SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी महोत्सव विशेषांक શાકાહાર સર્વશ્રેષ્ઠ આહાર ડૉ. હુકમચંદ ભારિલ્લ ભલે પ્રત્યક્ષ રીતે માંસાહારનો ઉપયોગ આપણા સમાજમાં પ્રચલીત ન હોય તો પણ ઘણા જ ત્રસ જીવોનો ઘાત જાણતા અજાણતા આપણા સૌથી થાય છે. એટલે માંસાહાર અને મદ્યપાનના નિષેધની ચર્ચા આવશ્યક જ નહી, અનિવાર્ય છે. જૈન દર્શનની પરિભાષા અનુસાર ત્રસ જીવોના શરીરનું નામ જ માંસ છે. બે ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવ ત્રસજીવ કહેવાય છે, માંસની ઉત્પત્તિ ત્રસ જીવોના ઘાતથી તો થાય જ છે. એટલે માંસ સેવનમાં એક ત્રસ જીવની હિંસાના દોષ સાથે અનંતા ત્રસ જીવોની હિંસાના દોષી પણ થવાય છે. અનેક બિમારીઓનું ઘર માંસાહાર જ છે. અમુક લોકો કહે કે શારિરીક શક્તિ પ્રાપ્ત કરવી હોય તો માંસાહાર આવશ્યક છે. કેમ કે માંસ શક્તિનો ભંડાર છે, શાકભાજી ખાવાવાળામાં શક્તિ ક્યાંથી હોય? એવા અજ્ઞાની લોકોને એ કહેવા માગીએ છીએ કે માંસાહારી લોકો શાકાહારી પ્રાણીઓનું જ માંસ ખાય છે, નહીં કે માંસાહારી પશુઓનું. કુતરા અને સિંહનું માંસ કોણ ખાય છે ! કપાય છે તો બિચારી શુદ્ધ શાકાહારી ગાય કે બકરી જ. જે પ્રાણીઓના માંસને આપણે શક્તિનો ભંડાર કહીએ છીએ એમનામાં એ શક્તિ ક્યાંથી આવી? એ વિચાર આપણે કદી કર્યો છે? | બંધુઓ, શાકાહારી પશુ જેટલા શક્તિશાળી હોય છે એટલા માંસાહારી નથી. શાકાહારી હાથી જેટલી શક્તિ બીજા ક્યા પ્રાણીમાં છે? ભલે સિંહ છળ કપટથી હાથી ને મારી નાખે, પરંતુ હાથી જેટલી શક્તિ તેનામાં ક્યારેય ન આવી શકે. હાથીનો એક માત્ર પગ જો સિંહ પર પડી જાય તો એના ભુક્કા બોલી જાય. પણ જો સિંહ હાથી પર સવારી કરે તો હાથીને કંઈ થવાનું નથી. - શાકાહારી ઘોડાને આજે પણ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મોટા મોટા મશીનોની ક્ષમતાને આજે પણ આપણે હોર્સ પાવર (ક.દ.) થી માપીએ છીએ. - શાકાહારી પશુ સામાજિક પ્રાણી છે. હળીમળીને સમૂહમાં રહે છે. માંસાહારી પ્રાણી ક્યારેય સમુહમાં રહેતાં નથી. એક કૂતરાને જોઈને બીજો અવશ્ય ભસે છે. શાકાહારી પશુઓની જેમ જ મનુષ્ય પણ સામાજીક પ્રાણી છે. હળીમળીને જ રહેવાનું છે અને એ રીતે રહેવામાં સમગ્ર માનવ જાતિની ભલાઈ છે. માંસાહારી સિંહોની સંખ્યા ઓછી થતી જાય છે. એમની રક્ષા કરવાના ઉપાયો થઈ રહ્યાં છે. પરંતુ શાકાહારી પશુઓની હજારોની સંખ્યામાં રોજબરોજ કતલો થવા છતાં પણ સમાપ્ત કે ઓછી થતી નથી. શાકાહારીઓમાં અજબ ગજબની જીવન શક્તિ હોય છે. મનુષ્યનાં દાંત અને આંતરડાની રચના શાકાહારી પ્રાણીઓ જેવી છે. માંસાહારી પ્રાણીઓ જેવી નહીં, મનુષ્ય સ્વભાવથી જ શાકાહારી છે. સ્વભાવથી જ એની દયાળુ પ્રકૃતિ છે. કદાચ મનુષ્યને મારીને જ એનું માંસ ખાવાનું કહેવામાં આવેતો ૧૦૭ લોકો પણ માંસાહારી નહી રહે. જે માંસાહારીઓ છે એમને જો એકવાર કતલખાને લઈ જઈ દેખાડવામાં આવે કે કેટલી નિર્દયતાથી પશુઓની કતલ થાય છે અને પશુઓ જે ચિચિયારી પાડે છે. એ દારૂણ દશ્ય જોઈ લીધા પછી માણસ ક્યારેય માંસાહર કરી શકે નહીં, ટી.વી. પર જો કતલખાનાના દેશ્ય દેખાડવામાં આવે તો માંસનું વેચાણ અર્થે પણ ન રહે. | માંસાહારી પશુઓ દિવસ દરમ્યાન આરામ કરે છે અને રાત્રે ભક્ષ્ય શોધવા શિકાર માટે નિકળે છે. પરંતુ શાકાહારી પશુઓ દિવસે ખાય છે અને રાત્રિ દરમ્યાન આરામ કરે છે. જો શાકાહારી પશુઓ દ્વારા સહજતાથી રાત્રિભોજનનો ત્યાગ થાય છે તો મનુષ્ય રાત્રિભોજન કરવું ક્યાં સુધી ઉચિત છે ? પ્રશ્નઃ આજ કાલ શાકાહારી પશુ રાત્રે ખાવા લાગ્યા છે, અમે અનેક ગાયોને રાત્રે ખાતા જોઈ છે. ઉત્તર: હા ખાય છે એ ખરું છે. અવશ્ય ખાય છે, કારણ કે એમના માલિક મનુષ્યો પણ રાત્રે ખાય છે ! માનવોએ પશુઓને પણ વિકૃત કરી દીધાં છે. જ્યારે કોઈ પાળેલા પ્રાણીને તમે દિવસ દરમ્યાન ભોજ 150.
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy