________________
ભલ્લા હુઆ જુ મારિઆ, બહિણિ મહારા કન્તુ,
લજ્જર્જં તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરું એન્ત. હે બહેન ! ભલું થયું કે મારો કંથ મરાયો, જો ભાગીને નાઠેલો – હારેલો ઘેર આવત તો વયસ્યમાં – બહેનપણીઓથી યા તેમાં હું લજ્જા પામત. ઐતિહાસિક દ્રષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ 'મૂર્વાવસિજ્જ' કહેવાય. એ જ રીતે પિતા શૂદ્ર અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ 'વાંડાન' કહેવાય. આ રીતે સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે.આમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના 'સિદ્ધહેમશબ્દાનુશાસન'વ્યાકરણથી ગુજરાતમાં સરસ્વતી ભરપવહેવા લાગી.
(JSBN) Jain Standard Book Number પૂ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા શ્રી પ્રેમ-ભુવનભાનુસુરિજી સમુદાય જ્ઞાનભંડારોમાં પુસ્તકોના લિસ્ટ બનાવવાની વ્યાપક સમસ્યાનો એક સુંદર ઉકેલ છે JSBN.
શ્રમણ સંમેલન દ્વારા નિયુક્ત થયેલ જ્ઞાનભંડાર સમિતિ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. દરેક જૈન પ્રકાશક સંસ્થા/સંપાદક ગણને વિનંતી છે કે પુસ્તક (કે પ્રત) છપાવતાં પૂર્વે આપ
તેનોJSBN code લઈનેપુસ્તકમાં છપાવશો. તેના માટે આટલું કરવાનું છે. ૧. WWW.jsbn,in વેબસાઈટ પરપ્રકાશક સંસ્થાનું રજીસ્ટ્રેશન કરવું. ૨. જે પુસ્તક છપાવવાનું હોય – તેની વિગતો (નામ, વૈકલ્પિક નામ, લેખક-સંપાદક વગેરે,
ભાષા, વિષય વગેરે....)ની એન્ટ્રી કરીને JSBN code મેળવવો... ૩. પુસ્તકમાં બીજાપાન અને ટાઈટલની પાછળJSBN code અને તેનો QR code છાપવો.
આટલું કરવાથી આટલા ફાયદા થશે. ૧. કોઈપણ જ્ઞાનભંડારને JSBN code વાળા પુસ્તકનું લિસ્ટ બનાવવામાં મુશ્કેલી નહીં પડે.
મોબાઈલમાં JSBN એપ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કર્યા પછી, તેનાથી પુસ્તકમાં છાપેલો
QR Code સ્કેન કરવાથી, પુસ્તકની બધી વિગતો મોબાઈલ પર આવી જશે. ૨. જ્ઞાનભંડારનું લિસ્ટ બનાવવા માટેના સોફ્ટવેરમાં, માત્રJSBN Codeની એન્ટ્રી કરવાથી
જ, બાકી બધી વિગતો સ્વયં આવી જશે. એટલે લિસ્ટપૂર્ણ, શુદ્ધ બનશે. ૩. અભ્યાસને પુસ્તક જોઈતું હોય, તો માત્ર JSBN Code આપવાથી, તે ક્યા જ્ઞાન ભંડારમાં
મળશે?તે સરળતાથી જાણી શકાશે. ૪. જ્ઞાનભંડારમાંથી મંગાવવા માટે માત્ર JSBN Code આપવો પડશે; બીજી વિગતો નહીં
આપવી પડે. એટલે એકના બદલે બીજું પુસ્તક આવી જવાની સમસ્યાનહીં રહે. (જોJSBN Code ખબર ન હોય, તો jsbn.in વેબસાઈટ કે JSBN એપ દ્વારા, પુસ્તકની વિગતપરથીJSBN Codeજાણી શકાશે.) આમ જ્ઞાનભંડારોના લિસ્ટના વિષયમાં સમૂળગી ક્રાંતિ આવશે; દરેકનું કાર્ય સરળ બનશે... લિસ્ટ બનાવવાની આવડતના અભાવપુસ્તકો લિસ્ટ વિના પડ્યા નહીં રહે. લિસ્ટ શુદ્ધ, પૂર્ણ બનશે. અભ્યાસને સરળતાથી ઉપલબ્ધ થશે. તેથી સહુ પ્રકાશક સંસ્થાઓ/સંપાદક ગણને ભારપૂર્વક ભલામણ છે કે, હવેથી નવા પુસ્તકોનું મુદ્રણ JSBN Code સાથે જ કરે..... કદાચ JSBN Code મેળવવામાં કોઈ મુશ્કેલી નડે તો jsbn.help@gmail.com પર પુસ્તકોની વિગત કરવાથી, આપણેSBN Code મોકલી આપવામાં આવશે.....
અહો શ્રુતજ્ઞાનમ્
ભવદ્વીપ