________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૮-પાત
www.kobatirth.org
તપોરૂપ લાવણ્ય ભંડાર, વંદુ ધન ધન્ના અણગાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
આચાર્યશ્રી પ્રદ્યુખ્તસૂરિજી
વૈશાખ સુદિ અગિયારના દિવસે શાસનની સ્થાપના થઈ. આ શાસન સ્થાપનાના પાયામાં જ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું સાડાબાર વર્ષનું ઘોર તપ છે. સ્વયં જ આવું આકરું તપ આચર્યું એટલે એમની શિષ્યપરંપરામાં એ વારસારૂપે આવ્યું. યવ્ યાવરતિ શ્રેષ્ઠસ્તત્ તરેવેતરો અનઃ એ ન્યાયે તેઓની હયાતીમાં જ શ્રમણો વિવિધ પ્રકારનાં તપમાં જીવનને દીપ્તિમંત બનાવતા રહ્યા.
તપોધના રિશ્રમળાઃ એ શબ્દ તે વખતે આર્યાવર્તમાં પ્રચલિત હતો. વૈદિક પરંપરાના સંન્યાસીઓની સંજ્ઞા જ તાપસ હતી. તાપસી દીક્ષા કહેવાતી. સંસારનો વૈરાગ્ય એટલે તેના પર્યાય સ્વરૂપ આહારનો વૈરાગ્ય. શ્રમણો સ્વવેદેડપિ ગતસ્પૃહાઃ ‘ના દેહ તણી દરકાર કરે, અઘરા તપને આચરતા' એવું પ્રત્યક્ષ જોવા મળતું. રાજા જેવા ઉત્તમ પુરુષો સાધુને મળે તો કુશળ પ્રશ્નાવલિનો પહેલો પ્રશ્ન જ આ પૂછાતો : અયિ તો વર્જીતે? રઘુવંશ મહાકાવ્યના પાંચમાં સર્ગમાં વરતન્તુ શિષ્ય કૌત્સ ને રાજા રઘુ પણ આ જ પ્રશ્ન પૂછે છે :
कायेन वाचा मनसापि शश्वद् यत् संभृतं वासवधैर्यलोपि । आपाद्यते न व्ययमन्तरायैः कच्चिन् महर्षेस्त्रिविधं तपस्तत् ।।५।।५।।
એવા સાધુ જ્યાં રહેતા તે સ્થળને તપોવન જ કહેવાતું. વાતાવરણ પણ તપથી ઉદ્દીપ્ત રહેતું.
એક તપ એવું કોઈ કહે તો તેનો અર્થ બાર વર્ષ થતો. પશ્ચિમના દેશોની ભોગસંસ્કૃતિના પવનનો સંચાર નહોતો થયો ત્યાં સુધી આ ભૂમિમાં તપનો મહિમા હતો. સફળ જીવનની આધારશિલા તપ છે એવું મનાતું. શ્રમણ ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં તો સર્વ સિદ્ધિનું મૂળ તપ ગણાતું. એટલે દીક્ષા ગ્રહણ કર્યા પછી છત્તમટ્ટમ સમ ડુવાતા માસાä માાયમર્દિ - આવું જ વર્ણન આવે.
શ્રી ગૌતમ મહારાજના મિત્ર શ્રી સ્કંદક અણગારનાં તપનું વર્ણન વાંચતાં આપણું મસ્તક નમી પડે છે અને હાથ જોડાઈ જાય છે. ગુણરત્ન સંવત્સર તપ કેવું લાંબુ! કેવું કઠિન! આવું આવું તપ તેઓ ઉપરા-ઉપરી કરતા. આવા આવા તપસ્વીનાં નામોની યાદી કરીએ તો સહસત્કારે જેમનું નામ પહેલું યાદ આવે તે પુણ્યશ્ર્લોક-પુરુષનું નામ છે ધન્ના અણગાર.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની હાજરીની વાત : ‘ધન ધન્નો કાકંદીવાસી, બત્રીશ ૨મણી ત્યજી ગુણરાશિ, લઈ સંયમ થયો અનુત્તરવાસી.' ધન્નાજીના પૂર્વ જીવનની થોડી વાતો જોઈ લઈએ :
કાકંદી નગરી, જિતશત્રુ રાજા, ભદ્રા-સાર્થવાહી માતા, બત્રીશ કન્યા સાથેનું પાણિગ્રહણ.
ભગવાન મહાવીર કાકંદીમાં પધાર્યા, દેશના-શ્રવણ. વૈરાગ્ય, દીક્ષા મહોત્સવ, યાવજ્જીવ છટ્ઠ તપ અને પારણે સર્વથા નીરસ અન્ન લેવાની પ્રતિજ્ઞા,
મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભા મોઝાર, વીર જિણંદ વખાણીયો, ધન ધન્નો અણગાર.
તે પછી એક સમયની વાત છે : રાજગૃહી નગરીમાં, ગુણશીલ ચૈત્યમાં, પ્રભુ મહાવીર સમયસર્યા હતા ત્યારે શ્રમણોપાસક શ્રેણિક રાજાએ સહજ પ્રશ્ન કર્યો હતો : આપના ચૌદ હજાર શ્રમણોમાં ઉત્કૃષ્ટ તપસ્વી શ્રમણ કોણ? પ્રભુએ ઉત્તર આપ્યો કે ધન્ના કાદી એ ઉત્કૃષ્ટ તપસ્વી શ્રમણ છે.
દીક્ષા દિવસથી છટ્ઠને પારણે સાવ નીરસ આયંબિલ વળી છટ્ઠ, વળી આયંબિલ... આમ તપ કરે છે.
રાજા શ્રેણિકને ધન્ના અણગારનાં દર્શન કરવાનો મનોરથ થયો. ગયા શ્રમણોને પૂછ્યું: ધન્નાજી ક્યાં છે? મુનિઓએ કહ્યું કે પેલા વનમાં, વૃક્ષવીથિમાં. રાજા શ્રેણિક ત્યાં જઈ જઈને બે વાર પાછા વળ્યા. શ્રેણિક મુનિઓને કહે છે કે મેં તો ન દીઠા. શ્રમણો કહે છે કે સ્હેજ બારીકાઈથી જોજો.
ત્યાં જ કોઈક બે વૃક્ષની થડની વચ્ચે કાઉસગ્ગ મુદ્રામાં ઊભા હશે! અને ત્રીજી વારના પ્રયત્ન શ્રેણિકને આ
For Private and Personal Use Only