસાગરમાં વિશેષ લેખો, ઐતિહાસિક પ્રશસ્તિ- પુષ્પિકાઓ, હસ્તપ્રત ઉપરથી કૃતિ સંપાદન ઇત્યાદિ ઘણી સુંદર સામગ્રીઓનો સંગ્રહ થયો છે. આવું જ પ્રકાશન ભવિષ્યમાં સંસ્થા દ્વારા થયા કરે એ જ શાસનદેવને અભ્યર્થના.
આચાર્ય શ્રી સોમચંદ્રસૂરિ
શ્રી સંચાલક ગણ! ધર્મલાભ
તમારું જ્ઞાનમંદિર અમારા જેવા લોકોને બહુ જ ઉપયોગી થાય છે, થતું રહ્યું છે, તે બદલ તમને બધાયને લાખ લાખ ધન્યવાદ ઘટે છે. શ્રુત ઉપાસનામાં સહયોગ કરીને આ સંસ્થા દ્વારા તમે સહુ ધણી કર્મનિર્જરાના ભાગી થાવ છો.
અસ્તુ
આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિ
મળ્યા.
શ્રુતસાગર સંપાદકશ્રી! ધર્મલાભ
છત્રધર પૃષ્ઠભાગમાં હોય એવા વિરલ જોવા મળે તેવા ફોટોગ્રાફ્સ જોવા
શ્રુતસાગરમાં સુંદર સામગ્રી પીરસાય છે. ધન્યવાદ!
આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ
For Private and Personal Use Only