________________
એક દિવસ આચાર્યદેવે મહારાજ સિદ્ધરાજને કહ્યું, 'રાજેશ્વર તમારી ઈચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ છે.'જયસિંહ સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને 'સિદ્ધહેમ' વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવા માંડી. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિદ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું ભવ્ય-સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી. | ભારતના જુદા જુદા દેશોમાં – પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફુલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ ગામનું મહૌજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિદ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્રાચાલતા નજરે પડ્યા.
આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતાં. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા હેમચંદ્ર શોભાયાત્રાની મધ્યમાં તેજરાશિ જેવા શોભતા હતા.
મહારાજના પટહસ્તીને શણગારીને લાવવામાં આવ્યો હતો અને અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિદ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજાર સ્ત્રીપુરુષો એ ગ્રંથની સ્વાગતયાત્રામાં જોડાયાં. ભારતવર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા-મહારાજાઓ બિરાજમાન થયા હતા. વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતો હતો. ક્યારેક કોઈ મહાશ્રેષ્ઠી આવા હસ્તી પર બેસીને કોઈ ઉત્સવમહોત્સવે મહાલતો હતો, પણ આજે પહેલી વાર હાથીની અંબાડી પર 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્ધત્તાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિદ્ધરાજ ચાલતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.
એક બીજી અનોખી ઘટના એ સર્જાઈ કે રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાચન થયું ત્યારે સર્વ પંડિતો મગ્ધ બની ગયા. એ પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાર્યસ્થ વૈયાકરણ કક્કલને 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આવ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગાળ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણે આજ સુધી કોઇએ ન કર્યું હોય તેવું કાર્ય કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ એ ત્રણ દોષો જોવા મળતા હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રડ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો (વ્યાકરણનાં પાંચ અંગો તે: (૧) સૂત્રપાઠ; (ર) ઉણાદિગણત્ર; (૩) લિંગાનુશાસન, (૪) ધાતુપારાયણ; અને (પ) ગણપાઠ) હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણનાં અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્ય સ્વયં આ પાંચેય અંગોની રચના કરીને પાણિનિ, ભટ્ટજી દિક્ષિત અને ભટ્ટિએ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું.
वकी
અહો શ્રુતજ્ઞાનમ્ આત્માની ઊંચાઈ