________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक
અવન્તિકુમારનો જન્મ જે પરિવારમાં થયો એ લબ્ધપ્રતિષ્ઠિત પરિવારની યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી અને સાગર સમુદાય પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ ભાવના સહુને માટે ગૌરવ લેવા જેવી અને અનુકરણીય છે. વીસમી સદીના મહાનુ યોગી ક્રાન્તદષ્ટા આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી પ્રત્યેની શેઠ શ્રીમાન્ દલસુખભાઈની ગુરુભક્તિ સર્વવિદિત છે. તે જમાનામાં કેટલાક અલ્પમતિ લોકો સાણંદમાં પૂજ્ય આચાર્યશ્રીને ઉપદ્રવ કરતા હતા તે સમયે શ્રી દલસુખભાઈએ અડીખમ રીતે પૂજ્યશ્રીના પડખે રહી તેમને અનુકરણીય સહયોગ આપ્યો હતો.
સાણંદનો સંઘ પણ એ જમાનામાં ઘણો આગેવાન અને ગૌરવશાળી હતો. પૂજ્ય આચાર્યશ્રીના પ્રત્યે બહુમાનના સત્કારવાળો હતો. આજના સુપ્રસિદ્ધ તીર્થધામની મહુડી ખાતે સ્થાપનામાં સાણંદના સંઘનો મુખ્ય સહયોગ રહ્યો છે. કહેવાય છે કે સાણંદ સંઘનો સાથ-સહકાર જો ન હોત તો મહુડીમાં આ તીર્થ કદાચ ન હોત.
જ્યારે મહુડીમાં યોગનિષ્ઠ આચાર્યશ્રીને પહેલીવાર શ્રી ઘંટાકર્ણવીરની મૂર્તિ પ્રતિષ્ઠિત ક૨વાની પ્રેરણા થઈ ત્યાંરે મૂર્તિ બનાવવાની પૂર્ણ જવાબદારી પૂજ્યશ્રીએ પ્રૌઢ શ્રાવક શ્રી દલસુખભાઈ મહેતાને જ સોપી હતી. શ્રી દલસુખભાઈએ તે સમયે ત્રણ દિવસ સુધી જયપુરમાં રહીને આચાર્ય ભગવત્તની દિવ્ય પ્રેરણાને અનુરૂપ પ્રભાવશાળી મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું. શ્રી દલસુખભાઈ ઉપર આચાર્યદેવની એટલી બધી કૃપાદૃષ્ટિ હતી કે તેઓશ્રીએ સ્વંય પોતાના હાથે ઘંટાકર્ણવીરની એક આબેહુબ તસ્વીર આશીર્વાદ રૂપે અર્પણ કરી હતી. જે આજે પણ સાણંદના દેરાસરમાં દર્શનાર્થે મૂકાયેલ છે.
આચાર્યશ્રીના અનન્ય ભક્તસમુદાયમાં શેઠ શ્રી દલસુખભાઈનું સ્થાન અગ્રગણ્ય હતું. જ્યારે પણ કોઈ શાસનનો પ્રશ્ન ઉઠતો ત્યાંરે શ્રી દલસુખભાઈ મહેતા આચાર્યશ્રીના સમર્થનમાં હંમેશા અડગ ઉભા રહેતા હતા. એવા યશસ્વી પરિવારમાં સાત ભાઈ અને ત્રણ બહેનોમાં સહુથી નાના અવન્તિકુમારને માતા-પિતા અને બધા ભાઈ બહેનોનો લાડ-પ્યાર મળતો હતો. સંસારની સુખ-સુવિધાઓમાં જરાયે કમી ન હોતી. બાળપણ સુખમય વ્યતીત થઈ રહ્યું હતું પરન્તુ અવન્તિકુમારનું ભાગ્યબળ તેમને અધ્યાત્મ તરફ પ્રેરિત કરતું હતું. વીતરાગના કલ્યાણકારી અણગાર ધર્મ દ્વારા જીવન નિર્માણ કરવાનું સદ્ભાગ્ય લઈને અવતર્યા હતા તેથી મા-બાપ, ભાઈ-બહેનોનો અપાર સ્નેહ પણ તેમને આકર્ષી ન શક્યો. ઉલટું બાળહૃદયમાં ચારિત્ર અંગીકાર કરવાની ભાવના પ્રબળ બનવા લાગી.
વિદ્યાનુરાગી અવન્તિકુમારે વ્યાવહારિક અભ્યાસ સાણંદની શેઠ સી. કે. હાઈસ્કૂલમાં અને અમદાવાદમાં શાહપુરની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં કર્યો. વિદ્યાભ્યાસની લગની ઉત્કૃષ્ટ હતી તેથી જોતજોતામાં પોતાના સહપાઠીઓનામાં અને ગુરુજનોના પ્રિયપાત્ર બન્યા હતા. બાળપણમાં પણ અવન્તિકુમા૨માં એક આગવો ગુણ હતો નેતૃત્વ કરવાનો. જેના કારણે તેઓ ભાઈબહેનો અને મિત્રો સાથે રમતમાં પણ નેતૃત્વ પૂરું પાડતા હતા. અવસરે બધાને સારી સારી વાતો બતાવીને ભણવામાં પ્રેરિત કરતા હતા. બાળપણાનો એ ગુણ આજે પણ તેમની આગવી ઓળખાણ ઉભી કરાવે છે.
વ્યાવહારિક શિક્ષણની સાથે સાથે ધાર્મિક ક્રિયા-કલાપોમાં પણ અવન્તિકુમારની અભિરુચિ વિશેષ રહેતી હતી. માતાપિતાના સંસ્કારો બાળકમાં સહજ રીતે દેખાઈ આવે છે. તેઓશ્રીનો વૈરાગ્યશીલ આત્મા સંયમ ધારણ કરવા માટે ઉત્તરોત્તર વધુ આતુર થવા લાગ્યો. જેમને શ્રાવકપણું ફળ્યું હતું એવા માતા શાન્તાબેન અને પિતા દલસુખભાઈની પણ એવી ભાવના તો હતી
सत्कार, लाभ-अलाभ, सुख-दुःख, एवं मान-अपमान में समभाव को धारण करनेवाले हैं
तथा अचपल, असवल व क्लेश रहित आचायों को भावभरी चंदना,
० सौजन्य ●
विमलाबेन सोमचंद खोडीदास शाह परिवार,
हस्ते - मोहीतभाई, अहमदाबाद
28