SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक ઘાસ ચારાની અને અન્ય પ્રકારની સર્વ સુવિધા સુરક્ષા પૂરી પાડીએ છીએ. જો ગાય દ્વારા આપણને દૂધ પ્રાપ્ત થાય નહી તો તેના ભોજન પાણીની વ્યવસ્થા કોણ કરે ? એટલે ઈંડાની તુલના દૂધની સાથે તદ્ન અસંગત તો છે જ, સાથે અજ્ઞાનતાની સૂચક પણ છે. આ વિશે જો કોઈ તર્ક કરે કે દૂધ ન દોહવાથી ગાયને તકલીફ થાય અથવા દૂધના બદલે ગાયને ઘાસચારો નાખીએ છીએ. એવી જ રીતે મરઘીએ ઈંડા આપવા કુદરતી છે અને ઈંડાને બદલે અમે એનું ભરણ પોષણ (લાલન પાલન) કરીએ છીએ. માટે દૂધ અને ઈંડા સરખા જ કહેવાય. આ કથન પણ અયોગ્ય છે. કારણ કે જેમ ઈંડા એ કુકડીના સંતાન છે, એમ દૂધ એ કઈ ગાયનું સંતાન નથી. સત્ય હકીકતતો એ છે કે ઈંડા દૂધની સમાન નહી પણ વાછરડા સમાન છે. માટે ઈંડા ખાવા એ વાછરડું ખાવા બરાબર છે. ઇંડાના સમર્થકો કહે છે કે શાકાહારી ઈંડામાં બચ્ચાઓનો જન્મ ન થાય. માટે એ દૂધની જેમ અજીવ છે. આ વાત તદ્ન તથ્યહીન છે. કેમ કે ઈંડુ એ મરઘીના પ્રજનન અંગનું ઉત્પાદન છે. એટલે અશુચિ તો છે જ. સાથે-સાથે ઉત્પન્ન થયા પછી જ એની વૃદ્ધિ થાય છે. સડતું નથી માટે સજીવ જ છે. ભલે મરઘીના સેવન વગર પૂર્ણતા પ્રાપ્ત કરવાની ક્ષમતા એનામાં ન હોય. છતાં પણ ઈંડાને અજીવ તો કોઈ પણ કારણે કહી શકાય જ નહી. આપણા જૈન દર્શનમાં તો તમે માટી કે લોટનું કોઈ પશુ-પ્રાણીનું પુતળુ બનાવીને તેનો વધ કરો તો પણ ભાવની અપેક્ષાએ નરક નિગોદના ફળ ભાખવામાં આવ્યા છે. તો સાક્ષાત ઈંડાનું સેવન કઈ રીતે સંભવ છે ? ઈંડા ખાવા વિશે જે સંકોચ અમારા માનસમાં છે તે જો એકવાર અજીવ શાકાહારી ઇંડાને નામે આ સંકોચ સમાપ્ત થઈ જાય તો પછી એ કોણ ધ્યાનમાં લે છે કે જે ઈંડાનું સેવન તેઓ કરી રહ્યા છે તે સજીવ છે કે અજીવ. સજીવ-અજીવની રજુઆત કરી લોકોની તિભ્રમ કરવામાં આવે છે. ઈંડાને શાકાહારી બનાવી તેનું વેચાણ વધારવાનો ઈંડાના વ્યાપા૨ીઓનું મોંટુ ષડયંત્ર છે. જેનો શિકાર શાકાહારી લોકો બની રહ્યા છે. ઈંડાના વેપારીઓએ જોયું કે ઈંડા માંસાહારી તો ખાવા જ માંડયા છે. તો એનું વેચાણ કેમ વધારવું ? આના ઉપાય રૂપે તેમણે શાકાહારીઓમાં શાકાહારી ઈંડાના અંચળા હેઠળ ઘુસીને તેનું વેચાણ શરૂ કરી દીધું. આ શાણા વેપારીઓ સારી રીતે જાણતા હતા કે શાકાહારીઓ પોતાના ખાન-પાન,વ્રત નિયમોના પાલનમાં ઘણાં જ કટ્ટર છે એટલે ઈંડાનાં લાભ બતાવીને તેમને ભોળવી નહી શક્યા. પરંતુ જો ઈંડાને શાકાહાર બતાવી પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો જરૂર સફળ થવાય. શાકાહારીઓના ઘરમાં ઈંડા આવી જ રીતે ઘુસાડી શક્યા, બસ આવી જ રીતે તેમણે જોર શોરથી પ્રચાર શરૂ કરી દીધો કે ઈંડા બે પ્રકારના છે શાકાહારી અને માંસાહારી. આ તેમની હોંશિયારી કહો કે ચાલાકી. તેઓ પોતાની ચાલમાં સફળ થયાં લાગે છે. કારણ કે ઘણાં શાકાહારીઓ આ દુષ્પ્રચારનો ભોગ બની રહ્યાં છે. હજુ પણ સ્થિતિ એટલી ભયંકર નથી થઈ કે કંઈ પગલા જ ન લઈ શકાય, જો આપણે હજી પણ સાવધાન નહી થઈએ તો થોડા દિવસોમાં એવી જટિલ સમસ્યામાં પહોંચી જઈશું કે જેનો ઉકેલ શોધવો મુશ્કેલ થઈ જશે. માટે જ શાકાહારી ઈંડાના દુષ્પ્રચારથી શાકાહારીઓને બચાવવાનું આપણાં સૌનું નૈતિક કર્તવ્ય છે. એમ ન થાય કે નાની બાબતોને લઈને અમે ઝગડતા રહીએ અને અમારી ભવિષ્યની પેઢી, અમારા નાના ભૂલકાઓ પૂર્ણતઃ સંસ્કારહીન, તત્ત્વજ્ઞાનહીન અને સદાચારહીન બની જાય. જો આવું પરિણામ આવે તો ઇતિહાસ અને આપણી ભાવિ પેઢી આપણને કદી માફ નહી કરે. માંસની સાથે જૈન દર્શનમાં મધના ત્યાગનો પણ ઉપદેશ આપવામાં આવ્યો છે. મધ એ મધમાખીનું મળ છે. અને એ વિનાશ દ્વારા જ ઉત્પન્ન થાય છે. એમાં નિરંતર અસંખ્ય જીવોની ઉત્પત્તિ થતી રહે છે. માટે એ પણ અભક્ષ્ય છે. ખાવા માટે યોગ્ય નથી. જૈનાહાર વિજ્ઞાનનો મૂળ આધાર અહિંસા છે. સર્વ પ્રથમ તો આપણે એવો જ આહાર ગ્રહણ કરવો જોઈએ જે પૂર્ણતઃ 152
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy