SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-દ્ધિ. માદ્રપદ ૧૧ એમની નિસ્પૃહતા તો એવી કે આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી સહુને પત્રના ઉત્તર આપે, પરંતુ ઘર છોડ્યા પછી વર્ષો સધી માતા-પિતા તો ઠીક, પણ મિત્રોને પણ પોસ્ટકાર્ડ લખ્યું નથી. જે જે પ્રદેશમાં આચાર્યશ્રીએ વિહાર કર્યો, ત્યાં બધે જે જૈન અને જૈનેતર સમાજમાં ચાહના મેળવી છે. રાજસ્થાન હોય, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મહારાષ્ટ્ર હોય કે બીજો કોઈપણ પ્રદેશ હોય, પણ એમના હૃદયની વિશાળતા, ગુણગ્રાહક દૃષ્ટિ, નમ્રતા, વત્સલતા જેવા ગુણોને કારણે એમને રાહુનો સ્નેહ સંપાદિત થયો. કાઠમંડુ અને હરિદ્વારમાં પણ એમણે જિનાલયોની સ્થાપના કરી છે. એક અંગત સ્મરણ આવે છે કે એકવાર દિવાળીની રજાના દિવસોમાં હું ગોવા ગયો હતો. મારો પુત્ર કૌશલ ગોવામાં આવેલી કંપનીમાં કામ કરતો હતો. અહીં આવતાં પહેલો સવાલ એ કર્યો કે આ વિસ્તારમાં ક્યાંય જિનમંદિર છે ખરા ? એણે કહ્યું કે ગોવાની બાજુમાં આવેલા મડગાંવમાં એક જિનમંદિર છે અને બેસતા વર્ષ જિનમંદિરના દર્શનાર્થે ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે એનું નિર્માણ આ, શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી થયેલું છે! નૂતન વર્ષના મંગલ દિવસે આવી ભૂમિમાં જિનાલયનાં અને જિનપ્રભુનાં દર્શન થાય, તેનાથી ચિત્તને કેવો અપાર આનંદ થાય તે સમજી શકાય તેવું છે. આચાર્યશ્રીનાં અનેક કાર્યોમાં સહુથી અવિસ્મરણીય કાર્ય તે શ્રુતભક્તિનું - શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિરનું છેક ઈ. સ. ૧૯૩૯ની નવમી એપ્રિલ ને રવિવારે પાટણમાં યોજાયેલા પ્રેમ સારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સર્જક શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારોમાં રહેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે. આપણે ગ્રંથભંડારોની જાળવણી કરી, પરંતુ એનું જ્ઞાન સર્વજનસુલભ બનાવવામાં યોગ્ય રીતે સફળ રહ્યા નહોતા. પરંતુ આજે કોબા તીર્થ એ વિદ્વાનોનું આરાધ્યસ્થાન બન્યું છે. અત્યંત ગરીબ વ્યક્તિને કોઈ મોટી લોટરી લાગે, કોઈ સામાન્ય કાર્યકરને સત્તાનો કોઈ ઊંચો હોદ્દો મળે અને એ જેટલાં આનંદથી ઊછળે, છે જ આનંદ વિદ્વાન કે સંશોધકને જરૂરી ગ્રંથ મળતા થતો હોય છે. આજે શ્રી કેલાસસાગરસૂરિશ્વરજી જ્ઞાનમંદિરમાં બે લાખ હસ્તલિખિત ગ્રંથોનું અને દોઢ લાખ મુદ્રિત પુસ્તકોનું સંકલન કરવામાં આવ્યું છે. વીસ હજારથી વધુ સંશોધ મો ધરાવતા સામયિકોનું સંક્લન મળે છે, તો જુદા જુદા પ્રાચીન જ્ઞાનભંડારોની માઇક્રોફિલ્મ અને ઝેરોક્ષની વિગતો પણ અહીંથી પ્રાપ્ત થાય છે. અનેક સાધુ-સાધ્વીઓ, વિદ્વાનો, સંશોધ કો આજે જે પુસ્તક ક્યાંયથી મળતું નથી, એ કોબાના જ્ઞાનમંદિરમાંથી મળશે એવી ભાવના ધરાવે છે. વળી, એના કેટલોગ દ્વારા આ પુસ્તકોની વિગતો સહુ કોઈને સુલભ બની છે. એણે અમદાવાદમાં સીટી સેન્ટર સ્થાપીને ગ્રંથાલય-જગતમાં એક નવો ચીલો પાડ્યો છે કે જેમાં વાચક પુસ્તક પાસે જતા નથી, પરંતુ પુસ્તકો વાચક પાસે જાય છે. પૂજ્ય સાધુ-ભગવંતો કોઈ પુસ્તક મંગાવે એટલે એમને એમના ઉપાશ્રયમાં જ એ પુસ્તકો મળી રહે છે. સાત પંડિતો અને ચાલીસ વ્યક્તિઓ અહીં કાર્યરત હોય છે. આચાર્યશ્રીની નિશ્રામાં પૂ. અજયસાગરજી મહારાજ તથા મુકેશભાઈ શાહ, વિજયભાઈ શાહ, કનુભાઈ શાહ જેવાં અનેક મહાનુભાવો આ કાર્યને સાકાર કરે છે. શ્રીમદ ભગવદગીતાની ૧૪૫ હસ્તપ્રત, રામાયણની ૨૦ હસ્તપ્રત અને રામચરિતમાનસની ૭૨ હસ્તપ્રત અહીં પ્રાપ્ત થાય છે, એ જ રીતે કાલિદાસ, બાણ જેવા પ્રાચીન કવિઓની હસ્તપ્રતો પણ અહીં સંગ્રહિત છે અને એ રીતે જૈન અને જૈનેતર સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં મળે છે. આને માટે પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ પોતાનો જ્યાં જ્યાં વિહાર હોય, ત્યાં હસ્તપ્રતોમાં રહેલી અને સંશોધકોને દુર્લભ હોય એવી કતિઓ એકત્રિત કરે છે અને કોબાના જ્ઞાનમંદિરને વધુ શ્રુતસમૃદ્ધ બનાવે છે. આચાર્યશ્રીના ૭૮માં જન્મવર્ધાપન દિવસે આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે એમના જેવી ચિત્તની પ્રસન્નતા, વાણીની મધુરતા, સ્વભાવની સરળતા, સાહજિક નમ્રતા, અપ્રતિમ ગુરુભક્તિ, રાગ અભાવ અને સર્વજીવો પ્રત્યેની મૈત્રીની ભાવનામાંથી થોડા ગુણોનો પ્રકાશ આપણા જીવનમાં પણ પથરાય અને એમની તેજસ્વિતા, શ્રુતભક્તિ અને ઉત્તમ ધર્મનિષ્ઠાનો પ્રકાશ વર્ષો સુધી આપણને મળ્યા કરે તેવી અભ્યર્થના. જય જિનેન્દ્ર. (આચાર્યશ્રીના ૭૮મા જન્મ વર્ધાપન દિને આપેલું વક્તવ્ય: સંવર્ધિત) For Private and Personal Use Only
SR No.525271
Book TitleShrutsagar Ank 2012 10 021
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy