SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir जुलाई २०१२ એ મુનિવર ચાલે ત્યારે કોલસાથી ભરેલું ગાડું ચાલે ને જે અવાજ આવે તેવો અવાજ આવે; કેમ કે હાડકાં એવાં રસ-રૂધિર વિનાના શુષ્ક બની ગયેલાં. જોનારાઓને લાગતું કે આ શરીરના બળથી નથી ચાલતા પણ નીયો जीवेण गच्छइ. માત્ર નવ માસનો સંયમપર્યાય. અને તેમાં પણ છેલ્લા એક માસનું તો વિપુલગિરિ ઉપર અણસણ. સંલેખનાપૂર્વક સમાધિ સહિત કાળધર્મ. સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ ત્યાંથી ચ્યવન. મહાવિદેહમાં જન્મ, સિદ્ધપદની પ્રાપ્તિ, સંયમપર્યાય તો માત્ર નવ મહિનાનો, છતાં એ ટૂંકા લાગતા સમયમાં કેવું તે વીર્ય ફોરવ્યું! ને કેવી ફોરમ વેરી ગયા! અનુત્તરોપપાતિક દશાંગસૂત્રના વર્ગ ત્રીજામાં, અધ્યયન પહેલામાં આ અધિકાર સાથે શ્રીધન્નાજીનું તપોરૂપ લાવણ્યનું વર્ણન આવે છે. વિશ્વના સાહિત્યમાં રાજારાણી, કુમાર, સેનાપતિ, મંત્રી વગેરેનાં વર્ણનો આવે છે. જો કે તે કાલ્પનિક પણ હોય ને અતિશયોક્તિ-રંજિત પણ હોય, છતાં તે પણ ફિક્કું લાગે તેવું આ વર્ણન છે. મૂળ અંગસૂત્રમાં જ આ વર્ણન છે. સૂત્રકાર મહર્ષિ આને તપ-રૂપ લાવણ્ય કહે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે: માનવા मौलितो वर्ण्याः देवाश्चरणतः पुनः । આવા તપસ્વી તો દેવ જ કહેવાય. અરે! એઓ તો દેવોને પણ પૂજ્ય ગણાય. વર્ણનની શરૂઆત ચરણથી. અરે! ૧. ચરણ-સૂકી છાલ જેવાં. લાકડાની ચાખડી આવે છે તેવા સપાટ . માંસ અને લોહી વિનાના અને ચામડી, હાડકાં અને નસથી ઓળખાય કે આ પગ છે. એવાં ધન્ના અણગારના ચરણ હતાં. અને એ પગની આંગળીઓ, સાંગરીની સિંગો, મગની અને અડદની સિંગો લીલી લીલી હોય ને તેને છોડ ઉપરથી ઉતારી તડકે સૂકવી હોય અને તે કરમાયેલી જેવી લાગે તેવી સૂકી આંગળીઓ હતી. ૨. ધન્ના અણગારની પગની પીંડી તો કાકના પગની પીંડી જેવી પાતળી હતી. ૩. ધન્ના અણગારનાં ઢીંચણ કાકજંઘા નામની વનસ્પતિની ગાંઠ જેવાં અને મોરનાં ઢીંચણ જેવાં સૂકાયેલાં અને કઠણ હતાં. ૪. ધન્ના અણગારનાં સાથળ બોરડીના, શલ્લકીનાં નવાં વૃક્ષને તડકે સૂકવીએ, અને એ જેવાં લાગે તેવાં માંસરૂધિરથી રહિત એ સાથળ હતાં. ૫. ધન્ના અણગારનો કટિપ્રદેશ/કેડનો ભાગ સાવ સૂકાયેલો, પાતળો તેમજ ઊંટના ને ઘરડા બળદના પગ જેવો માંસ-લોહી વગરનો સીધો સપાટ હતો. ૬. ધન્ના અણગારનો ઉરપ્રદેશ/પેટનો ભાગ પાણી ભર્યા વગરની ચામડાની ખાલી મશક જેવો સપાટ-માત્ર સૂકાયેલી ચામડી જ જોઈ લો. છાતીનાં હાડકાં નીચે નમેલાં દેખાતાં હોવાથી લાકડાની કથરોટ જેવું પાતળું અને સૂકાયેલું પેટ હતું. ૭. ધન્ના અણગારની પાંસળીઓ, સ્થાસકાવલી કે પાણાવલી-ગોળ ભાજનને ઉપરા ઉપરી ગોઠવ્યા હોય ને જેવું લાગે તેવી પાંસળીઓ લાગતી હતી. ૮. ધન્ના અણગારની પૃકરંડિકા પીઠનો પાછલો-બરડાનો ભાગ, જેવો આગળનો પાંસળીનો ભાગ દેખાતો હતો તેવો દેખાતો હતો. ૯. ધન્ના અણગારનો છાતીનો ભાગ, વાંસની સળીના બનાવેલા પંખા જેવો, તૃણની બનાવેલી સાદડી જેવો અને તાલપત્રના પંજા જેવો એ ભાગ લાગતો હતો. ૧૦, ધન્ના અણગારની ભુજાઓ અગથીઆ વૃક્ષની સિંગો-ફળી, ખીજડાના વૃક્ષની સિંગો જેવી પાતળી ને લાંબી છે. ૧૧. ધન્ના અણગારના હાથની આંગળીઓ તુવેરની, મગની અને અડદની ફળી સિંગો-કોમળ હોય ત્યારે જ ઉતારીને તડકે મૂકીને સૂકવી હોય તેવી પાતળી, લાંબી અને સૂકી આંગળીઓ હતી. ૧૨. ધન્ના અણગારની ગ્રીવા/ડોક, પાણીના ઘડાના કાંઠલા જેવી, કમંડલુના કાંઠા જેવી અને દેખાવમાં લાંબી ને સૂકાયેલી ડોક હતી. ૧૩. ધન્ના અણગારની દાઢી તુંબડાનાં ફળ જેવી ને કેરીના સૂકાયેલા ગોટલા જેવી લાગતી હતી. ૧૪. ધન્ના અણગારના હોઠ સૂકી જળો જેવા ને અળતાની-લાખની સૂકાયેલી ગોળી જેવા હતા. For Private and Personal Use Only
SR No.525268
Book TitleShrutsagar Ank 2012 07 018
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy