________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान
महोत्सव विशेषांक
પંન્યાસશ્રી અમૃતસાગરજીનો મિતાક્ષરી પરિચય
મનોજ ૨, જૈન, જ્ઞાનતીર્થ કોબા વર્તમાનમાં સાગર સમુદાયમાં તપ-જપ-મૌનની સાધનાના ઉચ્ચ આરાધક પૂજ્ય પંન્યાસ શ્રી અમૃતસાગરજી આજે તો પોતાની સાધના અને યોગ્યતાના બળથી શ્રમણ પરંપરાના ગરિમાપૂર્ણ પદ ?આચાર્ય પદવી?થી અલંકૃત થઈ રહ્યા છે. પૂજ્યશ્રીને આચાર્ય પદે વિભૂષિત કરીને જૈન સમાજ ગૌરવનો અનુભવ કરવા થનગની રહ્યો છે.
મનોવિજ્ઞાનનું કહેવું છે કે વ્યક્તિના હૃદયમાં જે ભાવો રમણ કરતાં હોય છે, તે ભાવો તેના ચહેરા પર વાંચી શકાય છે. અર્થાત્ વ્યક્તિના હૃદયમાં ઉત્પન્ન થતાં ભાવો તેના મુખકમલ પર ઉભરી આવતા હોય છે. વ્યક્તિનો ચહેરો પુસ્તકના પાના સમાન હોય છે. જેને કુશળ માનવ વાંચી લેતો હોય છે. આ જ રીતે ચહેરાના ભાવોને ઉકેલવામાં સમર્થ પૂજ્ય ગુરુદેવ, રાષ્ટ્રસંત આચાર્ય શ્રીમતું પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજે (તત્કાલિન મુનિ શ્રી પદ્મસાગરજીએ) સાણંદ ખાતે ઉપાશ્રયમાં બાલક્રીડા - આરાધના કરતા સુકુમાર એવા શ્રી અવન્તિકુમારના ચહેરાના ભાવો પારખીને જ પાત્રતા પ્રમાણે દીક્ષા વખતે તેમનું નામકરણ મુનિ શ્રી અમૃતસાગરજી રાખ્યું હતું. યથા નામ તથા ગુણની કહેવતને ચરિતાર્થ કરનારા પંન્યાસશ્રીની વાણીના પ્રભાવે ઘણા ભવ્યજીવો ધર્મ માર્ગે જોડાયા છે.
જૈન ધર્મ અને સંસ્કૃતિના કેન્દ્ર સમા ગુજરાત રાજ્યના સાણંદ નગરમાં વૈશાખ વદી ૧૩, વિ. સં. ૨૦૦૮ના રોજ પુણ્યયોગે સાગર સમુદાયના અનન્ય અનુરાગી શેઠ શ્રી દલસુખભાઈ ગોવિંદજી મહેતાના ઘરે સંઘમાતા તુલ્ય શ્રીમતી શાન્તાબેનની રત્નકુક્ષીથી દશમી સંતાન રૂપે એક તેજસ્વી બાળકે જન્મ લીધો. જિનશાસનની સુવિહિત ગુરુપરંપરાને સમર્પિત માતા પિતાએ પ્રભુ મહાવીરના શાસનમાં જાજ્વલ્યમાન નક્ષત્ર થનારા ઓ નવજાત લાડકવાયાં બાળકનું નામ અવન્તિકુમાર
પાડ્યું.
जिन्होंने सूत्रों के सार जान लिये हैं, जो केवल परोपकार करने में तत्पर हैं और
जो तत्त्वोपदेश रूप धर्म दान देते हैं,
उन आचार्यों को मैं बारंबार प्रणाम करता हूँ.
कीर्तिलाल कालीदास महेता परिवार