________________
જ્ઞાનતીર્થ આચાર્ય શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર વિષે
ગુરુભગવંતોના અભિપ્રાય
‘સમ્યગ્ જ્ઞાનનાં સંરક્ષણ-સંવર્ધન-સંપાદનનું કાર્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી સુંદર રીતે થઈ રહ્યું છે. તે પ્રત્યક્ષ નિહાળ્યું, ખુબ આનંદ થયો. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર પોતાનાં ગંતવ્ય તરફ ઉત્તરોત્તર અગ્રેસર બને એવી શુભેચ્છા સહ આશીર્વાદ... આચાર્ય વિજયરામસૂરિ ‘વિશ્વભરમાં અદ્વિતીય સુંદર જે જ્ઞાનમંદિર... વિગેરે સમ્યગ્ દર્શનને સમ્યગ્ જ્ઞાનના કારણભૂત કાર્યની ભૂરિ-ભૂરિ અનુમોદના.‘ આચાર્ય મેરૂપ્રભસૂરિ
જ્ઞાનભંડારાદિ સમ્યગ્ જ્ઞાનનાં પોષક કાર્યોમાં મુનિ ભગવંતો પણ જૈન શાસનની સઘળી મર્યાદાને પૂર્ણ રીતે જાળવવાની જે ખેવના રાખે છે તે જાણી વિશેષ આનંદ થયો છે. એજ ભાવનાની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય એજ એક મંગલ કામના.
पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक
આચાર્ય મહોદયસૂરિ
‘પૂજ્ય વીરવિજયજીએ કહ્યું છે કે કલિકાલમાં જિનબિંબ અને જિનાગમ જ ભવ્ય જીવોને આધારરૂપ છે. જિનબિંબથી પરમાત્માની ઉપાસના અને જિનાગોથી શ્રુત ઉપાસના થાય છે. કોબાના આ મંગળ ધામમાં આ બંન્ને વસ્તુ સાકાર થઈ છે. પરમાત્માની મનોહર મૂર્તિ સાધકોના હૃદયને પવિત્ર બનાવે છે. તો અહીંનો વિશાળ શાસ્ત્ર-સંગ્રહ બુદ્ધિ ને વિકસિત બનાવે છે. બુદ્ધિ અને હૃદયનો સમકક્ષી વિકાસ જ્યાં થઈ શકે, એવું આ મંગળ સ્થાન સૌને ઉન્નતિ પ્રેરક બની રહે એજ કલ્યાણ કામના. આચાર્ય કલાપૂર્ણસૂરિ
‘સંસ્થાના જ્ઞાનમંદિરના શિલાસ્થાપન પ્રસંગે રહેવાનું થયું. જ્ઞાનમંદિરના નિર્માણ કાર્યની દીર્ઘદ્રષ્ટિ જો એ મુજબ કાર્યરત બની રહેશે તો વિજ્ઞાન અને ધર્મ બંનેની સાપેક્ષતાનો અનુભવ કરી શકાય તેવી શક્યતા છે. ઉત્સાહી કાર્યકરો પૂરેપૂરા સમર્પિત તો છે જ પણ જ્ઞાનમંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા તેને ચેતનવંતુ બનાવવા અથાગ પ્રયત્નની જરૂરિયાત આવશ્યક બની રહેશે. શાસનદેવને પ્રાર્થના છે સર્વને પ્રાચીન વિદ્યાઓનું એક પ્રતીક બનાવવા સહાય કરે.
આચાર્ય ચન્દ્રોદયસૂરિ
જયવંતા શ્રી જિનશાસનની શતાબ્દીઓ જ નહીં બલ્કે સહસ્રાબ્દીઓ જૂની ભવ્યતા, વિશિષ્ટતા, વિરલતાને નજરો નજર તાદેશ કરતા આ આરાધના કેન્દ્રના જ્ઞાનમંદિર અને સંગ્રહાલય ખરી રીતે તો શ્રુતતીર્થ અને વારસાતીર્થની ઉપમાને યોગ્ય છે. એમાં જાળવણી કાજે જે વિશિષ્ટ દૃષ્ટિ અને આધુનિક શોધનો સાર્થક ઉપયોગ કરાયો છે, એને અંતરના અભિનંદન. આ મહાન કાર્યના પ્રેરક અને વ્યવસ્થાપક સૌની ખુબ-ખુબ અનુમોદના. અહીંનો શ્રેષ્ઠ સંગ્રહ શ્રીસંઘને, સમાજને સૈકાઓ પર્યંત ઉપયોગી બની રહે એવી અંતર-અભિલાષા સાથે અહીંના ભાવી આયોજનો પૂર્ણ ચંદ્રની જેમ પૂર્ણ વિકાસ પામે એજ આશીષ...’ આચાર્ય સૂર્યોદયસૂરિ (ધર્મસૂરિ સમુદાય)
દવિધ સમાયારી દશ તિસમાધિ અને સોળ કાયાના વિષયોના જ્ઞાતા આવા છગીરા ગુણોથી યુક્ત આચાર્યોને વંદન
શોકનું
રામીત ઝવેરી, મુંબઈ
67