SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉo अक्तुबर २०१२ નવપલ્લવિત થઈ. આ શિક્ષણસંસ્થામાં રતિલાલ દેસાઈ અને “જયભિખુ' જેવા લેખકોએ પણ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એવામાં એક સંત પાસેથી યુવાન પ્રેમચંદને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો મળ્યાં અથવા તો એમ કહી શકાય કે સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી ધર્મજાગૃતિ, સંસ્કૃતિરક્ષા અને લોકજાગૃતિ માટેનો આદર્શ સાંપડ્યો. ત્યારબાદ વેકેશનમાં હરદ્વાર, દહેરાદૂન અને પોંડિચેરી ફરવા ગયા. પોંડીચેરીમાં શ્રી માતાજીના દર્શન કર્યા. | મન કોઈ ઝંખના સેવતું હતું અને ધીરે ધીરે સંસારત્યાગ કરવાની ભાવના ઉત્કટ બનતી હતી. માત્ર અઢારેક વર્ષની ઉંમરે એમણે ગુરુની શોધ શરૂ કરી. - આચાર્ય પદ્મસાગરસૂરીજીએ શિવપુરીમાં અભ્યાસ કર્યો અને કલકત્તાનાં ચિત્તરંજન એવન્યૂ પર આવેલા વિશુદ્ધાનંદ સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. યતિશ્રી મોતીચંદજી પાસે ધાર્મિક શિક્ષણ પામ્યા અને સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, બંગાળી, ગુજરાત, રાજસ્થાની અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમના મનમાં બે પ્રબળ ઇચ્છા હતી. એક સંસાર ત્યાગ કરીને દીક્ષા લેવી અને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવું. બંગાળના મુર્શિદાબાદમાં રહેનારને માટે શ્રી સમેતશિખર તીર્થની યાત્રા આસાન હતી, પણ શ્રી શત્રુંજય તીર્થ મુશ્કેલ હતું. આ માટે ગુજરાતમાં આવ્યા. આ સમયે વિક્રમની ૨૦મી સદીમાં જેનયોગને પુનર્જિવિત કરનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ધીરગંભીર, પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ મળ્યા. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી શિષ્ય બનવા આવેલાને બીજાનું ગુરુપદ સ્વીકારવાનું ભારપૂર્વક કહેતા. કલકત્તાથી આવેલા પ્રેમચંદ ગુજરાતથી અજાણ્યા હતા અને તેઓ પંજાબના પૂર્વજીવનના કાશીરામ એવા આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી પાસે દીક્ષાની ભાવનાથી ગયા હતા. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે આ યુવાનને પૂ. ઉદયસૂરીજી મહારાજ, પંન્યાસ મંગલવિજયજી મહારાજ અને ૫. કાંતિવિજયજી પર ચીઠ્ઠી લખી આપી અને કહ્યું કે આ યુવાન પ્રેમચંદને આત્મકલ્યાણ સાધવાની તીવ્ર ઝંખના છે. એમને ઉચિત માર્ગદર્શન આપશો, એટલું જ નહીં પણ આ ચીઠ્ઠી યુવાન પ્રેમચંદને આપતી વખતે આચાર્ય કલાસસાગરસૂરીજીએ એમ પણ કહ્યું કે આ બધા ત્યાગી પુરુષો છે, તેઓ તમને સુંદર રીતે સંયમની આરાધના કરાવશે. સામાન્ય રીતે શિષ્યો બનાવવા અંગે સાધુઓમાં થોડું મમત્વ હોય, પણ અહીં તો અનોખો નિસ્પૃહભાવ હતો. હકીકતમાં પૂ. કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજની એક અનેરી વિશેષતા હતી કે સંયમની આરાધના કરતો શ્રાવક દીક્ષાને માર્ગે જાય તે માટે આગ્રહ રાખતા, એને પ્રેરણા અને માર્ગદર્શન પણ આપતા, પરંતુ એ પોતાના હાથે દીક્ષા લે એવી સહેજેય અપેક્ષા રાખતા નહીં. બને ત્યાં સુધી એમને અન્યત્ર જ મોકલતા. યુવાન પ્રેમચંદ ભલામણચીઠ્ઠી લઈને સાધુમહાત્માઓને મળી આવ્યા, વંદના કરે, ચીઠ્ઠી આપે, સહુના આશીર્વાદ મેળવી બહાર નીકળે, પરંતુ મનમાં આ યુવાન સતત એવી ગાંઠ લગાવે કે ભલે પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરજી મને બીજે મોકલે, પણ મારે તો એમની પાસે જ દીક્ષા લેવી છે. યુવાનનો આ નિર્ધાર હતો અને એમાંથી એ લેશ પણ ચલિત થાય તેમ નહોતા. યુવાન પ્રેમચંદ મુંબઈ ગયા, ત્યારે સમયદર્શ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો મેળાપ થયો, એમને ભક્તિભાવપૂર્વક વંદન કરીને નિવેદન કર્યું કે દીક્ષા લેવાનો મારો દઢ સંકલ્પ છે અને પૂ. કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના રાખું છું. ત્યારે એમની ભાવનાને પુષ્ટિ આપતાં કહ્યું કે આચાર્ય કૈલાસસાગરસૂરીજી ઉત્તમ ચારિત્રશીલ આત્મા છે. એમની પાસે દીક્ષા લેવાથી તમારી આરાધના પણ સારી થશે, એમ કહીને આશીર્વાદ આપતાં આ. વિજયવલ્લભસૂરિએ યુવકના મસ્તક પર વાસક્ષેપ નાખ્યો અને સર્વ સાધુઓના દર્શન કરીને યુવાન પ્રેમચંદ કરી કલાસસાગરસૂરીશ્વરજી પાસે આવ્યા અને અંતે આચાર્યશ્રી કલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય પૂ. આ. કલ્યાણસાગરસૂરીજી પાસે વિ. સં. ૨૦૧૧ના કારતક વદી ૩ (૧૩ નવેમ્બર, ૧૯૫૫ ને શનિવાર)ના રોજ સાણંદમાં દીક્ષા લીધી. એકવાર પૂ. પદ્મસાગરજી મહારાજને પાલિમાં રાત્રે સર્પદંશ થયો. ડૉક્ટરોએ કહ્યું કે દવા નહીં લો તો તમારું મૃત્યુ નક્કી છે, ત્યારે પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે સાધુ થયો એટલે ઘેરથી કફન ઓઢીને નીકળ્યો છું. પેટમાં અપાર વેદના હતી, લોહીની વોમિટ થઈ હતી પણ દવા ન લીધી. પોતાના ગુરુ પ્રત્યેની અપ્રતિમ ભક્તિ ધરાવતા આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી હંમેશાં ગુરુને એટલું જ કહેતાં કે અંતિમ સમય સુધી ધર્મ ને સંયમની વફાદારી જળવાઈ રહે એવા મને આશીર્વાદ આપો. For Private and Personal Use Only
SR No.525271
Book TitleShrutsagar Ank 2012 10 021
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy