SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ.સં.૨૦૬૮-ચૈત્ર www.kobatirth.org ગોડીજી પાર્શ્વજિન સ્તોત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ છે આશિષ આર. શાહ જેમના યશ નામકર્મનો ઘોષ ત્રણેય લોકમાં ગાજી રહ્યો છે એવા ત્રેવીશમાં તીર્થાધિપતિ પાર્શ્વનાથ પરમાત્મા માટે અદ્યપર્યંત સંસ્કૃત, પ્રાકૃત, મા.ગુ. આદિ વિવિધ ભાષાઓમાં કેટલીયે રચનાઓ થઇ, અને કેટલીયે પ્રકાશન પામીને લોકજિહ્વા સુધી પહોંચી. કોબા સંસ્થામાં કાર્યકાળ દરમ્યાન પાર્શ્વનાથ પરમાત્માનું એક એવું અપૂર્વ સ્તોત્ર મળ્યું છે જે હજુ સુધી અપ્રકાશિત અવસ્થામાં જ હતું. સ્તોત્રના પો વાંચતા જ મન અત્યંત પ્રફુલ્લિત થઇ જાય અને પુનઃ પુનઃ એ કડીઓ ગણગણવાનું મન થાય એવી છે. પાછી કૃતિની ખાસિયત તો એ છે કે બધી ગાથાઓ અલગ-અલગ ભાષાઓમાં રચાઇ છે. જેમ રસોઇઘરમાં સ્ત્રીઓ વિવિધ રસોના મિશ્રણથી અતિ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે, અને તેને ખાનારના મોઢામાંથી ‘વાહ ભાઈ વાહ’ જેવા ઉદ્ગારો નીકળી પડે છે. તેમ રચનાકારે ષડૂભાષારૂપી રસોને પ્રભુ સ્તવનામાં ઢાળીને પાર્શ્વજિન સ્તોત્ર નામક ભોજનથાળ બનાવ્યો છે. જે પણ તેનું આસ્વાદન કરશે તેના મોઢામાંથી પ્રશંસાના સૂર નીકળ્યા વિના નહિ રહે. આ કૃતિમાં કર્તાએ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, શૌરસેની, અપભ્રંશ અને પૈશાચી ભાષાઓનો ઉપયોગ કર્યો છે. જેના કારણે કૃતિ વૈવિધ્યપૂર્ણ અને નાવિન્ય સભર લાગે છે. સાથે-સાથે ગાથાઓમાં મધુર આલાપપૂર્વક ગાઇ શકાય તેવા સઘ્ધરા, જગદુદય, રોડ, માલિની જેવા વિવિધ છંદનો પણ ઉપયોગ કર્યો છે. કહેવાય છે કે અરીસો સામે જેવી વસ્તુ રહેલી હોય તેવું જ પ્રતિબિંબ પાડે છે. સંસ્કૃત ઉક્તિ ‘પ્રકૃતિ મુળાનું ચયતિ' અનુસાર વ્યકિતનું બાહ્ય સ્વરૂપ તેનામાં રહેલા આંતરિક ગુણોનું વર્ણન કરે છે. તેમ પ્રસ્તુત રચનાના વાંચનથી કૃતિકાર ચોક્કસપણે અત્યંત ભાવુક અને પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હશે તેમ કહી શકાય. તેઓ ૫૨માત્મા સાથે જાણે સાક્ષાત્ વાર્તાલાપ કરતા હોય તે રીતે સ્તોત્રની રચના કરેલ છે. ક્યાંક તેઓએ પ્રભુ આગળ બાળક બનીને માંગણી કરી છે. તો ક્યાંક સમજુ અને વિવેક પૂર્ણ બનીને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. આઠમી ગાથામાં તો ભગવાન સાથે જાણે મીઠો ઝઘડો કરતા હોય તેમ કહે છે કે ‘હે ભગવાન! તું તો રાજાઓનો રાજા છે અને હું તો ભિખારીઓનો સરદાર છું. હવે જો તું મને નહી આપે તો તેમાં તારી જ લાજ જશે. શું વરસતો મેધ ક્યારેય યોગ્ય કે અયોગ્ય સ્થાનનો વિચાર કરે છે ખરો?' આમ વાતનો દોર ચલાવ્યો છે. આગળ જતા કહે છે ‘હે પ્રભુ! મને ઇચ્છિત સુખ આપો જ આપો. સુખ આપશો તેમાં આપની જ શોભા છે.’ તેમ કહીને પ્રભુ આગળ પોતાનો હક જતાવ્યો છે. કૃતિ સંપાદનની પ્રારંભમાં એવો વિચાર હતો કે કૃતિની કેટલીક વિશિષ્ટતા, વિદ્વાન માહિતી અને માત્ર પ્રતને લગતી માહિતીઓનું સંપાદન કરીને કાર્ય પૂર્ણ કરી દઇશ. પરંતુ કૃતિસંપાદનના અનુભવ પછી એવો વિચાર થયો કે ગાથાઓ સાથે જો તેના અર્થોને પણ મૂકવામાં આવે તો જે અન્ય ભાષાઓ જાણતા નથી તેમના માટે પણ ગાથાઓના અર્થો જાણવા સુગમ બની જાય. આથી ગાથાઓની સાથે તેના અર્થો પણ મૂકેલા છે. મારા માટે પણ આના અર્થો ક૨વા અને કવિના હૃદયસ્થ ભાવોને પકડવા મુશ્કેલ બની જાત, જો આ કૃતિ પર અજ્ઞાતકર્તૃક ટીકા ન હોત. કોબામાં રહેલ પ્રતોમાંથી ૮૯૩૯ નંબરની પ્રતમાં સ્તોત્રની સાથે તેના પર રચાયેલ ટીકા પણ ઉપલબ્ધ થઇ અને મારું કાર્ય એકદમ સરળ બની ગયું. ટીકા સ્તોત્રકારની પોતાની સ્વોપજ્ઞ છે કે પછી અન્ય કોઇ વિદ્વાને રચી છે તેનો નિર્ણય થઇ શક્યો નથી. આ ટીકાને જેમ જેમ વાંચતો ગયો તેમ-તેમ કૃતિની વિશિષ્ટતાનો તો ખ્યાલ આવ્યો. તદુપરાંત ભાષા બદલાતા પદ્માક્ષરોમાં પણ કેવા ફેરફારો થાય છે તેનું પણ જ્ઞાન થયું. For Private and Personal Use Only સ્તોત્રમાં સંસ્કૃત- પ્રાકૃત સિવાયની ઉપયુક્ત ભાષાઓમાં જે ફેરફારો થાય છે તે આ મુજબ છે. ૧) માગધી - માગધી ભાષામાં જ્યાં જ્યાં પણ ૨ નો ઉચ્ચાર આવતો હોય ત્યાં ‘રસોર્નો મધ્યાં' નિયમથી ૨ નો લ કરવામાં આવે છે. અને જ્યાં દંત્ય સ નો ઉચ્ચાર આવે ત્યાં ‘સભ્યો તાલવ્ય શારી મવેત્' નિયમથી સ નો શ કરવો. એટલે
SR No.525265
Book TitleShrutsagar Ank 2012 04 015
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy