________________
શ્રતજ્ઞાનની ગૌરવયાત્રા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ |
- કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ?પાટણમાં નીકળેલી 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ની શોભાયાત્રા કે પછી ગાંધીજીએ કરેલી દાંડીકૂચ.
ત્યારે નિરંજન ભગતે ઉત્તર આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય. આ સાંભળી ફ્રેન્ચ અભ્યાસીએ કહ્યું, છેક, એ સમયે આ ઘટના બની કે જયારે અમે સાવજંગલી અવસ્થામાં જીવતા હતા.' | ગુજરાતના ઇતિહાસની આ સૌથી વધુ ગૌરવવંતી ઘટના કેટલાને યાદ હશે ? વિદ્યાના આવા અપૂર્વ મહિમાનો કેટલાને ખ્યાલ હશે ? અને ત્યારે સ્મરણ થાય છે એ હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંરકારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વત્તાપ્રેમી રાજા જયસિંહ સિદ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યો. આ જ્ઞાનભંડારને જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો. એમાં ભોજારજ વિરચિત 'સરસ્વતીકંઠાભરણ' નામના વ્યાકરણગ્રંથ પર નજર પડી. પંડિતોને પૂછતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજનું આ વ્યાકરણ છે અને વળી તે એના રાજ્યમાં ભણાવાય છે. ભોજરાજની વિદ્વત્તાની પંડિતોએ કરેલી પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા બતાવી. એને સમજાયું કે રાજા ભોજ અને માળવા દેશ સામે હોય કે ન હોય, કિંતુ વિદ્વર્જનોના હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારુંઆવ્યાકરણ છે. - આ જાણીને રાજા સિદ્ધરાજને વિચાર આવ્યો કે તલવારથી મેળવેલા વિજયો આજે મળે અને કાલે ભૂંસાઈ જાય, જ્યારે વિદ્વત્તા એવી હોય છે કે એ વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. વળી એને એ વધુ માહિતી મળી કે જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા છે, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્રશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદઝાંખો પડી ગયો અને એને સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેવડાવવાનો સંકલ્પ કર્યો. વિ. સં. ૧૧૯૩માં સિદ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું. સિદ્ધરાજે આને માટે ઠેર ઠેરથી હસ્તપ્રતો મંગાવી. રાજચિત્ર સાથે પત્રો પાઠવ્યા. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલવામાં આવ્યા અને ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણરચનામાં મદદ કરવા માટે મોકલ્યો હતો. - આચાર્યશ્રીએ પ્રચલિત ગ્રંથોનું અધ્યયન કર્યું અને નવા વ્યાકરણની રચના કરી. સાથેસાથે મહારાજ સિદ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. આજ સુધી યુદ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા એના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુરદ્રષ્ટાંતો ગુંજવા લાગ્યાં. રાજ્યોના વિસ્તારને બદલે વિદ્યાવિસ્તાર અંગે અહર્નિશ ચિંતન કરવા લાગ્યા. રાજકાજમાંથી સમય મળતાં મહારાજા સિદ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શાંતિથી એક ખૂણે બેસતા હતા અને વિદ્યા-યજ્ઞમાં સામેલ થતા હતા. સિદ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષ પૂર્ણ થયું. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના તેમણે કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું હતું. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિદ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' રાખવામાં આવ્યું.
જુદી જ દુનિયા
66