________________
सुअस्स भगवओ
પૂ.શ્રી નિપુણરત્ન વિજયજી
પૂ. શ્રી રાજેન્દ્રસૂરિજી ત્રિસ્તુતિક સમુદાય ઊગતે ગગન સરયતણે મંડલે, દહદિશિ જિમ તિમિરપડલ ફિટે..... - પૂ. ઉપાધ્યાયજી રચિત ૩૫૦ગાથાના સ્તવનાની ૧૭મી ઢાળની ત્રીજી કડીની આ પંક્તિઓ છે. દિશા પૂર્વની જ હોય, સમય વહેલી પરોઢનો જ હોય, નિયમિતતા અને પ્રકાશકતા જેનો ગુણ છે,
અભિધાન ચિન્તામણિ નામમાલામાં જેના ૭ર પર્યાયવાચી નામો છે. તેવો સહસ્ત્રકિરણોથીયુક્ત, નિત્યોદયી સૂર્યની પધરામણી થતા જ સર્વવ્યાપી અંધકાર એ જ ક્ષણે પોતાના સામ્રાજયને સંકેલી
ણે દેશનિકાલ કરી લે છે.... આ દ્રશ્ય આપણે એકવાર નહી, અનેકવાર નજરોનજર નિહાળ્યું છે. આ જ સંદર્ભને દ્રષ્ટિપથ પર રાખી ચાલો એક ચિંતવના કરી લઈએ.... અજ્ઞાનરૂપી અંધકાર.... ભીતરમાં જ્ઞાનનો અભાવ..... સાચાને ખોટું ને ખોટાને સાચું માનવાની ભ્રમણાઓ... વાતે-વાતે અકળામણ... અશાંતિ...આસક્તિ...અનાચારો... આવી અજ્ઞાનતાના અંધકારને નાશ કરનાર, દૂર કરનાર, ભગાવનાર છે. ધૃતરૂપી સૂર્યોદય....
આ મૃતધર્મની, સમ્ય જ્ઞાનની, જિનવચનોની મંગળ પધરામણી થતાં જ જાણે અજ્ઞાનરૂપી અંધકાર પોતાના સામ્રાજયને સમેટી લે છે અને ચિત્તમાં દિવ્ય સમજણનો પ્રકાશ પથરાય છે, અજવાળા જ અજવાળા થાય છે.આ કૃતધર્મના અદભૂત વિશેષણો પુઅરવરદીવઢે સુત્રમાં જણાવેલા છે. આ જ સૂત્રની પ્રથમ ગાથામાં અદભૂત વાત ગણધરોએ ગૂંથી છે.
તમતિમિરનો નાશ કરનાર, દેવગણ અને રાજાઓથી પૂજિત, મોહજાળને ભેદનાર, મર્યાદાને ધારણ કરનાર, જન્મ-જરા-મરણ અને શોકનો નાશ કરનાર, પુષ્કળ કલ્યાણ અને સુખ આપનાર, દેવ-દાનવ-નરેગણોથી પૂજાયેલા આ કૃતધર્મની સ્તુતિ કરતા પૂર્વે આ શ્રુતના પિતાતુલ્ય તીર્થકર પરમાત્માને નમસ્કાર કરવામાં આવેલ છે. તીર્થકર વિના મૃતનું અસ્તિત્વ જ નથી અને એ શ્રુત પ્રભુનું જ વચન છે. એવો દિવ્ય સંદેશ પ્રથમ ગાથાથી આપણને પ્રાપ્ત થાય છે. જેમ ૧૦ની, ૧૦૦ની, પ૦૦ની કે ૧૦૦૦ની નોટ ત્યારે જ પ્રમાણિત બને, જ્યારે તેના પર ગવર્નરની સહી થાય છે. તેવી જ રીતે શ્રુતજ્ઞાનનું મૂળ સ્વરૂપ, ગણધરરચિત દ્વાદશાંગી પણ તીર્થંકર પ્રભુના વાસક્ષેપ વડે પ્રમાણિત બને છે એ જ શ્રત વર્ષોની યાત્રા કરી પરંપરામાં આપણને પ્રાપ્ત થયું છે. જેનું મૂલ્ય સમજવા આપણે સતત સજાગ રહેવું જોઇએ..પુરુષાર્થ કરવો જોઇએ ચાલો, બે-ત્રણ પ્રસંગો વડે આ શ્રતના વધામણા કરી લઈએ..
૧) શ્રીપાલરાસ ગ્રન્થમાં વર્ણન આવે છે, માત્રનામથી ધવલ એવા ધવલશેઠનાદુર્ભાવ અને મલિન વ્યવહારની સામે પણ શ્રીપાલરાજાના અદભૂત સમભાવના દર્શન થાય છે. દરિયામાં ફેંકનાર ધવલને પણ ઊપકારી માનનાર શ્રીપાલકુંવરની સમ્ય સમજણનું મૂળ શ્રુતજ્ઞાન જ... હતુંને ! * અધ્યાત્મસારવિષમેડપિ સંમેલી ચ: સત્તાની સ gfqતઃ
જે વિષમને વિષે પણ સમદ્રષ્ટિવાળા છે, તે જ જ્ઞાની છે, તે જ પંડીત છે. ર) મેતારજમુનિ, ગજસુકુમાલ મુનિ, ધર્મરૂચિ અણગાર કે પછી બંધક મુનિ.... આ સર્વે સમતાધારી મુનિવરોએ મરણતુલ્ય ઉપસર્ગોમાં પણ ઉપસર્ગ કરનારાને ઉપકારી માન્યા અને ઉત્તમકોટિની સમતાને આત્મસાત કરી શુભભાવમાં સ્થિર રહી શુક્લધ્યાનના સ્વામી બન્યા.. એ પણ શ્રુતજ્ઞાનનો જ પ્રભાવ હતોને! * શ્રુતશ્રામખ્યયોગનાંપ્રજ્ઞસભ્યદેત-યોગસાર શ્રત, સાધના અને યોગોનો વિસ્તાર સમતામાટે જ છે.
અહો શ્રુતજ્ઞાનમ્
તજ અને સરસ
63