________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी
महोत्सव विशेषांक
તો બિચારું અબુધ પ્રાણી શું કરે ? કોઈ વન વિહારી શાકાહારી પશુને રાત્રે ભોજન કરતાં જોયું હોય તો કહો ?
બંધુઓ ! મનુષ્ય અને શાકાહારી પશુ સ્વભાવથી જ દિવસ દરમ્યાન ભોજન લેવાવાળા છે એટલે જ જૈન ધર્મમાં રાત્રિ ભોજનના ત્યાગનો ઉપદેશ, સ્વભાવને અનુકૂળ અને પૂર્ણતઃ વૈજ્ઞાનિક છે.
રાત્રિભોજનના ત્યાગના વિરોધમાં એક તર્ક એ પણ કરવામાં આવે છે કે બે ભોજનનાં સમયમાં જેટલું અંતર જોઈએ તેટલું દિવસ દરમ્યાન રહી નથી શકતું. કારણ કે સવાર સુધીમાં લગભગ ૧૬ થી ૧૭ કલાકનું અંતર થઈ જાય છે.
આ તર્કના પ્રત્યુત્તર રૂપે અમે આપને જ પૂછીએ 'તમારી મોટર રાત્રિ દરમ્યાન કેટલું પેટ્રોલ વાપરે છે?” 'જરા પણ નહિ' શા માટે ? 'કારણ કે મોટર રાત્રિમાં ચલાવતા નથી. એતો ગેરેજમાં હોય છે. ગેરેજમાં પડેલી મોટરને પેટ્રોલની જરૂર જ નથી' | આત્મ બંધુઓ ! આજ સરળ વાત અમે કહેવા માગીએ છીએ કે જ્યારે માણસ ચાલે છે. શ્રમ કરે છે તો એને ભોજન
રામ કરે છે ત્યારે તેને એટલા ભોજનની જરૂ૨ પડતી નથી. આપણને જેમ આરામ જોઈએ છે. તેમને આપણા શરીરને, આંખોને, આંતરડાને બધાને આરામની જરૂર પડે છે. જો બરાબર આરામ ન મળે તો ક્યાં સુધી એની કાર્યશક્તિ ટકી શકે ? મશીનોને પણ આરામની જરૂર પડે છે. એટલે રાત્રિભોજન આપણી પ્રકૃતિની વિરૂદ્ધ છે. ડૉક્ટરોનું કહેવું છે સુવાના સમય પહેલા ચાર કલાક વહેલું જમી લેવું જોઈએ. જો આપણે રાત્રે ૧૦ વાગે જમીએ તો સુઈએ ક્યારે ? - રાત્રિભોજન ત્યાગની જેમ જ પાણી ગાળીને પીવાનું વૈજ્ઞાનિક રીતે યોગ્ય છે. પાણીની શુદ્ધતા વિષે આજે જેટલું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તેવું પહેલા ક્યારેય નહોતું કરવામાં આવ્યું. માટે આજનો યુગ તો આપણા જૈન સિદ્ધાંતને માટે પૂર્ણ અનુકૂળ છે. સ્વસ્થ જીવન જીવવા માટે સ્વચ્છ શુદ્ધ પાણી આવશ્યક છે.
આ રીતે આપણે સ્પષ્ટ કરીએ કે જૈનાચાર અને જૈન વિચાર પ્રકૃતિ ને અનુરૂપ છે અને પૂર્ણતઃ વૈજ્ઞાનિક છે. જરૂરત માત્ર એટલી છે કે આપણે યોગ્ય અને સચોટ રીતે એને લોકો સમક્ષ રજુઆત કરવી.
આજ કાલ ઈંડાને શાકાહાર ગણાવી લોકોના માનસને ભષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ખોટા પ્રચારનો શિકાર આપણા જૈન યુવકો પણ થઈ રહ્યાં છે. માટે આપણા સહુનું સામુહિક કર્તવ્ય છે કે આ સન્દર્ભે સમાજને જાગૃત કરવો..
શાકાહાર તો વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ખાદ્યને જ કહેવામાં આવે છે. વનસ્પત્યાહારને જ આપણે શાકાહારમાં મૂકી શકીએ. એ રીતે ઈંડા ન તો અનાજ ની જેમ કોઈ ખેતરની પેદાશ છે, કે નથી કોઈ શાકભાજી ફળની જેમ વેલ યા વૃક્ષ પર ઉગતા. ઈંડા તો સ્પષ્ટ રીતે તિર્યંચ પંચેન્દ્રિય કુકડીનું જ સંતાન છે. આ વાત તો સર્વવિદિત છે. બે ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વે જીવોના શરીરનો અંશ માંસ જ છે માટે ઈંડા એ સંપૂર્ણ રીતે માંસાહાર જ છે.
આ સંદર્ભે ઘણી વ્યક્તિઓ કહે છે દૂધ પણ ગાય-બકરીના શરીરનું અંશ છે. પરંતુ દૂધ અને ઈંડામાં જમીન આસમાનનું અંતર છે. દૂધ દોહવાથી ગાય બકરીના શરીરને કે જીવને હાની થતી નથી. જ્યારે ઈંડાના સેવનથી તો તેનામાં રહેલા જીવનો જ સર્વનાશ થઈ જાય છે. ગાય-બકરીનું દૂધ સમયસર દોહીએ નહી તો એને તકલીફ થાય છે. બાળકને ધવરાવતી માતા પોતાના બાળક ને સમયસર દૂધ પીવરાવે છે. જો એમ ન કરે તો માતાને તકલીફ થાય છે અને તેણીને ધાવણ હાથેથી કાઢી લેવું પડે છે.
આ વસ્તુને ધ્યાનમાં લઈ કોઈ કહે કે દૂધ દોહવાથી ગાયને ભલે તકલીફ ન થાય. પરંતુ તેના દૂધ પર તો વાછરડાનો જ અધિકાર છે ને ? આપણે એ કેમ લઈ શકીએ ? શું આ ગાય અને વાછરડા સાથે અન્યાય નથી ?
હા, એક દૃષ્ટિકોણથી તપાસીએ તો અન્યાય તો થાય છે. પણ આમા એવી કોઈ ભયંકર હિંસા નથી જે માંસાહારમાં થાય છે. ઉંડાણથી વિંચાર કરીએ તો આને અન્યાય કહેવો પણ ઉચિત નથી. કારણ ગાયનું દૂધ લેવાની સાથે આપણે ગાયના
151