________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fવ.સં.૨૦૬૮-ક્રિ. માકપટું
ગુરુભક્તિ, શ્રુતભક્તિ અને શાસનભક્તિનું મરણ
- uદ્મશ્રી કુમારપાળ દેસાઈ આચાર્યશ્રી પધસાગરસુરીશ્વરજીના ૭૮માં જન્મ વર્ધાપન દિવસે સમારંભમાં ઉપસ્થિત અતિથિવિશેષ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસુરીશ્વરજી મહારાજના વ્યક્તિત્વનો લાક્ષણિક રીતે પરિચય આપતાં કહ્યું કે,
“પૂજ્ય આચાર્યશ્રીની આંખો જોઈએ અને કોઈ વિરાટ આકાશનો અનુભવ થાય છે. એ આંખ જતાં એમાંથી વહેતું વાત્સલ્ય, દઢ સંકલ્પ, સંયમનું તેજ, અજોડ શ્રુતભક્તિ અને અપ્રતિમ શાસનભક્તિનું અજવાળું નિરખવા મળે છે. પાંચ નદીઓના સંગમ કે પંચ તીર્થીનો મહિમા આપણે સહુ જાણીએ છીએ, પરંતુ જીવન જીવવા માટેની પંચ તીર્થીનું પાન આચાર્યશ્રીનાં નિર્મળ ચક્ષુ પાસેથી પામી શકાય છે. પરમ પૂજ્ય આચાર્યશ્રીએ એક આગવી પંચ તીર્થીનું સર્જન કર્યું છે,
સામાન્ય રીતે એક મુખ્ય મહિમાવંત તીર્થ હોય અને એની આસપાસના વિસ્તારમાં ચારેક તીર્થ આવ્યા હોય, ત્યારે પંચતીર્થીનું નિર્માણ થતું હોય છે, પણ આચાર્યશ્રીએ તો કોબા તીર્થમાં ધર્મતીર્થ, શ્રુતતીર્થ, કલાતીર્થ, સ્વાધ્યાયતીર્થ અને મુમુક્ષુતીર્થ એમ પાંચેય તીર્થોનું સંગમસ્થાન સર્યું છે.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જઈએ ત્યારે મનમાં એવો સવાલ પણ જાગે કે જેણે આનું સર્જન કર્યું છે, એમનો નામોલ્લેખ ક્યાં? નોંધપાત્ર વાત એ છે કે આ તીર્થમાં સર્વત્ર આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીનું નામ મળશે, આચાર્ય કલાસસાગરસૂરિજી સ્મૃતિમંદિર, આચાર્ય કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર અને જૈન અને ભારતીય કલાસંસ્કૃતિનું ઉત્કૃષ્ટ દર્શન આપતું સમ્રાટ સંપ્રતિનું સંગ્રહાલય મળશે. ગુરુના કાળધર્મના દિવસે ૨૨મી મે ને બપોરે રને ૭ મિનિટે મહાવીરાલયમાં ભગવાન મહાવીરના લલાટ પર સુર્યકિરણોથી દૈદિપ્યમાન કિરણ સર્જાય છે. કેવી અનુપમ છે આ ગુરુભક્તિ!
આ સમયે મને એક અંગત પ્રસંગનું સ્મરણ થાય છે. મારા પિતાશ્રી “જયભિખ્ખએ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવનચરિત્ર લખ્યું હતું. પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની એવી ઇચ્છા હતી કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર મારી કલમે લખાય. આચાર્ય શ્રી કલાસસાગરસૂરીશ્વરજીનો બહુ વિશેષ પરિચય નહોતો એટલે મેં પહેલાં તો અસમર્થતા પ્રગટ કરી, પરંતુ તેઓશ્રીએ કહ્યું કે સઘળી માહિતી હું આપીશ. તમારે એનું સુંદર ભાષામાં લેખન કરવાનું છે. અને એ પછી કેટલાય દિવસો સુધી સાંજના આઠ-સાડા આઠે તેઓ બેસે અને મોડી રાત સુધી ગુરુ-સ્મરણો વર્ણવતા જાય. એ સમયે કોઈને મળે નહીં અને એક પણ મિનિટ બીજો કશો વિચાર કરે નહીં – માત્ર ગુરુની જ સ્મરણધારામાં લીન બની રહે. આને પરિણામે ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે” નામનું આચાર્ય કલાસસાગરસૂરીશ્વરજીનું ચરિત્ર લખી શક્યો.
દેશના અગ્રણી રાજપુરુષો એમને અતિ આદર આપતા જોયા છે, પરંતુ આચાર્યશ્રી માત્ર એમને આશીર્વાદ જ આપતા હોય. એમને મળીએ ત્યારે ક્યારેય જ્ઞાન, પદ, પ્રતિભા કે પ્રભાવનો લેશમાત્ર બોજ જોવા મળે નહીં. જૈન ધર્મની પ્રરૂપણાભૂમિ એવા બંગાળના અજિમગંજમાં એમનો જન્મ થયો. પૂર્વભારતના આ વિસ્તારમાં જૈનધર્મના મૂળ શાસ્ત્રગ્રંથો પણ રચાયેલા છે. એમનું કુટુંબ ધર્મના રંગે પૂરેપૂરું રંગાયેલું હતું, તેથી સ્વાભાવિક રીતે જ બાળક પ્રેમચંદમાં વિવેકપૂર્ણ વાણી, સૌજન્યશીલ વર્તન અને ઉચ્ચ ખાનદાનીના સંસ્કારોનું સિંચન થયું. આવા ઉમદા વાતાવરણમાં એમનો ઉછેર થયો, પછી કોઈ પૂર્વના સંસ્કાર કહો કે ઉત્તમ ભવિતવ્યતાનો સંકેત હોય તેમ ઉછરતી ઉંમરથી જ તેમનું મન ધર્મક્રિયા અને ધર્મશ્રદ્ધા તરફ અભિરુચિ ધરાવતું બની રહ્યું.
મુર્શિદાબાદમાં એ સમયે જૈનોના પાંચસો જેટલા ઘર હતા. પૂ. પદ્મસાગરસૂરીજીના પિતાશ્રી રામસ્વરૂપસિંહજી ધનવાન જમીનદાર હતા અને વિશાળ કોઠીઓ, અનેક નોકરચાકરો તેમજ કેટલાક ગામોનાં માલિક હતા. સઘળી સુખસંપત્તિ અને સાહ્યબી હોવા છતાં એમનું મન ધર્મ પ્રતિ આકર્ષિત હતું. તેને કારણે એમને એક વિશિષ્ટ સંયોગ સાંપડ્યો, આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા)ની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરીમાં સ્થપાયેલી શિક્ષણસંસ્થા શ્રી વીરતત્ત્વપ્રકાશક મંડળમાં તેઓ અભ્યાસને માટે આવ્યા, આ જૈન શિક્ષણસંસ્થામાં તેમની ભાવના વિશેષ
For Private and Personal Use Only