SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પણ થવા नतिरेययोसा। એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્મૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસીને વધુ સુગમ બને તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાધ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આવ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બ્રહવૃત્તિ અને બીજા અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન – એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આવ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું. - આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩પ૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી એક વધુ વિશેષતા છે. અભ્યાસીને અનુકુળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. SARL (F. Kehlhorn) 4. "The best grammer of the Indian middle ages' કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે 'સિદ્ધહેમ' અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આવ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે ભાષાઓનું વ્યાકરણ આપ્યું, પણ સાથે સાથે અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ આપ્યું, ગુજરાતી ભાષાનું પરોઢ થાય છે આ 'સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણથી. આજ સુધી વાણિજયે શૂરા અને વીરતામાં પૂરા એવા ગુજરાતીઓ સાહસ કરીને ગુજરાતની બહાર ગયા હતા, પરંતુ પહેલીવાર ગુજરાતની વિદ્યા દેશ અને વિદેશમાં ફેલાઈ. 'શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયનાપ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે. જેમા ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આદુહાઓમાં કેટલાક લોકોક્તિ રૂપે ઊતરેલા છે. આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દૂહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. ઢોલા સામલા ધણ ચંપા-વણી, હાઈ સુવણરેહ કસવટ્ટઇ દિણી ઢોલો (નાયક) તો શામળો છે, ધણ (પ્રિયા-નાયિકા) ચંપકવર્તી છે. જાણે કે સુવર્ણની રેખા કસોટીના પથ્થર પર લગાવી હોય તેમ. જો ગુણ ગોવઈ અLણા, પયડા કરઈ પરમ્સ, તસુ હઉ કલિજુગિ દુલ્હહહો, બલિ કસિજ્જઉ સુઅણમ્સ જે પોતાના ગુણ ગોપવે છે – ગુપ્ત રાખે છે. પરના-બીજાના ગુણોને પ્રકટ કરે છે તે કલિયુગમાં દુર્લભ સજ્જનનેહું બલિ કરું છું. શૃંગારપછી વીરરસ અહો શ્રુતજ્ઞાન ભક્તિ ભાગીરથી 68
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy