________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर, भाद्रपद २०५४ જેનદર્શનમાં પ્રકાશપુંજ સમ્યજ્ઞાન
પં. દિલીપ વી. શાહ સમ્યજ્ઞાન એટલે સાચું જ્ઞાન. જે જ્ઞાન સંસાર ભ્રમણમાંથી મુક્તિ અપાવે તે સમ્યજ્ઞાન. જે જ્ઞાન આત્મામાંથી પરમાત્મા બનાવે તે સમ્યજ્ઞાન. જે જ્ઞાન મનુષ્યને પુણ્ય અને પાપની સમજ આપે તે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન એ પવિત્ર પ્રકાશ છે જે અજ્ઞાનરુપ ઘોર અંધકારમાં પડેલ પ્રાણીને પ્રકાશનો માર્ગ બતાવે છે, દુર્ગતિમાં પડતા પ્રાણીને દુર્ગતિમાં પડતો અટકાવી સદ્ગતિ અપાવે છે. સમ્યજ્ઞાન સાચા દેવ-ગુરુ-ધર્મની ઓળખ આપે છે. વિશ્વનું કોઈપણ જ્ઞાન સમ્યજ્ઞાનની તોલે આવી શકે તેમ નથી. સમ્યજ્ઞાન માનવમાંથી મહામાનવ બનાવી પરંપરાએ મુક્તિ અપાવે છે.
બાહ્ય જ્ઞાન કોઈ વ્યક્તિએ ગમે તેટલા પ્રમાણમાં પ્રાપ્ત કર્યું હોય, મોટી મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય પરંતુ જો તેનામાં સમ્યજ્ઞાન ન હોય તો ધાર્મિક દૃષ્ટિએ તે ડિગ્રીઓની કાંઈ કિંમત નથી. સા વિદ્યા યા વિમુક્તયો સાચી વિદ્યા કે સાચું જ્ઞાન તે જ કહેવાય કે જે મુક્તિ અપાવે. અત્યારે સ્કૂલ-કૉલેજમાં અપાતું જ્ઞાન વધારેમાં વધારે રોજી રોટી આપી શકે છે. પરંતુ સંસ્કાર કે આત્મહિતની પ્રેરણા નથી આપતું. આ વ્યવહારિક જ્ઞાનને આત્મા-પરમાત્મા સાથે કાંઈ લેવા દેવા હોતા નથી. તે ફક્ત ભૌતિક જ્ઞાન જ છે અને તેનું જ્ઞાન રાગ-દ્વેષ મોહને વધારનારું હોય છે.
પતંજલિ ઋષિ ફરમાવે છે કે સ્વભાવલાભ કારણમિષ્યતે જે જ્ઞાન આત્મસ્વરુપના લાભનું કારણ બને તે જ જ્ઞાન સમ્યગુ જ્ઞાન કહેવાય બાકી અજ્ઞાન અને બુદ્ધિનું દેવાળું કહેવાય. વ્યવહારિક જ્ઞાનમાં ઘણી બધી પ્રગતિ કરી હોય, શૈક્ષણિક મોટી મોટી ડિગ્રી મેળવી હોય, મોટાં મોટાં પદો આદિ મેળવ્યું હોય તેથી કાંઈ આત્માનું હિત થતું નથી. જો તમે સત્તાનો મોહ, સ્ત્રીનો મોહ, માન પાનનો મોહ કે બંગલા વાહનનો મોહ નથી મૂકી શકતા તો આ સત્તા અને આ ડિગ્રીઓ આ ભવમાં તો માન પાન કે પૈસો અપાવશે પરંતુ ભવાંતરમાં દુર્ગતિ અપાવશે, દુ:ખના ડુંગરો ઊભા કરશે. આત્મલક્ષ વિનાનું કોરું જ્ઞાન નાશવંત શરીરનો જ વિચાર કરશે. આત્માના સુખ શાંતિનો કે પરભવનો જરાય વિચાર કે ચિંતા નહિ કરે,
મજ્જત્યજ્ઞ કિલાજ્ઞાને વિષ્ટાયામિવ કરઃ
જ્ઞાની નિમજ્જતિ જ્ઞાને મરાલ ઇવ માનસે | જેમ ભૂંડ વિષ્ટામાં આળોટે છે તેમ અજ્ઞાનિ મનુષ્ય અજ્ઞાનરુપી વિષ્ટામાં આળોટે છે. પણ જ્ઞાની પુરુષ તો માનસરોવરમાં જેમ હંસ ક્રીડા કરે છે તેમ ક્રીડા કરે છે. સમ્યજ્ઞાનરુપી સૂર્યનો ઉદય થતાં રાગ-દ્વેષ અને મોહનો ગાઢ અંધકાર દૂર થાય છે. જૈન શાસ્ત્રમાં સમ્યજ્ઞાનના પાંચ પ્રકાર કહ્યાં છે. જેના માટે કર્મશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલ છે.
મઇ સુઅ ઓહિ મણ કેવલાણિ નાણાણિ તત્થ માનાણી
વંજણ વગૂહ ચઉહા મણ નયણ વિણિદિય ચઉક્કા // મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન- પાંચ ઇંદ્રિય અને મન દ્વારા નિયત વસ્તુનો જે બોધ થાય તે મતિજ્ઞાન કહેવાય છે.
(૨) શ્રુતજ્ઞાન- શાસ્ત્રના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને તે પણ પાંચ ઇંદ્રિય અને મન દ્વારા થાય છે. આ બે જ્ઞાન ઇંદ્રિય ગ્રાહ્ય હોવાથી પરોક્ષ કહ્યાં છે.
(૩) અવધિજ્ઞાન- મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યનું આત્માવડે (ઈન્દ્રિયાદિકની સહાયતા વિના) જાણપણું થાય તેને અવધિજ્ઞાન કહેવાય છે.
(૪) મન:પર્યવ જ્ઞાન- અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવને આત્માવડે જાણવા તે મન:પર્યવ જ્ઞાન કહેવાય છે.
For Private and Personal Use Only