________________
અહો શ્રુતજ્ઞાનની વિશેષતા
પંડિતવર્ય શ્રી ચન્દ્રકાન્તભાઈ એસ. સંઘવી પાટણ (ઉ. ગુ.) ॐ ही तत्त्वावबोधरूपाय श्रीसम्यग्ज्ञानाय नमः स्वाहा सर्वलोकैकसार-श्रीजिनप्रवचनाय नमो नमः સૂરિપુરન્દર-ગીતાર્થમૂર્ધન્ય શ્રી હરિભદ્રસૂરિજી મ. સાહેબે પ્રભુ સમક્ષ અરજ કરી કે હે પરમાત્મ! તારૂ પ્રવચન-તારૂ શ્રુતજ્ઞાન જો દેવગુરૂ કૃપાથીન મળ્યું હોત તો અમારા જેવા આત્માની શી દશા થાત ! સૂરિજીના આ પ્રાર્થનાશબ્દ શ્રુતજ્ઞાનના મહિમાને કેવો અદભુત બતાવે છે. આ શ્રુતજ્ઞાનના પ્રચારપ્રસારને વર્તમાનકાલુપ્રસરાવતુપરિપત્ર એટલે "અહો શ્રુતજ્ઞાનમ્"
આ પરિપત્ર આ કાલમાં મંત્ર-તત્ર અને સર્વત્ર શ્રુતજ્ઞાન શ્રતગ્રંથાવલિને પ્રસરાવતુ ૪૯ અંકોની સફર પુરી કરીને હવે ૫૦મા અંકમાં-સુવર્ણપ્રસંગે પ્રવેશ પામી રહેલ છે. તેનુ અંતરથી અભિવાદન કરીએ છીએ. સાથે સાથે શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર કાર્ય માટે શ્રુતજ્ઞાનોપાસક શ્રેષ્ટિવર્ય શા. બાબુભાઈ સરેમલજીના ભવ્યપુરૂષાર્થની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
(૧) "અહો શ્રુતજ્ઞાન" આ પત્રિકાએ જિનશાસનની અદભુત તથા અણમોલ સેવા કરેલ છે. સંપાદકો તથા સંશોધકશ્રીઓને શ્રુતજ્ઞાનના સંપાદનાદિ કાર્યમાં ન કલ્પી શકાય તેવી સેવાસહાયતા કરેલ છે. જ્યાં સુધી આપત્રિકાનો ઉદ્ભવન હતો થયો ત્યાં સુધી ગમે તે સંપાદક શ્રી તથા સંશોધક શ્રી સ્વ-ઈષ્ટ ગ્રન્થનું સંપાદન સંશોધન કાર્ય કરીને તે ગ્રન્થ, અન્ય સંપાદક કે સંશોધકશ્રી દ્વારા બહાર પડી ગયેલ હોવા છતાં પુનઃ તે ગ્રન્થ બહાર પાડતા હતા. હવે આ પત્રિકાના પઠનથી જાણકારી મળી રહેતી કે આપણે જે ગ્રન્થનું સંપાદનાદિ કાર્ય કરવા વિચારેલ છે તે ગ્રન્થ અમુક સંપાદકશ્રી આદિ દ્વારા અમુક સાલમાં બહાર પડી ગયેલ છે. પરિપત્રના પ્રભાવથી પરિણામ એ
પનઃ પ્રકાશિત થતા ગ્રન્થોનો પરિશ્રમ તથા અર્થ-વ્યય સ્થગિત થઈ ગયો અને નવા નવા અપ્રકાશિત ગ્રન્થોના સંપાદન – સંશોધન કાર્ય શરૂ થયા.
(ર) "અહો શ્રુતજ્ઞાન" પત્રિકાના માધ્યમથી કઈ કઈ સંસ્થાઓએ, ક્યાં ક્યાં સંપાદકશ્રીઓએ કે સંશોધકશ્રીઓએ ક્યા ક્યા વિષયના સાહિત્ય ઉપર કામ કરીને તે સાહિત્ય કે તે તે ગ્રન્થો જિનશાસનના પ્રાંગણમાં વહેતા મૂક્યા છે તેનુ જ્ઞાન (જાણકારી) ચતુર્વિધ શ્રી સંઘમાં પ્રાપ્ત થયું. શ્રી બાબુભાઇના આ ભવ્યપુરૂષાર્થ અંતરથી વંદન કરૂ છું.
(૩) ઘણા એવા જિજ્ઞાસુ-અભ્યાસકોનો અભ્યાસના ગ્રન્થના અભાવથી અભ્યાસ અટકી જતો હતો, ગ્રન્થો મેળવવામાં પારાવાર તકલીફો અનુભવવી પડતી હતી, અરે ક્યારેક ક્યારેક તો અભ્યાસક કે જિજ્ઞાસવર્ગ નારાજ/હતાશ થઈ જતો, આ પરિસ્થિતિનું નિવારણ શ્રતોપાસક શ્રી બાબુભાઈએ અભુત કરેલ છે, કોઇપણ ક્ષેત્રમાં/સ્થાનમાં વિદ્યમાન કોઈપણ અભ્યાસકને જે ગ્રન્થની આવશ્યક્તા હોય અને શ્રી બાબુભાઈને જાણ કરવામાં આવે તો શીધ્રાતિશીધ્ર તે ગ્રન્થ મેળવી, પ્રિન્ટ વિગેરે કઢાવીને, અથવા ઝેરોક્ષ કરાવીને તે તે સ્થાને તે તે ગ્રન્થ પહોંચાડવાનું અદભુત કાર્ય કરીને શ્રી બાબુભાઇએ જિનશાસનની સેવા કરીને જ્ઞાનાવરણીયાદિ કર્મની વિપુલ નિર્જરા કરીને કેવલજ્ઞાન સુધી પહોંચવાનો ભવ્યપુરૂષાર્થવર્તમાન જન્મમાં કરેલ છે.
(૪) જ્ઞાનભંડારોને કેવી રીતે સક્રિય કરવા, પગભર કરવા, ઉભા કરવા, કે જ્ઞાનભંડારનું સંચાલન કાર્ય કેવી રીતે કરવું, કૃતવિશ્વમાં ક્યા ક્યા મહાત્માઓ કે વિદ્વાનો દ્વારા ક્યા ક્યા વિષયના – કથા ક્યા ગ્રન્થોરૂપી નજરાણા બહાર પડ્યા છે, પડી રહ્યા છે કે પડવાના છે વિગેરે પ્રાપ્ત થયેલ તમામ માહિતી આ પત્રિકા દ્વારા સકલ શ્રી સંઘમાં પહોંચાડવાનું કપરૂ તથાપિ અતિસ્તુત્ય અને પ્રશંસનીય કાર્ય શ્રી બાબુભાઈ શાહ કરી રહેલ છે. તેની અનુમોદના કરવા સહપ્રાને 'અહો શ્રુતજ્ઞાનમ્' પત્રિકા સુવર્ણ અવસરને ઉજવી શતપત્રિકા અવસરને સંપ્રાપ્ત કરે એ જ શાસનદેવ પ્રતિ મંગલ મનીષા
1 અહો કૃતજ્ઞાનમ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયુ હોય તો મિચ્છામિ દુક્કડમ્
અદ્ભુત અનુભવ
અ
65