________________
पंन्यास प्रवरश्री अमृतसागरिजी રર્વદૃ કાજ
महोत्सव विशेषांक
જ કે પોતાનું એક સંતાન તો આચાર્યશ્રીની પરંપરામાં દીક્ષિત બનીને જૈન શાસનને સમર્પિત થાય. તેઓશ્રીની આ ભાવના જ આગળ જતાં અવન્તિકુમારને દીક્ષા લેવા માટે નિર્ણાયક સિદ્ધ થઈ. | પિતા શ્રી દલસુખભાઈ અને આત્માના જતન ઇચ્છતા માતા શાન્તાબેને પોતાના લાડકવાયા ૧૭ વર્ષીય અવન્તિકુમારને પારમેશ્વરી ભાગવતી દીક્ષા અપાવવા માટે હૈયાના ઉમળકા સાથે નક્કી કરીને પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પાટ પરંપરામાં જેમના હાથે મહાન શાસન પ્રભાવના થશે એવા પુણ્ય લક્ષણવંતા આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીના ચરણોમાં પોતાના કુળદીપકને સમર્પિત કરીને પ્રભુ મહાવીરના શાસનની શ્રદ્ધાનું જ્વલંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું. જેમની વિશિષ્ટ કૃપાદૃષ્ટિ મહેતા પરિવાર પર જીવનપર્યન્ત રહી એવા પરમ પૂજ્ય પ્રશાન્તમૂર્તિ આચાર્ય શ્રીમતુ
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીની પાવન ઉપસ્થિતિમાં વિ. સં.૨૦૨૫ના માગસર સુદ ૪ ના શુભ દિવસે અમદાવાદ અરુણ સોસાયટીમાં ભવ્ય મહોત્સવ સાથે મુમુક્ષુ અવન્તિકુમારને ભાગવતી દીક્ષા પ્રદાન કરીને તેમનું મુનિશ્રી અમૃતસાગરજી મહારાજ નામ જાહેર કર્યું. તે દિવસ નૂતન દીક્ષિત મુનિશ્રી માટે ચારિત્રની સાધનાનો સુવર્ણ દિવસ બન્યો. પૂજ્ય ગુરુદેવનું સાંનિધ્ય પામીને મુનિશ્રી અમૃતસાગરજીના સંયમી જીવનમાં વિદ્યાર્જન અને તપ-જપની એવી સુંદર સાધના પ્રારંભાઈ કે જેણે પ્રભુ મહાવીરની પાટ પરંપરાની શાસનધુરા વહન કરનારા આચાર્યપદની દુર્લભ ગણાતી યોગ્યતાને પ્રગટ કરી દીધી.
પૂજ્ય પંન્યાસજી મહારાજના ગુણવૈભવમાં સૌમ્યતાનું આભૂષણ સહુને આકર્ષણ જમાવે તેવું શ્રેષ્ઠ કોટીનું છે. એમના મુખ કમલ પર સૌમ્યતાની આભા હર સમય જોવા મળી શકે છે. સંયમની સુવાસ સમું તેમનું સરલ વ્યક્તિત્વ પરિચયમાં આવનારને પ્રભાવિત કરી લે છે. તેમનામાં રહેલી સહજ સરલતા જ તેમના સાધુપણાને પ્રગટ કરે છે. એવા તો અનેક ગુણો તેમના જીવન ઉદ્યાનમાં ખીલેલા જોવા મળે છે. ઉદારતા, સંયમીઓને સહયોગી બનવાની તત્પરતા, નિખાલસતા, કરુણા અને વાત્સલ્યને કારણે પૂજ્યશ્રી શ્રમણ સમુદાયમાં સર્વના પ્રિય અને શ્રદ્ધાસ્પદ બન્યા છે. કરુણા તો એટલી બધી કે પરના દુ:ખે સ્વયંને દુ:ખી અનુભવતા નિકટ પરિચિતોએ જોયા પણ હશે.
જિનશાસનને સમર્પિત જીવન વૈભવના સ્વામી પુજ્ય પંન્યાસ પ્રવર શ્રી અમૃતસાગરજી નૂતન દીક્ષિત મુનિઓમાં પંચાચાર. પાલન અને વ્યાવહારિક જીવનના આવશ્યક પાસાઓ હેતુ માર્ગદર્શન કરીને સંયમિત જીવન જીવવાની કલા વિકસિત કરતા રહે છે. નુતન મુનિઓના જીવનનિર્માણમાં પોતાનું આગવું યોગદાન કરતા પૂજ્યશ્રી ઉત્કૃષ્ટ આનંદ અનુભવે છે.
અધ્યયનપ્રિય પૂજ્યશ્રી મુળ ગુજરાતી હોવા છતાં ઉત્તર અને દક્ષિણ ભારતની ઘણી બધી ભાષાઓના જાણકાર છે. સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી આદિ ભાષાઓના જ્ઞાતા છે. પ્રભુ ભક્તિના અનુરાગી પૂજ્ય પંન્યાસજીનો અધિકતમ સમય આભ્યન્તર તપ અને જપમાં વ્યતીત થતો હોય છે. તેઓશ્રીની સંયમ યાત્રાથી પ્રસન્ન પૂજ્ય ગુરુમહારાજ શ્રીએ તેમને વિ.સં. ૨૦૪૭ના મહાસુદી પ (વસંતપંચમી)ના દિવસે અમદાવાદમાં ગણિપદવીથી વિભૂષિત કર્યા હતા.
નમસ્કાર મહામંત્રના ઉપાસક પૂજ્યશ્રીની દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠા પ્રસંગોપાત્ત વ્યક્ત થતી હોય છે. પોતાના પરિચયમાં આવનારને પણ નમસ્કાર મહામંત્રને આત્મસાત કરવાની સતત પ્રેરણા આપતા હોય છે. કેવળ નવકાર મહામંત્રની
निर्मल चारित्र को धारण करनेवाले हैं, दशविध आलोचनादोष के ज्ञाता हैं, अठारह आचार स्थान के ज्ञाता हैं तथा आठ प्रकार के आलोचनाह के गुणों का उपदेश करनेवाले
आचार्यों को भावभरी वंदना.
-
IIM –
केशवलाल टी. शाह, हस्ते - कल्पेशभाई, अहमदाबाद
29